[:gj]દેશ વિરોધી કૃત્ય, જમ્મુ-કાશ્મીર મામલે ભડકાઉ ટવીટ કરનાર શહલા રશિદ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી[:]

[:gj]

જમ્મુ,તા:૧૯

જમ્મુ-કાશ્મીર મામલે હવે દેશમાં જ કેટલાક દેશવિરોધી તત્વો સક્રિય થઇ ગયા છે, દિલ્હીમાં જેએનયુની વિદ્યાર્થીની અને પૂર્વ છાત્ર સંઘ નેતા શહલા રાશિદે કાશ્મીર મામલે ભડકાઉ ટ્વીટ કર્યા છે, તેને દાવો કર્યો છે કે કાશ્મીરમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જેની સામે વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે જુઠ્ઠાણું ફેલાવાનો અને લોકોને ગુમરાહ કરવાનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે, અને તેની ધરપકડ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે.

શહલા રાશિદ કાશ્મીરના શ્રીનગરની રહેવાસી છે, કલમ 370 હટાવ્યાં બાદ તે સતત ટ્વિટર પર મોદી સરકારની વિરૂદ્ધમાં પોસ્ટ કરી રહી છે, તેને એવા પણ આરોપ લગાવ્યાં છે કે સેના અને પોલીસનાં જવાનો લોકોનાં ઘરોમાં ઘૂસણખોરી કરી રહ્યાં છે અને પરેશાન કરી રહ્યાં છે, કેટલીક જગ્યાએ સ્થાનિક લોકોની ધરપકડ પણ કરી લેવાઇ છે, જો કે સુરક્ષાબળોએ તમામ આરોપ ફગાવી દીધા છે અને શહલાની વાતો માત્ર રાજકીય રીતે પ્રેરિત ગણાવી છે.[:]