જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને ઓશવાળ સહિતની જાહેર સંસ્થા સાથે જોડાયેલા આર.કે. શાહે મિત્રના પત્નિની મિલકત વેચીને મોટું કૌભાંડ કહ્યું હોવાનું બહાર આવ્યું છે. જામનગરના સાધના ટ્રાન્સપોર્ટના માલિક કિલુભાઈ વસંતના અવસાન બાદ તેમના અંગત મિત્ર રમણીક કે. શાહ દ્વારા મિત્રના પરિવાર સાથે દગો કરીને જીઆઈડીસી ફેસ-3માં આવેલા પ્લોટનો આર.કે. શાહે બોગસ વેચાણ કરાર કરી બારોબાર આ પ્લોટ લાખો રૂપિયામાં વેચી નાખ્યાનું કૌભાંડ બહાર આવતા આર.કે. શાહ સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ થઈ છે. સોદા પેટે રૂ.55 લાખ લઈ લીધા હતા અને બીજા રૂ.1 કરોડ ઉપરના કબજા વગરનો વેચાણ કરાર કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
વર્ષાબેનના નામે પ્લોટ આવેલો છે. વર્ષાબેનના ભત્રીજા હેમલ મ. વસંત અને આર.કે. શાહ દ્વારા બોગસ વેચાણ કરાર ઉભું કરીને તેમાં વર્ષાબેનની ખોટી સહી કરીને વેચી માર્યો હતો. ઉપરાંત તેમના બેંક ખાતમાં ખોટી એન્ટ્રીયો આપવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.