જસદણ તા. ૧૧ શહેરને પીવા માટે પાણી પુરૂ પાડતા આલણસાગર તળાવમાં બુધવારે સવારે ર૦ ફુટે સપાટી પહોંચતાં નવા નીરના વધામણા જસદણના રાજેશભાઇ બાવાભાઇ પરમાર એ શ્રીફળ અગરબતીથી વધામણા કર્યા હતાં.
તેમણે એક યાદીમાં જણાવ્યું છે કે આલણસાગર તળાવ એકસો વર્ષથી વધુ સમયથી જસદણની તરસ બુઝાવે છે. ત્યારે આ તળાવની ર૦ ફુટે પાણીની સપાટી એ પહોંચતાં શહેરના લોકોની સુખાકારી માટે શ્રીફળ વધેરી નવા નીરના વધામણા કર્યા હતાં