જાફરાબાદ,તા.18
ગીર અને તેના આસપાસના વિસ્તારોમાં સિંહનું નિવાસસ્થાન છે. ત્યારે અહીં જંગલોમાંથી સિંહો હવે ગ્રામીણ વિસ્તારોમાં વિચરી રહ્યાં છે. જૂનાગઢ, અમરેલી અને ગીરસોમનાથ જેવા જીલ્લાઓમાં સિંહોના આંટાફેરા હોય છે. હવે ગીરના સાવજો દિવસે પણ ગામડાઓની સીમમાં ઘૂમતા જોવા મળી રહ્યાં છે. આવો જ એક વિડિયો વાઇરલ થયો હતો. અમરેલી જીલ્લાના જાફરાબાદના કાગવદર ગામેસિંહોના ધામા હતાં. કાગવદર લોઠપુર વડ સહિતના વિસ્તારોમાં સિંહો ખુબ જ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે…તેમજ આ વિસ્તારમાં સિંહોના આઁટાફેરા પણ વધી રહ્યાં છે. જંગલોમાં હવે સિંહોનો ખોરાક ખૂટી ગયો છે. વન્યજીવોનો નાશ થતાં હવે સિંહો ધીમેધીમે પોતાનો વસવાટ બદલી રહ્યાં છે. સિંહો ગ્રામીણ વિસ્તારોમાં આટાંફેરા કરીરહ્યાં છે. ખોરાકની શોધમાં સિંહો હવે રાતના બદલે દિવસ દરમ્યાન સિંહો લટાર મારત જોવા મળી રહ્યા છે…- એક સિંહણ દિવસના ઝાડી વિસ્તારમાં મોજથી આળોટી રહી હોય તેવા સમયે કોઇ રાહદારીએ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતાં. જોકે સાવજોએ ગામની આસપાસ ધામા નાંખતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. એકલદોકલ અવરજવર કરતાં લોકો માટે જાણે હવે બહાર નિકળવું પણ મુશ્કેલ બની ગયું છે. સાવજના હુમલાની બીકે હવે લોકો બહાર નિકળતાં ડરી રહ્યાં છે.