જામનગરમાં નળ જોડાણ ભૂત કરી ગયું ?

જામનગરમાં નળ જોડાણનું કામ મૃત્યુ પામેલી વ્યકિતના નામે મેળવીને કરવામાં આવ્યું છે. કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા નળ જોડાણ પેટે નાણા ભરનાર લોકોએ પહોંચ મેળવી લેવા માટે વિડિયો મોકલી આપ્યો છે. જે આખા જામનગરમાં ફરી રહ્યો છે.

જામનગરમાં 1.09 લાખ નળ જોડાણ છે. 2013થી ભળેલા નગરસીમ વિસ્તારના કુલ 15,461 જોડાણો છે. 3 હજાર નળ જોડાણ વોર્ડ 12ના વિસ્તારમાં આવેલા છે. અહીં નળ જોડાણ મેળવવા રૂા.3800 રકમ ભર્યા બાદ કામ કરવામાં આવ્યું હતું. જે બાદ નળ જોડાણ મળી ગયા છે. પહોંચ હજુ લોકોના હાથમાં આવી નથી.

કોર્પોરેટર જેનબબેન ખફીને જાણ કરતા કંઈક ખોટું થયું હોવાનું લાગતાં લોકો જોગ એક વીડીયો મોકલી આપ્યો હતો. કોન્ટ્રાકટર નિયુકત થયા હતા તેનું અવસાન થઈ ગયું છે. છતાં વર્ક ઓર્ડર મૃતક કોન્ટ્રાકટરના નામના હોવાનું સામે આવ્યું છે. નાણા આપી દીધા બાદ નળ જોડાણ નોંધાશે નહીં. ખરેખર કોને ઠેકો આપવામાં આવ્યો હતો તેની તપાસ થવી જોઈએ. શું ભૂત આપીને કામ કરી ગયું છે, એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે