જલારામ સદાવ્રતના 200વર્ષ પૂર્ણ, ઐશ્વર્યા આવશે

થતાં ઉજવણી માટે ૧૮ જાન્યુઆરી થી ૨૬ જાન્યુઆરી વીરપુરમાં દ્વિ શતાબ્દી મહોત્સવ ઊજવાશે
જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોનાં સૂત્રને સાર્થક કરનાર પૂજ્યસંત શિરોમણી જલારામબાપાએ શરૂ કરેલા સદાવ્રતના 200વર્ષ પૂર્ણ થતાં અન્નક્ષેત્રદ્વિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત વીરપુરમાં મોરારિબાપુની કથાનું ભવ્ય આયોજન કરાયુંછે. અમરેલીના ફતેહપુરગામના પૂજ્ય ભોજલરામ બાપાના આદેશ અને પ્રેરણાથી વિક્રમસવંત ૧૮૭૬ની મહાસુદ બીજનાદિવસથી વીરપુરમાં સદાવ્રત હેઠળ ભૂખ્યાને ભોજન મળી રહ્યું છે. તેનાં 200 વર્ષની ઉજવણીમાટે ૧૮ જાન્યુઆરી થી ૨૬ જાન્યુઆરી વીરપુરમાં દ્વિ શતાબ્દી મહોત્સવ ઊજવવાશે. મોરારિબાપુની રામ કથા અને ૧૫ થી ૨૦ હજાર બ્રાહ્મણોને બ્રહ્મચોર્યાશીકરાવવામાં આવશે.
આ ઉજવણી કાર્યક્રમમાં 21 જાન્યુઆરીએ નામાંકિત ગાયિકા ઐશ્વરીયા મજમુદાર, 23 જાન્યુઆરીએ સૂફી સંગીતકાર રિચા શર્મા દ્વારા કલા પ્રસ્તુતિ ક્રરશે. આ માટે 30 હજારની બેઠકધરાવતો જર્મન ડોમ, 4 હજાર શ્રધ્ધાળુ માટે ગેસ્ટહાઉસની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત 2 ગેસ્ટહાઉસ ખોડલધામ ખાતે બુક કરાવ્યા છે તથા 1000થી વધુ સ્વંયમ સેવકો સેવા આપશે.

એક પણ રૂપિયો દાન સ્વીકારવામાં નથી આવતું. અને તેમ છતાં પણ ત્યાં હજારોની સંખ્યામાં રોજ લોકો જમે છે અને ખુબ જ મોટું અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. તે મંદિર આજે આખી દુનિયામાં ખુબ જ પ્રસિદ્ધ છે અને લોકો ત્યાં ખુબ જ દર્શન માટે આવે છે.

જલારામ બાપાનો જન્મ વર્ષ 1856 ની કારતક સુદ સાતમના દિવસે લોહાણા સમાજમાં ઠક્કરપૂર નામના ગામમાં થયો હતો. જલારામ બાપા બાળપણથી જ પ્રભુ ભક્તિમાં રસ ધરાવતા હતા અને તેમાં જ લીન રહેતા હતા. એટલું જ નહિ એક સમયે તેણે પોતાની પત્નીના ઘરેણા વહેંચીને પણ ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું હતું. આવા મહાન સંત પુરુષ જલારામ બાપાએ વીરપુરમાં એક સદાવ્રત ચાલુ કર્યું હતું. જે આજે અવિરત અને ક્યારેય બંધ ન થાય એ રીતે ચાલુ છે.

જુનાગઢ – રાજકોટ નેશનલ હાઈ-વે પર ગોંડલ અને જેતપુરની વચ્ચે વીરપુર આવેલું છે. ત્યાં આજે એક ખુબ જ મોટું મંદિર છે અને વીરપુર ધામ તરીકે આખા વિશ્વમાં ખુબ જ પ્રખ્યાત છે. ત્યાં કોઈ પણ ભેદભાવ વગર કોઈ પણ જ્ઞાતિના લોકો મંદિરમાં પ્રવેશી શકે છે અને ત્યાં ચાલતા અન્નક્ષેત્રમાં દરેકને સ્વમાન સાથે આવકાર મળે છે. ત્યાં કોઈ પણ વ્યક્તિ અન્નક્ષેત્ર વિના મુલ્યે પ્રસાદી મેળવી શકે છે.

વીરપુર જલારામ બાપાની જગ્યામાં કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી. તેમ છતાં ત્યાં લોકોને ભરપેટ ભોજન કરાવવામાં આવે છે. આખા વિશ્વનું આ એક માત્ર એવું મંદિર છે જ્યાં એક રૂપિયાનું પણ દાન સ્વીકારવામાં આવતું નથી. તો આપણા મનમાં સવાલ થાય કે આખરે કોઈ પણ દાન મેળવ્યા વગર તે અન્નક્ષેત્ર કંઈ રીતે ચાલે છે.

ભૂતકાળમાં આ મંદિરમાં એટલું બધું દાન આપવામાં આવ્યું હતું કે 9 ફેબ્રુઆરી 2002 પછી કોઈપણ ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. પહેલા મંદિરમાં દાન અને અનાજ સ્વીકારવામાં આવતું હતું. પરંતુ પછી જણાવવામાં આવ્યું કે મંદિર એટલું દાન આવી ગયું છે કે જેના દ્વારા પુરા 100 વર્ષ સદાવ્રત આરામથી ચાલી જશે. જેના કારણે ત્યાના ટ્રસ્ટ દ્વારા કોઈ પણ ભક્તોના સમ્માનને ઠેંસ ન પહોંચે માટે વિનમ્રતાથી દાન સ્વીકારવાની નાં પાડી દેવામાં આવી હતી.અહીં 24 કલાક સદાવ્રત ચાલે છે અને કહેવાય છે કે જે પણ લોકો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી વીરપુર જલારામ બાપાની જગ્યા પર આવે છે તેની મનોકામના જરૂર પૂર્ણ થાય છે. પરંતુ તમે જો ત્યાં એક રૂપિયાનું પણ દાન કરો તો ટ્રસ્ટ ખુબ જ વિનમ્રતાથી એ દાનને જલારામ બાપાના શરણે મુકીને પરત કરી દે છે. મિત્રો જલારામ બાપના પર્ચાઓના કારણે આ મંદિર આખી દુનિયામાં પ્રખ્યાત છે અને દિવસે દિવસે આ મંદિરની મુલાકાત લેતા ભક્તોની સંખ્યા વધી રહી છે.