ગુજરાત સરકારનાં મંત્રી વાસણ આહીરની અશ્લિલ ઓડિયો ક્લિપને મામલે એક પત્રકારે પ્રશ્ન કરવાતાં રાજ્યનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની બોલતી બંધ થયી ગયી હતી. માત્ર એટલું જ નહી પરંતું જેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તરત જ વિજય રૂપાણી ઊભા થયી ગયા હતા. તેઓ રીતસર ભાગી જવા માંગતા હોય તેમ ઝડપથી બહાર નિકળી ગયા હતા.
પત્રકારે એવો પ્રશ્ન કર્યો હતો કે તમારા પ્રવાસન પ્રધાન વાસણ આહીર બે મહિલાઓ સાથે ગંદી ભાષામાં વાત કરી રહ્યાં હોવાનો ઓડિયો ક્લીપ ભાજપના જ કાર્યકરે જાહેર કરી દીધી તે અંગે પોલીસ તસાપ કરીને પ્રધાન સામે પગલા ભરશો કે કેમ. બીજા એક પત્રકારનો આ પ્રશ્ન એક બહેરા કાને અથડાયો હતો. જાણે તેમણે સાંભળ્યું જ નથી એમ તેઓએ ચાલતી પકડી હતી.
વાસણભાઇની ઓડિયો ક્લિપ અંગે પ્રશ્ન કર્યો હતો કે સરકારે આ મામલે શુ કાર્યવાહી કરી છે. સંવેદનશીલ મુખ્યમંત્રીની છાપ ધરાવતા રૂપાણીએ આહીરની ક્લિપ મામલે ‘હાલ આ વિષય નથી’ તેવું નિવેદન કરીને મૌન સેવી લીધુ હતુ. વધુ કોઈ પ્રશ્ન ક્લિપ મામલે આવે તેં પહેલા જ તેઓ ઉભા થયી ગયા હતા અને તરત જ બીએસએફનાં કેમ્પમાંથી બહાર નીકળી આવ્યા હતા.સીએમ રૂપાણીની આ મુલાકાત વખતે મંત્રી વાસણ આહીર પણ તેમની સાથે રહયા હતા. જો કે આ પ્રશ્ન રૂપાણીને પુછાયૉ તે પહેલા જ આહીર પણ રવાના થયી ગયા હતા.
રૂપાણી કચ્છમાં પાણીની સમસ્યા તથા અછતનાં કાર્યોનું મૂલ્યાંકન કરવા કચ્છનાં નારાયણ સરોવર ખાતે આવ્યા હતા. બીએસએફના કેમ્પમાંથી બહાર નીકળી ગયા હતા. લોકસભાની ચૂંટણીનાં બે દિવસ પહેલા જ કચ્છનાં અંજારનાં ધારાસભ્ય અને ગુજરાત સરકારનાં રાજ્યકક્ષાનાં પ્રવાસન પ્રધાન વાસણ આહીરની ઓડિયો ક્લિપ વાઇરલ થયી હતી. જેને લઇને ખાસ્સો એવો વિવાદ હજુ ચાલી રહ્યો છે. તે અંગે વાસણ આહીરે આજ સુધી મૌન જાળવી રાખ્યું છે. તેઓએ જાહેરમાં કંઈ કહ્યું નથી. હવે મુખ્ય પ્રધાન તેમના સાથી પ્રધાનનું રાજીનામું નૈતિકતાના આધાર પર લેશે એવું માનવામાં આવતું હતું. પણ કચ્છની ઘટના બાદ એવું લાગતું નથી કે વિજય રૂપાણી પોતાના વિવાદાસ્પદ પ્રધાનનું રાજીનામું લે.
ગુજરાત ભાજપ દ્રારા પણ આ મામલે મૌન સેવી લેવામાં આવ્યુ હતુ. વાસણ આહીરને મંત્રી મંડળમાંથી પડતા મૂકવાની અફવા વચ્ચે જ્યારે મુખ્યમંત્રી કચ્છ આવ્યા હતા.
કૉંગ્રેસ દ્રારા આ મામલે કોઈ જ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો ન હતો. માત્ર એક સ્થળે દેખાવો કરીને સંતોષ માની લીધો હતો.
વિજયભાઇ રૂપાણીએ અછતગ્રસ્ત કચ્છ જિલ્લાની મૂલાકાત લઇ પાણી, ઘાસચારો, પશુધન વગેરેની સર્વગ્રાહી સ્થિતીનો કયાસ કાઢયો હતો. લખપત અને અબડાસાના નારાયણ સરોવર અને કોટેશ્વરની મૂલાકાતથી કચ્છ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ઘાસચારા અછતની સ્થિતી એ બધી ચિંતા કરવાનું છોડી દ્યો, એમ તેમણે જણાવ્યું હતું. સપ્ટેમ્બર માસમાં જ 96 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી દીધા હતા. પાણી અંગેનું આયોજન ૩૧ જુલાઇ સુધીનું છે. એટલે, પીવાના પાણી બાબતે કોઇએ પણ સ્હેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. ટેન્કર દ્વારા જ્યા પાણી આપવામાં આવે છે, ત્યાં પશુઓ માટે ૨૦ લીટર પાણી વધુ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ આ વિસ્તારના માત્ર બે જ ગામોમાં ટેન્કરથી પાણી અપાય છે.
કચ્છને ૨૦૨૨ સુધી પાણીની સમસ્યામાંથી સંપૂર્ણ મુક્ત કરી દેવાનો સંકલ્પ પણ તેમણે વ્યકત કર્યો હતો. નખત્રાણા અને લખપત તાલુકાના ૨૨૦ ગામોમાં કુલ ૧૭,૪૭૫ ઘાસકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેમાં ૧,૬૩,૬૨૮ પશુઓનો નિભાવ કરવામાં આવે છે. ૧૨૫ કેટલ કેમ્પમાં ૬૩૫૨૪ પશુ આશરો લઇ રહ્યા છે. આ બન્ને તાલુકામાં ૩૧ ઘાસ ડિપો ખોલવામાં આવ્યા છે. ચાર પાંજરાપોળને રાહત દરે ૬,૧૩,૮૫૪ કિલો ઘાસ રાહત દરે આપવામાં આવ્યું છે.
અછતગ્રસ્ત બન્ને તાલુકામાં મનરેગા હેઠળ એપ્રિલ માસની સ્થિતિએ ૬૩ કામો લેવામાં આવ્યા છે. જેના થકી ૬૩૦૧ વ્યક્તિને રોજગારી મળી છે અને ૬,૮૬,૩૫૧ માનવ દિન રોજગારીનું સર્જન થયું છે. પાણી પુરવઠા બોર્ડની ૬૩
યોજના હેઠળ ૧૪૩ ગામોની બે લાખથી વધુ વસ્તીને આવરી લેવામાં આવી છે. આ માટે ૧૨૦૮ કિમિ લાઇન બિછાવવામાં આવી છે. પાણી માટે બાવન સ્થાનિક સ્ત્રોત, કાચા કૂવા બે, ચાલુ કરવામાં આવેલા કાચા કૂવા પાંચ અને કચેરી હસ્તકના ૭ ટેન્કર મારફત પાણી વિતરણ કરવામાં આવે છે. પાણીના સ્ત્રોતની વિગતો જોઇએ તો સ્થાનિક સ્ત્રોતથી ૬ એમએલડી, નર્મદાનું ૧૭.૫ એમએલડી, વ્યક્તિગત યોજનાનું ૯ એમએલડી મળી કુલ ૩૨.૫ એમએલડી પાણી આપવામાં આવે છે.



English





You must be logged in to post a comment.