જયંતી ભાનુશાળીની હત્યામાં રહસ્ય શું ? તેની સાથે બનેલી ઘટનાઓ ઘણું કહી જાય છે

રાજકીય હત્યાનું રાજકારણ – દિલીપ પટેલ – ખાસ અહેવાલ

કચ્છ ભાજપ માટે બળાત્કારની ભૂમિ બની ગયું હતું. પણ કચ્છ હવે ભાજપ માટે ખૂની ભૂમિ બની ગઈ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીની હત્યા થઈ તેની પાછળ રાજકીય ભૂમિકા જણાય છે. જેમાં જયંતીના હરીફ ઉપરાંત બળાત્કાર અને ભાજપના ટોચના નેતાઓની અંગત સેક્સ લાઈફ કેટલીક જાણકારી જયંતી ભાનુશાળી પાસે હતી. આ હત્યા જેટલી સરળ દેખાય છે એટલી નથી.

રાજકીય હરીફાઈમાં કોઈ ખૂન થાય એવું ગુજરાતમાં બહુ ઓછું બન્યું છે. તેથી ભાજપના પૂર્વ ધારાસભ્ય કેવા વિવાદોમાં સતત રહેતા આવ્યા હતા તે પોલીસ તપાસી રહી છે. આ વિવાદો કેવા હતા ? વિવાદોની આસપાસ જ હત્યાનું કાવતરું જણાય છે. ચાર બળાત્કારના બનાવો અને તેની સાથે જોડાયેલી યુવતીઓ અને ભાજપના ટોચના રાજકીય નેતાઓની હિલચાલ સમજવી પડે તેમ છે. જયંતી ભાનુશાળીના કુટુંબે લાગણીશીલ બનીને હત્યા માટે છબીલ પટેલ સામે આંગળી ચિંધી છે. પણ જે લોકો છબીલ પટેલને ઓળખે છે તે આટલી હદ સુધી જઈ શકે નહીં એવું માને છે. તો પછી ખરેખર હત્યા કરી કોણે એ સવાલ આવીને ઊભો રહે છે. હત્યારા કોઈ રાજકીય વ્યક્તિ હોઈ શકે તે તેમની સાથે બનેલી ઘટનાઓ પરથી કહી શકાય તેમ છે.

ભાનુશાળીને પક્ષના નેતાઓ બચાવતા હતા

પણ કચ્છના નલિયા બળાત્કાર કાંડ તથા બીજા કેટલાંક સેક્સ રેકેટમાં ભાનુશાળી સામે આંગળી ચિંધાઈ હતી. ગંભીર આક્ષેપો થયા હોવા છતાં પણ પાર્ટીના નેતાઓ એવું કહ્યું હતું કે, જયંતિ ભાનુશાલી ભાજપમાં જ રહેશે. ભલે એમણે રાજીનામું આપ્યું હોય. જ્યાં સુધી એ દોષિત સાબિત થાય ત્યાં સુધી તે ભાજપમાં રહેશે. એક 21 વર્ષની અને બીજી બત્રીસ વર્ષની યુવતીએ સ્પષ્ટ પણે ભાનુશાલી સામે આરોપો મૂક્યા હતા. તો તેમ છતાં પણ ભાજપના ટોચના નેતાઓ ભાનુશાળીને ભાજપના સભ્યપદેથી સસ્પેન્ડ કરવાના બદલે પક્ષની સાથે જ રાખી રહ્યા હતા. જયંતિ ભાનુશાળીનો ભાંડો ફૂટી ગયો હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતાઓ તેમને છાવરી રહ્યા હતા. યુવતી પાસે તમામ પુરાવા, વિડિયો ક્લીપ હોવા છતાં પણ ભાજપનું આવું વલણ સમજી શકાતું નથી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવું કહ્યું છે કે જયંતિ ભાનુશાળી દોષિત પુરવાર ન થાય ત્યાં સુધી ભાજપમાં જ રહેશે. સમગ્ર મામલામાં તપાસના અંતે જે કરવું પડે તે ભાજપ નિર્ણય લેશે. તેમ કહીને ભાજપ છટકવાનો અને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું સ્પષ્ટ થાયું હતું.

રાજીનામું માંગી લેવાયું

ભાજપના રાષ્ટ્રીય નેતાની સાથે ભાનુશાળીને સારા સંબંધો હોવાથી તેને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ બનાવાયા હતા. જો કે યુવતી આ ગંભીર આરોપ પછી જયંતિ ભાનુશાળીએ પોતાને નિર્દોષ ગણાવીને પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલી આપ્યું હતું. ભાજપની બદનામી રોકવા માટે તેમનું રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું. મોકલેલા રાજીનામા લખ્યું હતું કે તેમની વિરુદ્ધ કાવતરું ઘડાયું હતું. વિરોધીઓ દ્વારા ષડયંત્ર રચાયું છે. હું જ્યાં સુધી મારી નિર્દોષતા સાબિત ના કરું ત્યાં સુધી, કોઇ પદ પર નહીં રહું. રાજકારણમાં એકબીજાને પતાવવા માટે આવા કાવતરા થયા છે. કોઈના પર આક્ષેપ કરતાં નથી.મેં કેટલાક લોકોને જેલમાં નંખાવ્યા તેના કારણે મારા પર આવી ખોટી ફરિયાદો કરવામાં આવી હોય શકે છે. એવું રાજીનામું આપતી વખતે કહ્યું હતું.

જયંતી ભાનુશાળી સાથે જોડાયેલા વિવાદો કેવા હતા ?

છબીલદાસ પટેલ કેમ હાર્યા

ડિસેમ્બર 2017મા ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં અબડાસા બેઠક પરથી ભાજપ ઉમેદવાર છબીલદાસ પટેલની હાર થઈ તેમાં ‘દુશ્મનો કો ઢીંચકિયાંઉ..’ વીડિયો છબીલ પટેલે 2 જાન્યુઆરી, 2018ના રોજ પોસ્ટના કરવાના પગલે ભાજપમાં દબાઈ રહેલો જુથવાદ સામે આવી ગયો હતો. તેમની હાર માટે આ જુથવાદને મુખ્ય કારણ ગણાવાય છે. પટેલના જવાબમાં ભાજપના નરેન્દ્રસિંહ અને અનુપસિંહ નામના બે કાર્યકરો હાથમાં પિસ્તોલ લઈ ઐસે ઢીસુમ ઢીસુમ નહીં હોતા હૈ. જો સાધન મેરે હાથ મેં ઉસી સે ઢીસુમ હોતા હૈ, દુશ્મન ઈસી સે મરતા હૈ..’ વીડિયો મૂક્યો હતો. આ બંને કાર્યકરો ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીની નિકટના છે. હોવાથી અંદાજ લગાવી શકાય છે કે પટેલને હરાવવા માટે કેટલી અને કેવી મહેનત કરવામાં આવી હશે તો બીજી તરફ છબીલ પટેલ સામે ભાજપના વિરોધી જુથમાં કેટલું ખુન્નસ છે તે પણ બહાર આવ્યું હતું. ચૂંટણી પૂર્વે જયંતી ભાનુશાળી અને છબીલ બંને મજબૂત દાવેદાર ગણાતા હતા. પરંતુ ભાજપે ભાનુશાળીને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવીને પટેલની ટિકીટ માટેનો રસ્તો સરળ બનાવી દીધો હતો. ભુતકાળમાં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને પેટા ચૂંટણી લડનારા છબીલ પટેલ હતા તેમને ખતમ કરવા માટે ભાનુશાળી કાયમ આગળ પડતાં હતા.

2007ની ચૂંટણી અને ભાનુશાળી

2007મા અબડાસામાં ભાનુશાળી ચૂંટણી લડ્યા હતા. ત્યારે તેની સંપત્તિ માત્ર રૂ.97.41 લાખ જ હતી અને બેંકનું દેવું રૂ.1.61 કરોડ હતું. ત્યારે તેની સામે કોઈ ફોજદારી ગુના ન હતા. તેના હાથ પરની રોકડ રકમ રૂ.50 હજાર હતી. બેંકમાં એક પણ રૂપિયાના બાંધી મૂતની થાપણો ન હતી. 25 હજારના શેર હતા. રૂ.89 હજારની વિમાની પોલીસી હતી. ઈનોવા, ઈન્ડિગો અને એક્ટિવા મળીને રૂ.10 લાખના વાહનો હતો. રૂ.3.25 લાખના ઘરેણા હતા. રૂ.48 લાખની ખેતીની જમીન હતી. રૂ.4.81 લાખની બિનખેતીની જમીન હતી. રૂ.26 લાખનું એક મકાન હતું. રૂ.4 લાખનું એક ઘર હતું.

કચ્છ ભાજપના નેતાઓ અને બળાત્કાર કેસ

નલિયાકાંડ બાદ કચ્છના વધુ એક ભાજપના નેતા જયંતી ભાનુશાળીનું અન્ય એક દુષ્કર્મ કેસમાં નામ આવતા કચ્છ અને રાજ્યના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો. કચ્છ ભાજપના નેતાઓ અને ભાજપની કાર્યકર યુવતી પર થયેલાં બળાત્કાર કેસ અને સુરતની યુવતી સાથે ભાજપના ઉપપ્રમુખે કરેલો બળાત્કાર વચ્ચે અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે શું સંબંધ હોઈ શકે ?

જયંતી ભાનુશાળી સામે ગંભીર ગુના

જયંતી ભાનુશાળી સામે આજ સુધી ત્રણ યુવતીએ ફરિયાદ કરી છે અને અમદાવાદ તથા નલિયા કાંડમાં તેની સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સુરતની યુવતીએ ફરિયાદ પરત ખેંચી હોવાથી તેમનો બચાવ થયો છે. આવી માનસિકતા ધરાવતા નેતાને જે રીતે ભાજપ સાચવી રહ્યો હતો તે પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, જયંતી ભાનુશાળી પાસે ભાજપના ટોચના નેતાની ચાવી હતી. એ ચાવી કઈ છે તે આ બચાવનામા પરથી ખ્યાલ આવે છે. વાપી, નડિયાદ, સુરત, નલિયા, અમદાવાદમાં દુષ્કર્મની સળંગ ઘટના બની અને હવે એકની 21 વર્ષની વિદ્યાર્થિની પર ભાજપના ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીએ અમદાવાદમાં ગુજારેલા બળાત્કાર અંગે ફરિયાદ કરી હતી. આ પ્રકરણ પણ નલિયાકાંડ કરતાં પણ વધુ વ્યાપક નીકળે એવું લાગી રહ્યું હતું. ભોગ બનનાર યુવતીના સંકેત અને ભાજપના નેતાઓના ભેદી વલણ તો એવું જ દર્શાવી રહ્યા હતા. પણ પાછળથી નિવેદન બદલી ને ગુનો પરત ખેંચી લીધો હતો. ભાનુશાળીનું હોદ્દાદાર પદેથી રાજીનામું લઈ લીધા બાદ નેતાઓ તેમને પક્ષમાંથી હાંકી કાઢવા તૈયાર ન હતા. જે એક રહસ્ય છે. ટોચના નેતાઓ પણ કોઈક અજાણ્યા ભયના કારણે ભાનુશાળીને છાવરવાનું શરૂ કર્યું હતું. તેઓ ભાનુશાળીને પક્ષમાં જ રાખવા માંગે છે. પક્ષમાં રાખીને તેમને અગમ્ય કારણોસર રક્ષણ આપી રહ્યાં હતા. શંકર ચૌધરી સાથે તેમને સારા સબંધો હતા.

ખંડણી માંગી

ભાજપના ઉપપ્રમુખ અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીએ ફરિયાદ કરી હતી તે તેમના ભત્રિજા પાસેથી એક મહિલાએ રૂ.10 કરોડની ખંડણી માંગી હતી. જયંતીના અમદાવાદમાં રહેતા ભત્રીજા અને વેપારી સુનિલ ભાનુશાળીને અમદાવાદના કચ્છી ભુવનમાં બેભાન કરીને એક મહિલાએ અશ્લિલ વીડિયો ઉતારી લીઘો હતો. તે વીડિયો ક્લીપ તેના સમાજમાં ફરતી કરી દેવાની ધમકી આપીને સુનિલ ભાનુશાળી પાસેથી રૂ.10 કરોડ માંગીને બ્લેક મેઈલ કરી રહી હોવાનો આરોપ જયંતી ભાનુશાળીએ મૂક્યો હતો. મહિલાએ એવી ધમકી પણ આપી હતી કે સુનિલે અન્ય મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જયંતી ભાનુશાળીના ભત્રીજાની કઢંગી વીડિયો ક્લિપ ઉતારીને રૂપિયા 25 લાખની ખંડણી ઉઘરાવવાના કેસમાં પોલીસે મુખ્ય મહિલા આરોપી મનીષા ગૌસ્વામીની ધરપકડ કરી હતી. ભાનુશાળી સામે મનિષાએ આપેલા બાંહેધરીપત્રમાં એવું જણાવ્યું હતું કે, જયંતી ભાનુશાળી સાથે 10 વર્ષ પહેલાં ઓળખણ થઈ હતી. જ્યારે ભાનુશાળી સાથે સંબંધો બંધાયા હતા. બન્ને વચ્ચે 6 વર્ષ સંબંધ રહ્યાં હતા. છેલ્લાં 4 વર્ષથી તેમની વચ્ચે મનમેળ રહ્યાં ન હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ મહિલાને રૂપિયાની જરૂર હોવાથી તેમણે જયંતી પાસેથી રૂપિયા માંગ્યા હતા. ભાનુશાળીએ આંગડિયા મારફતે રૂ.25 લાખ મોકલાવ્યા હતા. તે યુવતિને વધુ નાણાંની જરૂર પડતાં રૂ.5 લાખ ફરી માંગ્યા હતા. તે આપીને બન્નેએ સમાધાન કરી લીધું હતું. ભવિષ્યમાં જયંતી ભાનુશાળીને હેરાન નહીં કરે એવી બાહેંધરી આ યુવતીએ આપી હતી. જે અંગે પોલીસ દ્વારા મનીષા નામની મહિલાની ધરપકડ પણ કરી હતી. આ મહિલા દ્વારા સુરત ખાતેથી અન્ય કોઈ છોકરી મારફત આ અરજી કરાવી હોવાનું ભાનુશાળી માને છે. તેમને આ અંગે ખબર પડી હોય તેમ ભાનુશાળીએ એકાએક જાહેરાત કરી હતી કે, ત્રણ મહિના અગાઉ મેં પોલીસ મથકોમાં અરજી કરી હતી કે કોઈ મારા વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું હતું. જેના કારણે મારી વિરુદ્ધ એક ય બીજા પ્રકારની ફરિયાદો થશે. આ પ્રકરણ ભાજપના નેતાઓને જે રીતે નલિયા કાંડ જેવી સંડોવણી કરતું હતું.

નલિયા બળાત્કાર કાંડ

કચ્છ જિલ્લાના બહુચર્ચિત એવા નલિયા કાંડમાં પણ જયંતિ ભાનુશાળી સામે પણ છાંટા ઉડ્યા હતા. નલિયા સામુહિક બળાત્કાર કાંડમાં ભાજપની અનેક કાર્યકરો ઉપર બળાત્કાર કરવામાં આવ્યા હોવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. કૌભાંડની તપાસ શંકર ચૌધરીને સોંપવામાં આવી હતી અને તપાસ પર ફિંડલું વાળી દેવાયું હતું. તેમાં ભાજપના અનેક નેતાઓ સંડોવાયેલાં હોવાથી પોલીસ પણ તેમાં કંઈ કરવા તૈયાર નથી. પીડીતા આજે પણ ન્યાય માંગી રહી છે. પણ તે સમગ્ર પ્રકરણમાં ભાજપના અનેક નેતાઓ સંડોવાયેલા હોવાતી તેના પર પડદો પાડી દેવામાં આવ્યો છે. આમ જયંતી ભાનુશાળી સામે એક પછી એક વિવાદો ઉભા થઈ રહ્યા હતો.. જેના કારણે છેલ્લા બે ત્રણ વર્ષથી તેઓ એક યા બીજા કારણોસર સતત વિવાદમાં ઘેરાયેલા રહ્યા છે. ભાજપની કાર્યકરો ઉપર જ ભાજપના નેતાઓએ બળાત્કાર કર્યા હતા.

21 વર્ષની વિદ્યાર્થિનીએ બળાત્કારની ફરિયાદ કરી

સુરતમાં યોગીચોક વિસ્તારમાં રહેતી ગુજરાતના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પક્ષના ઉપપ્રમુખ જયંતી ભાનુશાળી પર એક યુવતીએ બળાત્કારની ફરિયાદ કરી હતી. 12 ધોરણ પાસ કરીને આ યુવતી ફેશન ડિઝાઈનીંગનું ભણવા માંગતી હતી તેથી ફેશન ડિઝાઈનીંગનો અભ્યાસ કરાવતી સંસ્થામાં તે પ્રવેશ લેવા માંગતી હતી. તેથી તેના એક સબંધી ભાનુશાળી પાસે આ યુવતિની લઈ ગયો હતો. 2017માં યુવતીની મુલાકાત જયંતિ ભાનુશાળી સાથે થઇ હતી. ગાંધીનગર જવું પડશે તેવું કહીને તેઓ મને એક કાળા રંગની કારમાં બેસાડીને હાઈવે પર લઈ ગયા હતા. પ્રવેશ આપવાની લાલચ આપીને અમદાવાદના એક ખેતરમાં તેના ઉપર બળાત્કાર ભાનુશાળી દ્વારા કરાયો હતો.

ગૃહ વિભાગને મેઈલ કર્યો

ગૃહવિભાગ અને પોલીસને મેલ કરીને માહિતી આપી હતી. તેમના ભત્રીજાને બ્લેકમેલ કરાયો હતો. ત્યારે બ્લેકમેલ કરનાર મનિષા નામની છોકરી અને તેની ગેંગ વિરુદ્ધ નરોડામાં ફરિયાદ કરી હતી. આક્ષેપ કરનાર યુવતી આ ગેંગની હોઈ શકે છે અને બદલો લેવા માટે આવી અરજી કરી હોઇ શકે છે. સુરતની ઘટનામાં પોલીસે ભરપુર મદદ કરી હતી. યુવતીને ધમકીઓ આપવામાં આવી હતી. તેથી આ યુવતી ગુમ પણ થઈ ગઈ હતી.

ભાજપના નેતા સામે બીજી એક યુવતી બહાર આવી

આ બધાની વચ્ચે જયંતિ ભાનુશાલી સામે કુકર્મની કથા નો એક બીજો કિસ્સો બહાર આવ્યો હતો. નડિયાદની 31 વર્ષની એક વિધવા સાથે પણ જયંતિ ભાનુશાલીના શારીરિક સંબંધો હોવાની વાત યુવતિએ જ જાહેર કરી હતી. એ મહિલા એવું સ્વીકારે છે કે જયંતિ મારી આર્થિક જરૂરિયાત પૂરી કરતો હતો એટલે તેની જરૂરિયાત હું પણ પૂરું કરતી હતી. આ અંગે તેણે એક ઓડિયો ક્લિપ જાહેર કરી છે. જેમાં તે મહિલા પોતાની સ્પષ્ટ ઓળખ આપે છે. તે જયંતી ભાનુશાલી સામે ફરિયાદ કરવા માટે પોલીસ પાસે પણ ગઈ હોવાનું કહી રહી છે. પરંતુ નડિયાદ પોલીસે ભાજપના નેતાની સામે ફરિયાદ લેવાનો ઇનકાર કરીને ગભરાવીને કાઢી મૂકી હતી. જયંતીએ પોતાની સાથે વર્ષો સુધી શારીરિક સંબંધો રાખ્યા હોવાનો પણ આરોપ 32 વર્ષની વિધવા યુવતી મૂકી રહી છે. તે કહે છે કે મારી પાસે પુરતા પુરાવા છે. જેમાં મોબાઈલ ફોન પર જયંતી ભાનુશાળીના આવેલાં મેસેજ તથા તેના મોબાઈલ પરના સ્ક્રીનશોટ છે. ભાનુશાળી સાથે વાત કરતી હતી તેના ફોન કોલ રેકોર્ડિંગ છે. હું પોલીસ પાસે પણ ગઈ હતી, ફરિયાદ નોધાવવા માંગતી હતી, પોલીસે કહ્યું કે આવું કંઇ ન કરાય, માહોલ ખોટો બગડશે. નડિયાદની યુવતીએ એવું કહ્યું હતું કે એક ઇવેન્ટમાં હું જઈને મળી હતી પછી અમારા બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો એ મારી આર્થિક જરૂરિયાત પૂરી કરતા હતા અને હું એમની સારી જગ્યા પૂરી કરતી હતી મને ફોન કરીને બોલતા ત્યારે હું જતી હતી પણ પછી ધીમે ધીમે મારું શોષણ શરૂ કર્યું હતું અને પૈસા પણ એ આપતા ન હતા અને ઘરમાં તકલીફ પડે તો પણ કામ ન કરવા દે અને પોતાની જરૂરિયાત સંતોષી લેતા હતા

યુવતીને ભાજપમાં હોદ્દો આપવાની લાલચ પણ આપી

વાપીની યુવતી કેટલાક વાંધા ઉઠાવતાં તેમને જયંતી ભાનુશાળીએ ભાજપમાં સારો હોદ્દો આપવાની ઓફર આપી હતી. આ યુવતીને રાજકારણમાં આગળ વધવા માટે તે તમામ મદદ કરવા માટે તૈયાર હતો. વાપીમાં રહેતી એક યુવતીએ નખાત્રાણા પોલીસ મથકે 15 એપ્રિલ 2018ના રોજ બળાત્કારની ફરિયાદ નોંધઆવવા અરજી આપી હતી. જેના પર પોલીસે કોઈ જ કાર્યવાહી કરી નથી. આ યુવતિએ જયંતી ભાનુશાળી સામે લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. 2008માં ભાજપના આગેવાન જયંતી સાથે આ યુવતીને ઓળખ થઈ હતી. એક વર્ષ પછી જયંતીએ ફોન કરીને યુવતિને કહ્યું હતું કે તે ભાજપમાં તેને સારો હોદ્દો અપાવશે. આમ કહીને એ યુવતિને ભુજ બોલાવી હતી. પોતાના ભુજ સ્થિત પ્રમુખ સ્વામીનગરમાં આવેલાં તેમના મકાનમાં બોલાવી હતી. જ્યાં જયંતી ભાનુશાળીના માણસો દ્વારા ચા નાસ્તામાં ઘેનયુક્ત પ્રવાહી મેળવી અર્ધ બેભાન કરી દીધી હતી. ત્યાર બાદ બે હાથ પલંગ સાથે બાંધીને બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતી ભાનમાં આવતાં જ જયંતીને પેટ પર લાત મારી દૂર ફગાવી દીધો હતો. અમદાવાદ તથા ભુજના ભાગોળે આવેલાં એક રિસોર્ટમાં બોલાવીને અવાર નવાર જયંતી ભાનુશાળીએ બળાત્કાર કર્યો હતો. આ ઘટના ક્રમ 2015 સુધી ચાલ્યો હતો. યુવતીએ આરોપ મૂક્યો હતો કે, જયંતી પોતે તેના વેપારીઓ અને રાજકારણીઓ પાસે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી વેપારીઓ પાસેથી ભાજપનું ફંડ માંગતો હતો. વેપારીઓ સાથે યુવતીના વીડિયો ઉતારતો હતો. આ વીડિયો ક્લીપના સહારે વેપારીઓને બ્લેકમેલ કરી કરોડો રૂપિયા મેળવતો હોવાનું આ યુવતીએ અરજીમાં જણાવ્યું હતું.

જયંતીએ સોદો કર્યો

વાપીની આ યુવતી ફરિયાદ પરત ખેંચી લે તે માટે તથા પોતાની સામે ફરિયાદ ન કરે એ માટે જયંતી ભાનુશાળીએ સમાધાન કરવા માટે તૈયારી કરી હતી. 11 એપ્રિલ 2018માં નરોડા પોલીસમાં જયંતી ભાનુશાળીના ભત્રીજા સુનિલે કરેલી ફરિયાદ પરત ખેંચવા વચન આપ્યું હતું. અને એક કાગળ પર પીડીયાની સહી કરાવી નખત્રાણા પોલીમાં જયંતીએ મોકલી હતી.

છબીલ પટેલ સામે દિલ્હીમાં બળાત્કારની ફરિયાદ

કચ્છના અબડાસા બેઠકના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ વિરુદ્ધ દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીની એક મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. આ મહિલા વિધવા છે અને તેને આરોપ લગાવ્યો છે કે છબિલ પટેલે તેનું શારિરીક શોષણ કર્યું છે. મહિલાએ આ વિશે એક પત્ર જાહેર કર્યો છે. જેમાં ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે, મને એક એનજીઓ ખોલી આપવાની લાલચ આપી એક વ્યકિત છબિલ પટેલના ફ્લેટ પર લઇ ગયો હતો. અને મારી સાથે દુષ્કર્મ આચર્યા બાદ મારા બિભત્સ ફોટા પાડવામાં આવ્યાં હતા. જેના કારણે મહિલાને વારંવાર બ્લેકમેઇલ કરવામાં આવતી હતી.

અગાઉ પણ છબીલ પટેલ આવ્યા હતા વિવાદમાં

આ પહેલા પણ છલિબ પટેલનું નામ અનેક વખત ચર્ચાના ચકડોળે ચઢેલું છે. સુરતના ચકચારી જયંતિ ભાનુશાલી બળાત્કાર કેસમાં છબિલ પટેલનું નામ ઉછળ્યું હતું. અગાઉના કેસમાં ફરિયાદીના પૂર્વ પતિના દાવા પ્રમાણે પીડિતા સાથે તેના 2015ની 29 ડિસેમ્બરે થયા હતા પણ દોઢ વર્ષના અરસામાં લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું હતું.

ભૂતપૂર્વ પતિના આરોપ પ્રમાણે તે એવું કહેતી કે તું મને પૈસા આપે તો જ હું તારા ઘરે પાછી આવું. આ ઉપરાંત છૂટાછેટા માટે પણ મને ધમકીઓ પણ આપવામાં આવી હતી. પૂર્વ પતિએ એવા પણ આક્ષેપો કર્યા છે કે આ યુવતી લગ્ન બાદ પણ અલગ-અલગ લોકો સાથે શારીરિક સંબંધ ધરાવતી હતી અને અનેક રાજનેતાઓ પણ આ યુવતી સાથે ફસાઈ ચૂક્યા છે.

જયંતિ ભાનુશાળી પર BJPના આ નેતાએ લગાવ્યા આરોપ

રાજ્યમાં ચર્ચાસ્પદ જયંતિ ભાનુશાળીના બળાત્કાર કેસમાં અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યાં હતા, ત્યારે આ કેસમાં ફરિયાદી મહિલાના પૂર્વ પતિએ અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ઉપર આક્ષેપ કર્યો હતો કે આ કેસની અંદર ફરિયાદી યુવતી એટલે કે તેની પૂર્વ પત્ની અને છબીલ પટેલ સાથે અને તેને ધમકી આપતો હતો. તેઓ આક્ષેપ કરતા છબીલ પટેલે આ મુદ્દાને લઈને બંને જણાની નાર્કો ટેસ્ટ કરવાની માગણી કરી હતી. સમગ્ર આક્ષેપો રાજકીય કિન્નાખોરીથી થયા હોવાનું જણાવ્યું હતું.

છબીલ પટેલ પર આરોપો

સુરત બળાત્કારના ગુનામાં મહિલાના પૂર્વ પતિએ એવો આક્ષેપ કર્યો છે કે આ ઘટનામાં છબીલ પટેલ પણ સામેલ છે અને તેઓ મને અવાર-નવાર આ કેસ અંગે ધમકીઓ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારે છબીલ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે મારા ઉપર ફરિયાદી મહિલાના પૂર્વ પતિએ જે આક્ષેપો કર્યા છે તે સત્ય થી વેગડા અને ખોટા છે. આ તમામ આક્ષેપો રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું તો બીજી તરફ નાર્કો ટેસ્ટની માંગ કરતા છબીલ એ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ કિસ્સામાં અંદર મારો અને ફરિયાદી મહિલાના પૂર્વ પતિનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ જેથી સમગ્ર ઘટનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને રહે તેવી માંગ પણ કરી હતી.

જ્યારે છબીલ પટેલ મહિલાના પૂર્વ પતિને ટેલિફોનિક ધમકીઓ આપતા હતા તેવા આક્ષેપનો જવાબ આપતા છબીલ પટેલે જણાવ્યું હતું કે મારે અને આ મહિલાને કોઈપણ પ્રકારનો સંબંધ નથી. જ્યારે આ ઘટનામાં જેની સામે કાર્યવાહી થઈ રહી છે તે જયંતી ભાનુશાળીનો કોણ બંધ આવે છે અને સંતાતા ફરે છે. ઉપરાંત આવી અનેક ફરિયાદો જયંતી ભાનુશાળી સામે આવી રહી છે ત્યારે શક્ય છે કે આવી ફરિયાદોમાં કંઈક સત્ય હોવું જોઈએ. જ્યારે રહી વાત મારા સામે થયેલા આક્ષેપોની તો આ મામલે હું નાર્કો ટેસ્ટ કરાવવા પણ તૈયાર છું જ્યારે આજે પણ હું જાહેરમાં સામાન્ય માનવીની જેમ ફરી રહ્યો છું અને મારો ફોન પણ બંધ નથી તેમ કહી મહિલાના પૂર્વ પતિએ કરેલા આક્ષેપોનો કાઉન્ટર જવાબ આપ્યો હતો.