જાફરાબાદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મગુ સોલંકીનાં પુત્ર સુરેશના મકાનમાં દારૂની મહેફીલ

જાફરાબાદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મગુભાઈ સોલંકીનાં પુત્ર સુરેશના રહેણાંકના મકાનમાં દારૂની મહેફીલ માણતા લોકો પર પોલીસે 5 જાન્યુઆરી 2019માં દરોડો પાડયો પછી આજે પણ તેના તપાસ અહેવાલની રાહ જોવામાં આવી રહી છે.

જાફરાબાદ ટાઉન પોલીસ મથક દ્વારા સામાકાંઠા વિસ્‍તારમાં રહેતા પૂર્વ નગરપાલિકા પ્રમુખ મગુભાઈ સોલંકીના પુત્ર સુરેશ ભગુભાઈ સોલંકીના રહેણાંક મકાને કેટલાક ઈસમો પરપ્રાંતીય દારૂની મહેફીલ કરતા હોય જયાં રેઈડ કરતા પરપ્રાંતીય ઈંગ્‍લીશ દારૂ, બીયર તથા દારૂની મહેફીલની ચીજ-વસ્‍તુ સાથે કેફી પીણું પીધેલી હાલતમાં 8 ઈસમો પકડાય ગયેલા અને અંધારાનો લાભ લઈ નાસી ગયેલ 4 ઈસમો વિરૂઘ્‍ધ ઈંગ્‍લીશ દારૂની મહેફીલનો ગુન્‍હો રજી. કરેલી છે.

પકડાયેલ આરોપીઓમાં જગદીશભાઈ બાબુભાઈ બારૈયા, કિશોરભાઈ લાખાભાઈ બારૈયા, બાબુભાઈ રાણાભાઈ સોલંકી, તુલસીભાઈ છનાભાઈ સોલંકી, કરશનભાઈ રામજીભાઈ બાંભણીયા, હરેશભાઈ રામભાઈ બારૈયા, વિનોદભાઈ છનાભાઈ બારૈયા તથા લખમણભાઈ શુકરભાઈ બારૈયા રહે. તમામ જાફરાબાદ.

Read More

નાસી ગયેલ આરોપીઓમાં સુરેશભાઈ ભગુભાઈ સોલંકી તથા રાકેશભાઈ ભગુભાઈ સોલંકી તથા અન્‍ય બે અજાણ્‍યા ઈસમો રહે. તમામ જાફરાબાદ.

મળી આવેલ મુદામાલમાં ઈંગ્‍લીશ દારૂની રીંગપેક બોટલ નંગ-ર, મહેફીલમાં ઉપયોગ કરેલ અડધી ભરેલ ઈંગ્‍લીશ દારૂની બોટલ નં. 1, બીયરના રીંગ પેક ટીન નંગ 3, ઈંગ્‍લીશ દારૂની ખાલી બોટલ નંગ ર, બીયરના ખાલી ટીન નંગ ર તથા ગ્‍લાસ અને ચવાણું, મોબાઈલ નંગ 10 મળી કુલ દારૂની મહેફીલનોપ્રોહી મુદામાલ કિંમત રૂા. 1પ,100નો સાથે મળી આવેલ.

ઉપરોકત આરોપીઓ વિરૂઘ્‍ધ જાફરાબાદ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ધી પ્રોહી એકટ ક. 66(1) બી, 84, 68, 6પએ, ઈ, 116બી, 81 મુજબ ગુન્‍હો રજી. કરી સદરહું ગુન્‍હાની તપાસ ઈન્‍ચાર્જ જાફરાબાદ મરી પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર એસ.આર. શર્મા ચલાવી રહેલ છે અને નાસી ગયેલ આરોપીઓને પકડવા તજવીજ ચાલું છે.

Bottom ad