જસદણ,તા:૧૯ જસદણના લોહીયાનગર વિસ્તારના જાગૃત નાગરિકોએ જસદણના ડેપ્યુટી કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ લોહિયા નગરમાં સરકારી જમીનમાં દબાણ કરવામાં આવ્યું છે તેની બાજુમાં દલિત સમાજને એક એકર જમીન ફાળવવામાં આવી છે તેની બાજુમાં આવેલી બીજી બે એકર સરકારી જમીન કેટલાક લોકો પચાવી પાડવા માંગે છે. બેલાના ચણતર થી દિવાલ કરીને સરકારી જમીનમાં દબાણ કરવામાં આવે છે અને પ્લોટિંગ કરીને ગેરકાયદેસર રીતે પચાવી પાડવાની કામગીરી થઇ રહી છે. આ બાબતે તાત્કાલિક તપાસ કરી યોગ્ય કરવાની રજૂઆત ગોખલાણા રોડ તથા રામેશ્વર નગર વિસ્તારના નાગરિકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું.