તા:૧૬,
થોડા દિવસ પહેલા જ નડિયાદમાં એક બિલ્ડીંગ ધરાશાયી થતા 4 લોકોનાં મોત થઇ ગયા છે અને હવે જામનગરમાં પણ આવી જ એક ઘટના બની છે, અહી શાક માર્કેટ પાસે આવેલા દેવુભાં ચોકમાં એક બે માળનું મકાન ધરાશાયી થઇ ગયું છે, જેમાં એક વ્યક્તિનું મોત થઇ ગયું છે અને 4 લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યાં છે, ઘટના બાદ ફાયર બ્રિગેડનો કાફલો અહી પહોંચી ગયો હતો અને કાટમાળ હટાવીને 4 લોકોને હોસ્પિટલ ખસેડ્યાં હતા
જ્યારે મકાનમાં સમારકામ ચાલી રહ્યું હતુ ત્યારે કેટલાક મજૂરો પણ અહિયા હતા અને તે સમયે જ અચાનક જૂનું મકાન ધરાશાયી થતા અફડા તફડી ફેલાઇ ગઇ હતી, હાલમાં પણ કેટલાક લોકો કાટમાળમાં દબાયેલા હોવાની શક્યતા છે.