બેઇજીંગ,તા.23
ચીનમાં ૨૦ વર્ષની યુવતી રોજ જરૂરિયાત કરતાં વધારે સનસ્ક્રીન લગાવતી હતી, જેને કારણે તેના હાડકાં નબળા પડી ગયા. એટલું જ નહીં પણ તેના ૧૦ હાડકાં પણ તૂટી ગયા.
જિયાઓ માઓ ઉધરસની સારવાર માટે ડોક્ટર પાસે ગઈ હતી અને ત્યાં તેને આ જાણકારી મળી. ગરમીની સીઝનમાં જિયાઓએ સ્ટ્રોથી બની ચટાઈ પર સૂવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ તેને ઉધરસની તકલીફ થઈ ગઈ. ટેસ્ટ દરમિયાન રિઝલ્ટ જાઈને ડોક્ટર પણ હેરાન થઈ ગયા હતા. ડોક્ટરે યુવતીને જણાવ્યું કે, હાડકાં તૂટી જવાનું કારણ સનસ્ક્રીન ઓબ્ઝર્વેશન હોઈ શકે છે. જિયાઓની ઉંમરની યુવતીને વિટામિન ડીની જરૂર હોય છે, તે અઠવાડિયાંમાં માત્ર ૩ દિવસ ૨૦ મિનિટ સુધી બેસવામાં મળી જાય છે. પરંતુ જા જરૂરિયાત કરતાં વધારે સનસ્ક્રીન લગાવવામાં આવે તો વિટામિન ડી મળતું નથી. જિયાઓએ પોતાની ત્વચા કાળી ન પડે એટલે સનસ્ક્રીન તો લગાવી દીધું પણ તેને ભોગે તેના હાડકાં તૂટી ગયા.