જામનગરમાં રાઘવજી ભાજપમાં ગયા પછી કોંગ્રેસની સ્થિતી યથાવત

1 સપ્ટેમ્બર 2017માં ધારાસભ્ય રાઘવજી પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા તેને એક વર્ષ થયું છે. આ જિલ્લામાં કોંગ્રેસે સ્થિતી સુધારવા માટે કોઈ જ પ્રયાસ 6 નવેમ્બર 2018 સુધી કર્યો નથી.  તે દિવસોમાં જામનગરના રાજકારણમાં ભૂકંપ થયો હતો. જામમનગર શહેરમાં પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજાએ કોંગ્રેસના કાંગરા ખેરવ્યા બાદ આજે જામનગર જીલ્લામાં રાઘવજીભાઈ પટેલનું વાવાઝોડુ ત્રાટકયુ હતુ. આ રાજકીય ભૂકંપમાં કોંગ્રેસની ધ્રોલ, જોડીયા અને જામનગર તાલુકા પંચાયતો ધરાશયી થઈ ગઈ છે અને ત્રણેય તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ ઉપરાંત જામનગર માર્કેટીંગ યાર્ડ અને ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં કોંગ્રેસનો સાવ સફાયો થયો છે અને ભાજપનું શાસન સ્થપાયુ છે.આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા દલસુખભાઈની ઉપસ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલની સાથે જામનગર જિલ્લાના દોઢ ડઝન જેટલા પ્રદેશ કોંગ્રેસ સમિતિ તથા જામનગર જિલ્લાના મુખ્ય આગેવાનો ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખો, ઉપપ્રમુખો, સભ્યો તથા ૧૬૦ જેટલા સરપંચો, ઉપસરપંચો એ પણ સામુહિક રીતે કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ભગવો ખેસ ધારણ કરતા રાજકીય ધરતીકંપ સર્જાયો છે.કોંગ્રેસ હાઈકમાન્ડ પાટીદાર સમાજ પ્રત્યે ઉદાસીનતા દાખવી રહ્યાનું અને મુખ્ય આગેવાનોનું આડકતરી રીતે અપમાન તથા અવગણના કરી રહ્યુ હોવાની રજુઆત સાથે રાઘવજીભાઈએ છેલ્લા એક વર્ષથી ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી ધ્યાન દોર્યુ હતું પરંતુ પ્રદેશ સમિતિ દ્વારા અવગણનાનુ નિરાકરણ લાવવાના બદલે ગેરશિસ્ત આચરનારાઓને શિરપાવ આપતા રાઘવજીભાઈ પટેલ ભારે નારાજ થયા હતા અને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.ભાજપનો ભગવો ધારણ કરતા પહેલા જામનગરના બન્ને કોંગ્રેસી ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ અને હકુભા જાડેજાએ પોતપોતાના મત વિસ્તારના મુખ્ય આગેવાનો, કોર્પોરેટરો, તાલુકા પંચાયતના આગેવાનો, સરપંચો સાથે રૂબરૂ મુલાકાત કરી સૌના અભિપ્રાયો મેળવ્યા હતા અને અંતે તમામ સ્તરે અપમાન, અવગણના અને હડધૂતભર્યા વાતાવરણ કરતા છેડો ફાડવાનો નિર્ણય લેવાયો હતો અને વાત પહોંચી હતી કોંગ્રેસને સામુહિક રીતે રામરામ કરવા તરફ.આજે કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ભગવો ધારણ કરનારાઓમાં રાઘવજીભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય), જામનગર જીલ્લા કોંગ્રેસના પ્રવકતા બકુલસિંહ જાડેજા, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી, પ્રદેશ નિરીક્ષક તથા આહીર અગ્રણી મારખીભાઈ લાખાભાઈ વસરા, જામનગર મહિલા સમિતિના પ્રમુખ હંસાબેન, બુજડ, જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ મુંગરા, જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રસીકભાઈ કોડીનારીયા, જીલ્લા પંચાયતના મહિલા – બાળ વિકાસ સમિતિના ચેરમેન માલતીબેન ભાલોડીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન ચભાડીયા, જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી અને તાલુકા માર્કેટીંગ યાર્ડના ડીરેકટર કાનાભાઈ આંબલીયા, ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ઉપપ્રમુખ દિલીપસિંહ શાંતુભા જાડેજા, ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન રસીકભાઈ ભંડેરી, જોડીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ બપોલીયા, ધ્રોલ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન ભીમજીભાઈ મકવાણા તથા જામનગર જીલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ ચિરાગ વાંક પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે.આ ઉપરાંત જોડીયા તાલુકા પંચાયતના ૪ સભ્યો, જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ મનુભા હરીસિંહ કંચવા, મહામંત્રી વિજયભાઈ મકવાણા, મંત્રી હાર્દિક ભીમાભાઈ કાછડીયા, મંત્રી રમેશભાઈ મેંદપરા, મંત્રી વિઠ્ઠલભાઈ વસોયા, જામનગર ગ્રામ્ય વિધાનસભા ૭૭ ના પ્રમુખ રાજદીપસિંહ ઝાલા, યુવક કોંગ્રેસના મહામંત્રી નકુમ, જગદીશભાઈ તથા આખી કારોબારી સમિતિએ પણ કેસરીયો ખેસ ધારણ કર્યો છે.જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી કાનજીભાઈ પરમાર, મંત્રી અરજણભાઈ વકાતર, કાર્યાલય મંત્રી કાનાભાઈ આંબલીયા તથા પાંચ કારોબારી સભ્યો પણ ભાજપમાં જોડાયા છે.જામનગર તાલુકા પંચાયતના ૯ સભ્યો, ધ્રોલ તાલુકા પંચાયતના ૯ સભ્યો, ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ૧૧ સભ્યો, જોડીયા માર્કેટીંગ યાર્ડના ૨ સભ્યો, સીક્કા શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી જેન્તીભાઈ, સીક્કા શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષાબેન કુંડલીયા, રશ્મિબેન, પ્રવીણભાઈ બુજડે પણ કોંગ્રેસને રામ રામ કર્યા છે.જામનગર તાલુકા કોંગ્રેસના માલધારી સેલના પ્રમુખ ખોડાભાઈ બાંભવા, જાંબુડાના બાબુભાઈ વરૂ, ઉપપ્રમુખ માલધારી સેલના ૩૩ સભ્યોએ પણ સામુહિક રીતે કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ભગવો ધારણ કર્યો છે. જામનગર તાલુકાના સરપંચોમા પણ હીરાભાઈ સબાડ, ગોરધનભાઈ મકવાણા, બળદેવસિંહ જાડેજા, વિજરખીના જયાબેન ચૌહાણ સહિત ૧૦૬ સરપંચ, ઉપસરપંચ તથા વરીષ્ઠ કોંગ્રેસી કાર્યકરોએ પણ રાઘવજીભાઈ પટેલ અને તેમની રામ સાથે ભાજપમાં પ્રવેશ કર્યો છે.આ ઉપરાંત ધ્રોલ તાલુકાના લતીપુર સરપંચ લાલજીભાઈ સંખાવરા, બીજલકાના ગીતાબેન ચીખલીયા, હજામ ચોરાના ગાયત્રીબા જાડેજા, મોટા ઈંટાળાના કાંતીભાઈ મુંગરા સહિત ૮ સરપંચો તથા ૯ ઉપસરપંચોએ પણ કોંગ્રેસને રામ રામ કર્યા છે.