જામનગર જિલ્લામાં ખાનગી કંપની તેમજ ઔદ્યોગિક એકમોના કારણે છેલ્લા ઘણા સમયથી વાતાવરણ પ્રદૂષિત બની રહ્યું છે અને આવા વાતાવરણના કારણે વરસાદ પણ અપૂરતો પડી રહ્યો હોવાના સોશ્યલ મીડિયાના માધ્યમથી પત્રિકા તાજેતરમાં જ વાયરલ થવાના કારણે ચકચાર જાગી હતી. ખાનગી કંપનીના પ્રદૂષણના કારણે ખાસ કરીને ખેતીની જમીન વગેરેને પણ અસર પડી રહી છે. આ મામલે જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ અવાજ ઉઠાવતા ચોંકાવનાર જવાબો સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ સત્ર દરમિયાન જામનગર જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યના કારણે ભારે ચર્ચામાં રહ્યું છે.
વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા તારાંકીત તેમજ અન્ય પ્રશ્ર્નો જામનગર જિલ્લાના ઉઠાવવામાં આવ્યા હતા. જેમાં જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયાના વિધાનસભામાં પ્રશ્ર્નો કરેલ કે, જામનગર જિલ્લામાં બે વર્ષ દરમિયાન પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કેટલી ફરિયાદ ઉઠી છે. ત્યારે બે વર્ષ દરમિયાન 11 એકમો સામે પ્રદૂષણ મામલે 46 જેટલી ચોંકાવનારી ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે.
તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલ ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલે ધારાસભ્યનો સાથ સહકાર માંગી પ્રદુષણ ઓકતી રિલાયન્સ રિફાઇનરી વિરૂઘ્ધ જંગ જાહેર કર્યાના અઠવાડિયામાં જ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઇ ધારવીયાના સુરતાલ ફરી ગયા છે. રિલાયન્સના કારણે આજુબાજુના 40 ગામોમાં ઓછો વરસાદ થતો હોવાના હાર્દિક પટેલના આક્ષેપનું ખંડન કરી ધારાસભ્ય ધારવીયાએ ગત વર્ષે રિલાયન્સની આજુબાજુમાં બેસુમાર વરસાદ પડયો હોવાનું જણાવ્યું હતું. રિલાયન્સને કલીનચીટ આપી હતી.
જો કે, રિલાયન્સ રિફાઇનરીના કારણે આજુબાજુના ગામોમાં પ્રદુષણની માત્રા વધી હોવાની વાત જગજાહેર છે અને આ મુદ્રે હાર્દિક પટેલે લડત આપવાની જાહેરાત કરી છે. ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ જણાવ્યું હતું કે રિલાયન્સ વિરૂઘ્ધ પ્રદુષણ ફેલાવવા અંગેની કોઇ ફરિયાદ મળે તો તેઓ ચોકકસપણે સંકલન અને ફરિયાદની બેઠકથી લઇ વિધાનસભા સુધી પ્રશ્ર્ન ઉઠાવશે.
પન્ના ડેમ ખેડૂતો માટે નહીં રિલાયન્સ-એસ્સાર માટે
હાર્દિક પટેલે હાલારના ખેડૂતોની સમસ્યા અને યુવા વર્ગ માટે રોજગારીના પ્રશ્ર્ને લડત શરૂ કરી દિધી હોવાનું જણાવી રિલાયન્સ-એસ્સારને આડે હાથ લેતાં ઉમેર્યું હતું કે, વર્ષોથી કાનાલુસ અને સસોઇ વચ્ચે આવેલો ડેમ આજે રિલાયન્સ-એસ્સાર જેવી જાયન્ટ ઇન્ડસ્ટ્રીઝએ કબ્જે કરી લઇ ખેડૂતો અને ગ્રામીણ જનતાની પીવાના પાણીની અને સિંચાઇની સુવિધા ઝૂંટવી લીધી છે, લડત આપી પ્રજાની સુવિધા પ્રજાને પાછી અપાવીશ.
રિલાયન્સ સામે ‘એલાન-એ-જંગ’ના મંડાણ કરતો હાર્દિક
રિફાઈનરીના પ્રદૂષણના પાપે જામનગરના 40 ગામોમાં વરસાદ નથી થતો
હાર્દિક પટેલે રિલાયન્સ સામે એલાન-એ-જંગના મંડાણ કરતાં જણાવ્યું હતું કે, એશિયાની સૌથી મોટી રિલાયન્સ રિફાઇનરી જામનગરમાં આવેલી આથી જામનગર જિલ્લામાં રિલાયન્સના પ્રદૂષણથી વરસાદ ઓછો થાય છે. જામનગરમાં રિલાયન્સનો દબદબો હોવાથી જમીનની કિંમત વધે છે એટલે ગુંડાગર્દી વધે છે.
પ્રદુષણ મુદ્દે જાયન્ટ રિલાયન્સ કંપનીને પણ વખોળી કાઢી હતી.
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 2200 ખેડૂતોના આપઘાતના બનાવોને ટાંકી સરકારને સુફિયાણી સલાહ આપી હતી કે દીકરી વગર જેમ દીકરાની આસ ન રખાય એમ ખેડૂત વગર રોટલો ક્યાંથી આવશે ? પગાર વધારાનો વિરોધ કરી એ રુપુયા ખેડૂતોને આપવા કહ્યું હતું. ભાજપની ખેડૂતલક્ષી નીતિને ખોટી કહી હાર્દિકે જુઠાણા ફેલાવવામાં ગોલ્ડ મેડલ આપવો પડે એમ ઉમેર્યું હતું. મેં સ્થાનિક નેતાઓને કહ્યું હતું તમે ખેડૂતો અને રિલાયન્સ વિરુદ્ધની વાત કરો, કોઈ એ વાત નથી કરતું તેથી ખેડૂત અધિકાર સંમેલનમાં જોડાયો છું એમ હતું.
રિલાયંસ હપ્તો બાંધી દે છે
જામનગરમાં ઓછા વરસાદ અને દુષ્કાળ માટે પ્રદુષણને આગળ ધર્યું હતું અને આ મુદ્દે લડાઈ છેડવાની વાત કરી હતી. સ્થાનિક જનપ્રતિનિધીઓને પણ આડે હાથ લઇ પટેલે કહ્યું હતું કે મુકેશ અંબાણી -ભાજપને ના પાડી દે, અમિત શાહ આરસી ફળદુ અને પૂનમબેન સંમેલનમાં આવવાની પાડી હશે એટલે સમલેંન માં નથી આવ્યા. ત્યારે રિલાયન્સ સામે કોણ અવાજ ઉઠાવે જે લડે તેને રિલાયન્સ ફોન કરી દએ, હપ્તો બાંધી આપે, ખેડૂતોની વાત ત્યાંની ત્યાં જ રહી જાય છે. હવે મારે જોવું છે રિલાયન્સ મને કેમ તોલે છે ? એમ કહી ભવિષ્યમાં કંપની સામે મોરચો માંડવાની ગર્ભિત ચીમકી ઉચ્ચારી હતી.