જાફરાબાદ તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર બહુમતિ સદસ્યોએ નામંજૂર કરી દીધું છે. તાલુકા પંચાયત કચેરીમાં વાર્ષિક બજેટની બેઠક મળી હતી. જેમાં 12 સભ્યો હાજર હતા. જેમાંથી 8 સભ્યોએ બજેટનો વિરોધ કરતા બજેટ નામંજૂર થયું હતું. આ અંગે તાલુકા પંચાયતના વિપક્ષી નેતા મનુભાઈ વાજાએ તાલુકા વિકાસ અધિકારીએ પદાધિકારીઓ કે સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર ખામીયુકત બજેટ રજૂ કરતાં તેનો 8 સદસ્યોએ વિરોધ કર્યો છે. તાલુકા પંચાયતના કુલ 16 સદસ્યો છે. જેમાંથી 13 સદસ્યો કાર્યરત છે. જેમાંથી એક સભ્ય ગેરહાજર હતા.