જામનગરમાં એસટી ડેપો રોડ પર આવેલ એક હોસ્પિટલ તેમજ વાલ્કેશ્વરીમાં આવલી દિવ્યા હોસ્પિટલ તથા અન્ય એક ડોક્ટરને ત્યાં એક્સ રે તેમ જ સિટી સ્કેન મશીન સીલ કરવાની કામગીરી કરાઈ છે.
એટોમિક એનર્જી એક્ટ 1962ની જોગવાઈ હેઠળ ભારત સરકાર દ્વારા રેડીયેશન પ્રોટેકશન રૂલ્સ 2004 બનાવ્યો છે. જેમાં નિયમ મુજબ જરૂરી પ્રમાણપત્રો મેળવવા માટે તેમજ એકસ રે મશીન તેમજ કોમ્પીટન્ટ ઓથોરીટી પાસે લાયસન્સ રજિસ્ટ્રેશન મેળવવું ફરજીયાત છે. નિયમ મુજબ એકસ રે મશીનના રૂમની જગ્યા, સવલતો અને લેઆઉટના ધોરણો, ઓપરેશન સેફ્ટીનાં સાધનોનો સર્વે, દર્દીના રક્ષણ માટેનાં ધોરણો તેમજ સલામતીની જવાબદારી સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. અને ભંગ કરનારને એટોમિક એનર્જી એક્ટ 1962ની કલમ 24 મુજબ એક વર્ષની સજાનું પણ પ્રાધાન્ય છે. જામનગરમાં ત્રણ ડોક્ટર્સના સિટીસ્કેન અને એકસ રે મશીન સીલ કરવામાં આવ્યાં છે. લાયસન્સ રજીસ્ટ્રેશનમાં નિયમનાં ઉલ્લંઘન બદલ મશીન સીલ કરાતાં જામનગરમાં તબીબી ક્ષેત્રમાં ચકચાર મચી જવા પામ્યો છે. ભારત સરકારના એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ દ્વારા ડોકટર્સને ચેતવણી આપવા છતા લાયસન્સ રજીસ્ટ્રેશન કરાવવામાં વિલંબ કરતાં આખરે નોટીસ પાઠવી મશીન સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.ભારત સરકારના એઈઆઈબી વિભાગ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે.
જામનગરમાં એસટી ડેપો રોડ પર આવેલી એક હોસ્પિટલ તેમજ વાલ્કેશ્વરીમાં આવેલ દિવ્યા હોસ્પિટલ તથા અન્ય એક ડોક્ટરને ત્યાં મશીન સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. એટોમિક એનર્જી એક્ટ 1962ની જોગવાઈ હેઠળ ભારત સરકાર દ્વારા રેડીયેશન પ્રોટેકશન રૂલ્સ 2004 બનાવ્યો છે. જેમાં નિયમ મુજબ જરૂરી પ્રમાણપત્રો મેળવવા માટે તેમજ એકસ રે મશીન તેમજ કોમ્પીટન્ટ ઓથોરિટી પાસે લાયસન્સ રજીસ્ટ્રેશન મેળવવું ફરજીયાત છે.
જામનગરનાં ત્રણ નામાંકિત તબીબોને ત્યાં આ કાર્યવાહી કરવામાં આવતાં સફાળાં જાગેલાં અન્ય તબીબો અને હોસ્પિટલ સત્તાવાળાઓએ પણ પોતાનાં એક્સ રે અને સિટી સ્કેન મશીનોનાં લાયસન્સ રિન્યૂ કરાવવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, જે ત્રણ નામાંકિત તબીબોનાં આ મશીનો સીલ કરવામાં આવ્યાં છે તેઓ રાજકીય વગ સાથે પોતાની સામેની કાયદેસરની કાર્યવાહી રફેદફે કરાવે છે કે પછી તેમને સજા થાય છે
ગુજરાતી
English




