ટેમ્પલ- રામ મંદિર ન બન્યું પણ જય અમિત શાહની કંપની ટેમ્પલ એન્ટરપ્રાઇઝમાં ટર્નઓવરમાં 16,000 ગણો વધારો

કારવા વેબસાઈટનો અહેવાલ જાહેર થતાં દેશમાં હલચલ ઊભી થઈ છે. તેની સંપૂર્ણ વિગતો અહીં જેમની તેમ રજૂ કરવામાં આવી છે.

જય શાહની અન્ય કંપનીએ ટર્નઓવરમાં 16000 ગણો વધારો કર્યો હતો

જય શાહ માટે વ્યવસાયમાં થયેલો પ્રભાવશાળી વધારો અભૂતપૂર્વ નથી. 2017ના અંતમાં ધ વાયરે જય શાહની માલિકીવાળા એક અન્ય વ્યવસાય ટેમ્પલ એન્ટરપ્રાઇઝ પ્રાઈવેટ લિમિટેડની નાણાકિય બાબતો અંગે અહેવાલ આપ્યો હતો. ટેમ્પલ એન્ટરપ્રાઇઝએ પોતાના કારોબારના ટર્નઓવરમાં 16,000 ગણો વધારો કર્યો હતો. કેટલાક વર્ષો પછી નાણાકિય વર્ષ 2015માં નગણ્ય લાભ કે નુકશાન દર્શાવીને ટેમ્પલ એન્ટરપ્રાઇઝની રેવન્યુ (આવક) રૂ. 50,000 થઈ હોવાની માહિતી આપી હતી. પરંતુ તેના પછીના વર્ષે તેનું ટર્નઓવર વધીને રૂ. 80.5 કરોડને આંબી ગયું હતું. ત્યાર બાદ ઓક્ટોબર-2016માં ટેમ્પલ એન્ટરપ્રાઇઝએ ધંધો કરવાનું સંપૂર્ણ રીતે બંધ કરી દીધું હતું. તેણે તેના નિર્દેશકના અહેવાલમાં જાહેર કર્યું હતું કે, કંપનીની કુલ સંપત્તિ (નેટવર્થ) ‘સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ હતી.’

ટેમ્પલ એન્ટરપ્રાઇઝ કુસુમ ફિનસર્વમાં સ્થાનાંતરિત

ધ કારવાએ ઓગસ્ટ-2108માં પોતાના અહેવાલમાં ઉલ્લેખ કર્યો હતો કે, જય શાહનો આ વ્યવસાય કુસુમ ફિનસર્વમાં સ્થાનાંતરિત થઈ ગયો છે. ભલે પછી આ પેઢીએ નાણાકિય વર્ષ 2016માં ફક્ત 5.83 કરોડ રૂપિયાનું શુદ્ધ મૂલ્ય (નેટવર્થ) દેખાડી હોય, પરંતુ તેના પછી રૂ. 10.35 કરોડ, રૂ. 25 કરોડ, રૂ. 15 કરોડ, રૂ. 30 કરોડ અને રૂ. 17 કરોડ મળીને કુલ 97.35 કરોડ રૂપિયાની ક્રેડિટ સુવિધાઓ મેળવી હતી.

કાલુપુર કોમર્શિયલ કો.ઓપ.બેન્ક સહિતની ત્રણ સંસ્થાએ ક્રેડિટ અને ધિરાણ આપ્યા

કુસુમ ફિનસર્વને ક્રેડિટ અને ધિરાણની સુવિધા બે બેન્ક અને એક સાર્વજનિક ક્ષેત્રની સંસ્થા દ્વારા મળી હતી. કાલુપુર કોમર્શિયલ કો.ઓપરેટિવ બેન્કે કુસુમ ફિનસર્વ એલએલપીને અનુક્રમે રૂ. 25 કરોડ અને રૂ. 15 કરોડ મળીને બે હિસ્સામાં રૂ. 40 કરોડની ક્રેડિટ સુવિધા આપી હતી. અમિત શાહે પહેલા હિસ્સા માટે પોતાની સંપતિઓને ગિરવી મૂકીને પ્રભાવી રૂપથી પોતાના પુત્રની પેઢી માટે જવાબદારી લીધી હતી. તાજેતરમાં એમસીએની વેબસાઈટ પર સૂચીબદ્ધ કુસુમ ફિનસર્વની માટે પ્રભારના સૂચકાંક મુજબ સહકારી બેન્ક દ્વારા ક્રેડિટ સુવિધામાં વધારો કરવાની સાથે તેના પ્રભાર (ચાર્જ)માંથી મુક્તિ આપવામાં આવી હતી.

BBC ગુજરાતીના આભાર સાથે

અમદાવાદની મેરાન્યૂઝ વેબસાઈટે બે વર્ષ પહેલા અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો તે આ પ્રમાણે છે

અમિત શાહના પુત્ર જય શાહ દ્વારા કરવામાં આવેલ ટેમ્પલ કંપની ગોટાળા વિરુદ્ધ આવતીકાલે અમિત શાહના અમદાવાદ સ્થિત ઘરનો ઘેરાવ આમ આદમી પાર્ટી કરશે, સળંગ એક અઠવાડિયું રાજ્યવ્યાપી પ્રદર્શન કરશે તેવું આપ (આપ આદમી પાર્ટી)ના રાજેશ પટેલએ જણાવ્યું હતું.

સાથે જ “જય શાહ તથા અમિત શાહ ઉપર એફઆઈઆર થાય અને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે” તેવું દિલ્હીના કેબીનેટ મિનિસ્ટર અને આપના ગુજરાતના ઈલેક્શન ઈનચાર્જ ગોપાલ રાયએ કહ્યું હતું.આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી ભાજપના લોકોને ભરપૂર ફાયદો પોહોંચાડવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આજે “ધ વાયર” નામના મીડિયાના માધ્યમથી અમિત શાહના પુત્ર જય શાહ વિરુદ્ધ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

જે મુજબ જય અમિત શાહના પુત્રની એક કંપની ટેમ્પલ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ કે જેને વર્ષ 2013માં 6230 રૂપિયાનું નુકશાન થયું હતું તથા 2014માં 1724 રૂપિયાનું નુકશાન થયું અને વર્ષ 2015માં અચાનક 50,000 રૂપિયાની આવક થયા બાદ વર્ષ 2016માં 80.5 કરોડ રૂપિયાનું ટર્નઓવર થઇ ગયું. ચાલુ કંપની જે બે વર્ષ નુકશાન કરી ચાલે છે તે અચાનક રાતો રાત 80.5કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરવા લાગી. એટલું જ નહીં વધુ ચોંકવાનરી વાત એ છે કે 80.5કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવા વાળી કંપની અચાનક બીજા વર્ષે (2016-17)1.4કરોડ રૂપિયા જેટલું નુકશાન કરવા લાગે છે અને કહે છે કે કંપની પાસે કોઈ બિઝનેસ એક્ટિવિટી રહી નથી. એક કંપની બે વર્ષ નુકશાનમાં ચાલે છે અચાનક એક વર્ષ કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે અને બીજા જ વર્ષે કરોડ રૂપિયાનું નુકશાન કરી કહે છે કે તેમની બધી રેવેન્યુ લોસ થઇ ગઈ આ સમગ્ર ટ્રાંઝેક્શનસ કોઈ પણ સામાન્ય વ્યેક્તિને સમજાય તેમ નથી. એટલું જ નહીં અમિત શાહના કરીબી એવા રાજેશ ખાંડવાળાની કંપની KIFS Financial service દ્વારા જય શાહની કંપની ટેમ્પલ એન્ટરપ્રાઇઝને 15.78કરોડ રૂપિયા જેટલી લોન આપવામાં આવે છે. રસપ્રદ વાત છે કે રાજેશ ખાંડવાળાની KIFS Financial serviceકંપનીએ જે વર્ષમાં 15.78કરોડની લોન આપી તે વર્ષમાં તેમની કંપની માત્ર 7 કરોડ રૂપિયાની આવક ધરાવે છે. 7કરોડ રૂપિયાની આવક ધરાવતી કંપની 15.78 કરોડ રૂપિયાની લોન કેવી રીતે આપી શકે તે મોટો સવાલ છે. એટલું જ નહીં જે વર્ષે કંપની દ્વારા લોન આપવામાં આવી તે વર્ષના કંપનીના નાણાકીય રિપોર્ટમાં પણ આ વાતનો ઉલ્લેખ સુધ્ધા કરવામાં આવ્યો નથી. આ સિવાય પણ જય શાહની કંપની વિષે અનેક ચોંકવનારા ખુલાસા ધ વાયર દ્વારા કરવામાં આવ્યા છે.આમ આદમી પાર્ટી સમગ્ર પ્રકરણ પર સવાલ કરવા માંગે છે કે શું આ ફર્જી કંપની તો નથી? આ કંપનીને અચાનક જે 80.5કરોડનું ટર્નઓવર મળ્યું તે ક્યાંથી આવ્યું? આ પૈસા આવ્યા ક્યાંથી? આ નાણાં મનીલોન્ડરિંગના તો નથી ને ? કારણ કે મનીલોન્ડરિંગમાં પણ આજ પ્રકારે શેલ કંપનીઓમાં અચાનક મોટા પ્રમાણમાં પૈસા આવતા હોય છે અને અચાનક જતા રહેતા હોય છે. આજકાલ આવા અનેક નેતાઓની તપાસ થઇ છે જેમાં અનેક લોકો જેલમાં પણ છે. આમ આદમી પાર્ટી માંગ કરે છે કે જય શાહ ઉપર આ પ્રકરણમાં એફઆઈઆર નોંધવામાં આવે. સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ થાય અને દરેક ખાતાઓના તમામ ટ્રાંઝેક્શન્સની તપાસ થાય. સાથે અમિત શાહની પણ પુછપરછ થાય કે ક્યાંય તેમના દબાણ હેઠળ જ કોઈ ફાયદો પોહોંચાડવામાં નથી આવ્યો ને? પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાજેશ પટેલે જણાવ્યું હતું કે આ તમામ માંગણીઓ સાથે આમ આદમી પાર્ટી આવતી કાલથી એક અઠવાડિયું રાજ્યભરમાં આંદોલન કરશે. જેમાં આવતી કાલે અમદાવાદ ખાતે પાર્ટીના કાર્યકર્તાઓ અમિત શાહના અમદાવાદ સ્થિત નિવાસ્થાનનો ઘેરાવો કરશે. તારીખ 10ના રોજ રાજકોટ ,તારીખ 11ના બરોડા , 12 ના પાલનપુર , 13ના આણંદ અને તારીખ 14ના ભાવનગર ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.