જામજોધપુરમાં પણ ખાતર કૌભાંડ, રાજ્યવ્યાપી બન્યું

કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા અને ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા ધ્વારા જામજોધપુરના ડેપો પર ખાતરની ખરાઈ કરવામાં આવી હતી. જેમાં ડીએપી બાદ એન પી કે અને એ પી એસ પ્રોડક્ટમાં પણ વજન ઓછું આવ્યું છે. જેતપુરમાં જીએસએફસીની સરદાર ડી.એ.પી. પ્રોડક્ટમાં જ આ વજન ઘટાડો સામે આવ્યો હતો. . જેમાં ગોડાઉનમાં પડેલા જથ્થાનો વજન કરતા ડીએપીમાં અહીં પણ વજન ઘટાડો સામે આવ્યો છે. અહીં બે બીજી બાબતો સામે આવી હતી. ડીએપી બાદ જામજોધપુર ગોડાઉનમાં પડેલી બોરીઓમાં સરદાર એ પી એસ બ્રાન્ડ અને એન પી કે બ્રાન્ડમાં પણ 300 થી 500 ગ્રામ વજન ઘટાડો સામે આવ્યો છે.

બુધ્ધિપૂર્વક આચરેલું ખેડૂતોને લૂંટવા માટેનું રાજ્ય વ્યાપી ષડયંત્ર છે, કૌભાંડ છે એમ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયા અને પ્રદેશ કોંગ્રેસ કિસાન સમિતિના ચેરમેન પાલ આંબલિયાએ મત દર્શાવ્યો છે.

ભાવમાં પણ લૂંટ થઈ હતી

રાસાયણિક ખાતરોમાં ડીએપી (ડાય)ના ભાવમાં 350 નો ધરખમ વધારો ઝીંકી 1400 કરી દેવાતા ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાયો છે. ડાય-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)ના ભાવ 50 કિલો દીઠ રૂ.1400 સુધી ચાલી રહ્યાં છે. જેમાં હવે વજનની છેતરપીંડી પણ થઈ છે.

ખેડૂતોની લૂંટ

GSFCના સરદારનું DAPની 50 કિલોની એક થેલીએ 2014 પહેલા રૂ.800નો ભાવ હતો તે વધીને રૂ.1400 થયો હતો. જેમાં સરેરાશ એક થેલીએ રૂ.500 ખેડૂતોની ખિસ્સામાંથી રૂ.110 કરોડ એક વર્ષના અને સરેરાશ 5 વર્ષના રૂ.400 કરોડથી રૂ.500 કરોડ ભાજપ સરકારે ખંખેરી લીધા હતા.

ખેડૂતોને સબસિડી રૂ.28.50 કરોડની ગુજરાાત સરકાર દ્વારા આપવામાં આવે છે. તમામ પ્રકારના કૂલ 25 લાખ ટન રાયાસણીક ખાતર ગુજરાતના ખેડૂતો વાપરે છે. જેના હિસાબે હવે સબસિડી બહુ રહી નથી. પણ ખેડૂતો પાસેથી લૂંટ ચલાવવામાં આવી રહી છે.

ખાતરમાં કેન્દ્ર સરકારની લૂંટ

કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે કહ્યું પણ ખાતરની સબસિડી 20 ટકા ઘટાડી દીધા બાદ ખાતર બનાવતી સરકારી કંપનીઓએ ભાવમાં 30 ટકા સુધીનો જંગી ભાવ વધારો કર્યો હતો. સરકારે ખેડૂતોને વચન આપ્યું હતું કે ભાવમાં વધારો નહીં થાય. 2014માં જે થેલી રૂ.800માં મળતી હતી તે 2019માં રૂ.1400માં મળે છે. રાસાયણિક ખાતરોના ભાવમાં ધરખમ વધારો થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વર્ષ સરેરાશ રૂ.122 કરોડની અને પાંચ વર્ષે રૂ.500 કરોડ લૂંટ ભાજપની નરેન્દ્ર મોદી સરકારે કરી હોવાનો આરોપ ખેડૂતો મૂકી રહ્યા છે.

ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ દેલાડએ જણાવ્યુંહતુંકે, સપ્ટેમ્બર 2017 દરમ્યાન જે ડીએપી ખાતરની 50 કિલોની થેલીના રૂપિયા 1086 હતા. 2018 સુધીમાં 20 ટકાથી પણ વધુ છે. સપ્ટેમ્બરમાં નોંધાયેલા ડીએપીના ભાવ સામે ફેબ્રુઆરી 2018માં સીધો રૂ.114 નો વધારા સાથે 50 કિલોની થેલીના ભાવ રૂ.1200 રહ્યો હતો. જેમાં વધારો થઈને સપ્ટેમ્બર 2018માં રૂ.1340 ઉપર પહોંચ્યો છે.

દેશમાં 277 લાખ ટન ખાતરોનો વપરાશ જ્યારે ગુજરાતમાં 2011-12 પ્રમાણે 17 લાખ ટન ખાતર વપરાય છે. 2019 પ્રમાણે 25 લાખ ટન ખાતર વપરાય છે.

જીએસએફસી, આઈપીએલ, હિન્‍ડાલ્‍કો, ઇફકો, કૃભકો, ચંબલ ફર્ટીલાઈઝર તથા ટ્રાન્‍સ એગ્રો ખાતર બનાવીને વેચે છે. ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા રૂ.85 કરોડની કિંમતે 90 હજાર મેટ્રિક ટન ખાતર ખરીદીને સ્ટોરેજ કરે છે.

દુકાળમાં 77 કરોડનો ભાવનો બોજ

ગુજરાતના 5000 હજાર જેટલા ગામડાંઓમાં ઓછો વરસાદ થવાના કારણે તેમનો પાક નિષ્ફળ ગયો હતો.  આ ખેડૂતોએ એક એકર દીઠ રૂ.14થી 20 હજાર સુધીનું ખાતર નાંખ્યું હતું. જેથી પાકને પોષક તત્વો મળી રહે. તે કરોડો રૂપિયાનું ખાતર હવે ખાતર પર દીવો બની ગયો છે. 2017-18માં રાસાયણિક ખાતરોમાં ડીએપી (ડાય)ના રૂ.1050 ભાવમાં રૂ.350નો ધરખમ વધારો ઝીંકી રૂ.1400 કરી દેતા ખેડૂતોમાં ભાજપ સરકાર વિરુદ્ધ વ્યાપક રોષ ફેલાયો છે. રૂ.77 કરોડ આ રીતે ભાવ વધારો કરીને ખેડૂતોને મોદી સરકારે ખંખેરી લીધા હતા.

GSFCનું નકલી DAP ખાતર

કૃષિ ભવન ગાંધીનગરના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મહેસાણા જિલ્લા નાયબ ખેતી નિયામક દ્વારા ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ કંપનીના નકલી રાસાયણિક ખાતરનું વેચાણ થતું હોવાનું પકડી પાડ્યું હતું. પોલીસે વિસનગર શહેરના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના ગામ કડા નજીક 10 ટન નકલી DAP રાસાયણિક ખાતર ભરેલી ટ્રક સાથે 3 શખ્સોની ધરપકડ કરી હતી. સરદાર ડીએપી માર્કાવાળી રાસાયણિક ખાતરની થેલીઓ છે. ભાવ કરતા અડધી કિંમતે વેચાણ કરવામાં આવતું હતું. ટ્રક આણંદની ગોલ્ડન ફર્ટીલાઇઝર્સ કંપનીમાંથી ભરવામાં આવ્યું હતું. વિષ્ણુ પટેલને બજાર ભાવ કરતા 50 ટકા નીચી કિંમતે આપવાનું હતું.