બહાદુરશાહને મદદ કરનાર જામ લામાજીની પિતરાઈ ભાઈઓએ હત્યા કરી હતી તેની હત્યા કરીને કચ્છમાં શાસન ઊભું કરનારા મુઘલ સમ્રાટ હુમાયુના શરણમાં દિલ્હી ભાગી ગયા. સિંહ દ્વારા ઘવાયેલા સમ્રાટને તેમણે બચાવી લીધા હતા અને તેમની મદદ કરવા હુમાયુએ કચ્છમાં સૈન્ય મોકલવામાં આવ્યું હતું. જે કુળ પછીથી હુમલાઓ કરીને નવાનગર – જામનગર વસાવ્યું હતું.
Assembly Seats: – 76- Kalavad (SC), 77-Jamnagar Rural, 78-Jamnagar North, 79-Jamnagar South, 80-Jamjodhpur, 81-Khambhalia, 82-Dwarka.
| વિધાનસભા બેઠક | કૂલ | SC દલિત | આદિજાતિ | મુસ્લિમ | OBC – ઓબીસી | GENERAL – સામાન્ય | |||||||||||
| નામ | ઠાકોર | કોળી | રબારી | ચૌધરી | અન્ય | લેઉવા પટેલ | કડવા પટેલ | ક્રિશ્ચિયન | બ્રાહ્મણ | જૈન | દરબાર | અન્ય | |||||
| 76 | kalavad | 1,88,035 | 37,661 | 71 | 12,778 | 0 | 5,670 | 5,207 | 0 | 12,334 | 43,120 | 35,008 | 0 | 5,831 | 3,383 | 24,306 | 2,666 |
| 77 | jamnagar R | 1,77,680 | 15,420 | 514 | 32,697 | 0 | 5,407 | 10,455 | 0 | 41,101 | 24,770 | 16,292 | 26 | 3,404 | 1,737 | 16,201 | 9,656 |
| 78 | jamnagar N | 1,65,948 | 24,553 | 480 | 23,248 | 0 | 8,413 | 821 | 0 | 25,205 | 9,110 | 10,405 | 451 | 13,601 | 11,510 | 20,271 | 17,880 |
| 79 | jamnagar S | 1,71,210 | 19,121 | 0 | 32,709 | 0 | 5,604 | 2,001 | 0 | 12,938 | 14,820 | 8,425 | 42 | 11,761 | 12,547 | 10,854 | 40,388 |
| 80 | jam jodhpur | 1,73,833 | 14,375 | 0 | 12,863 | 0 | 10,099 | 5,910 | 0 | 27,660 | 16,375 | 30,112 | 19 | 11,125 | 5,993 | 18,895 | 20,407 |
| 81 | khambhalia | 2,20,951 | 13,831 | 3,322 | 36,241 | 0 | 4,128 | 11,546 | 0 | 1,00,097 | 177 | 5,858 | 0 | 11,138 | 1,292 | 14,728 | 18,593 |
| 82 | dwarka | 2,11,886 | 21,655 | 1,885 | 17,357 | 0 | 11,948 | 11,759 | 0 | 1,11,297 | 404 | 238 | 0 | 9,952 | 1,006 | 10,755 | 13,630 |
| કૂલ 2012 પ્રમાણે | 13,09,543 | 1,46,616 | 6,272 | 1,67,893 | 0 | 51,269 | 47,699 | 0 | 3,30,632 | 1,08,776 | 1,06,338 | 538 | 66,812 | 37,468 | 1,16,010 | 1,23,220 | |
| પક્ષને મળેલા મત | 2014 લોકસભા | 2017 વિધાનસભા |
| BJP | 4,84,412 | 4,69,390 |
| INC | 3,09,123 | 4,59,251 |
| તફાવત | 1,75,289 | 10,139 |
2014 લોકસભા
| મતદાર | : | 1470952 |
| મતદાન | : | 852989 |
| કૂલ મતદાન (%) | : | 57.98 |
| ઉમેદવાર – ઉમેદવારનું નામ | પક્ષ | કૂલ મત | % મત |
| AHIR VIKRAMBHAI ARJANBHAI MADAM | INC | 309123 | 36.24 |
| POONAMBEN HEMATBHAI MAADAM | BJP | 484412 | 56.79 |
| SAMA YUSUF | BSP | 8234 | 0.97 |
| KASAMBHAI | RKEP | 1254 | 0.15 |
| JHALA RAJENDRASINH | AAAP | 4911 | 0.58 |
| SAIYAD ABUBAKAR IBRAHIM | SP | 940 | 0.11 |
| CHANDRAVIJAYSINH TAKHUBHA RANA | IND | 876 | 0.10 |
| DALIT ASHOK NATHABHAI CHAVDA | IND | 744 | 0.09 |
| DALIT JITESH BABUBHAI RATHORE | IND | 706 | 0.08 |
| DHANJIBHAI LALJIBHAI RANEVADIA | IND | 777 | 0.09 |
| DHARAVIYA VALLABHBHAI | IND | 1043 | 0.12 |
| NARIYA PRAVINBHAI VALLABHBHAI | IND | 1811 | 0.21 |
| PADHIYAR LALJIBHAI KARABHAI | IND | 1188 | 0.14 |
| PANDYA CHIRAGBHAI HARIOMBHAI | IND | 1541 | 0.18 |
| BATHWAR NANJIBHAI | IND | 3667 | 0.43 |
| MAMAD HAJI BOLIM | IND | 8596 | 1.01 |
| MEMAN RAFIK ABUBAKAR POPATPUTRA | IND | 5811 | 0.68 |
| VAGHER ALI ISHAK PALANI | IND | 3946 | 0.46 |
| VAGHER JAVIDBHAI OSMANBHAI NOLE | IND | 1247 | 0.15 |
| VANIYA GANGAJIBHAI | IND | 795 | 0.09 |
| SACHADA HABIB ISHABHAI | IND | 819 | 0.10 |
| SUTHAR HANSABEN HARSUKHBHAI GORECHA | IND | 592 | 0.07 |
| SUMARA AMANDBHAI NOORMAMADBHAI SUMARA | IND | 760 | 0.09 |
| SODHA SALIMBHAI NURMAMADBHAI | IND | 885 | 0.10 |
| SANDHI MAMADBHAI HAJIBHAI SAFIA | IND | 1377 | 0.16 |
| None of the Above | NOTA | 6588 | 0.77 |
છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો
2004 Ahir Vikrambhai Arjanbhai Madam INC
2009 Ahir Vikrambhai Arjanbhai Madam INC
2014 Poonamben Madam BJP
26 ઉમેદવારો
- મુળુભાઇ કંડોરિયા – કોંગ્રેસ
- પૂનમબેન હેમતભાઇ માડમ ભારતીય જનતા પાર્ટી
- કચ્છી દાઉદભાઈ નાથાભાઈ અપક્ષ
- વાઘેલા સુનિલ જેઠાલાલ બહુજન સમાજ પાર્ટી
- સમા યુસુફ સુલેમાન ગુજરાત જનતા પંચાયત પાર્ટી
- ભાવના જાડેજા – અપક્ષ
- સહદેવ સિંહ ચૂડાસમા – અપક્ષ
- રબારી કરશન – અપક્ષ
- અલીમામદ ઈશાકભાઈ પાલણી – અપક્ષ
- ચાવડા અશોક – અપક્ષ
- વલ્લભ સોજીત્રા – અપક્ષ
- કચ્છી દાઉદભાઈ – અપક્ષ
- મકરાણી ઓઝાઝ અહેમદ – અપક્ષ
- પોપટપુત્રા રફીક અકબરી – અપક્ષ
- દોંડા જેન્તીલાલ અરજણ – અપક્ષ
- જામી જાહીદભાઈ આવદભાઈ – અપક્ષ
- ભંડેરી અમરશભાઈ છગન – અપક્ષ
- રસિક લાલજી નકુમ – અપક્ષ
- ભાખરાણી કાલાભાઈ જીવાભાઈ – અપક્ષ
- મૃદુલ અશ્વિનકુમાર બક્ષી – અપક્ષ
- વિજય નસુખભાઈ સાપરીયા – અપક્ષ
- બાથવાર નાનજી અમરશી – અપક્ષ
- શુંભણીયા અમીન અબ્બાસભાઈ – અપક્ષ
- આમદભાઈ નુરમામદભાઈ મેકાણી – અપક્ષ
- ચોહાણ ધીરજ કાંતિલાલ – અપક્ષ
- નકુમ નર્મદાબેન ખોડાલાલ – અપક્ષ
વિકાસના કામો
- નામાંકિત બાંધણી અહીંની જાણીતી કાપડની વસ્તુ છે.
- લાખોટા તળાવ અહીં સારી રીતે વિકસાવવામાં આવ્યું છે.
- પિવાના પાણીની કંઈક અંશે મુશ્કેલી દૂર થઈ છે.
પ્રશ્નો – ઘટનાઓ
- સાંસદ પુનમ માડમ ગટરમાં પડી ગયા ત્યારથી વિકાસ પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યાં છે, તેઓ ગટરમાં પડી ગયા બાદ તેમનો વિડિયો સૌથી વધું વાયરલ થયો છે. જે વિકાસની પોલ ખોલે છે.
- 1960થી શરૂ થયેલી પિત્તળની વસ્તુ માટે પ્રસિદ્ધ છે. પિત્તળ બનાવતાં અનેક કારખાના છે. જેમાં મંદી ઊભી થઈ છે. છઠ્ઠી વાર ભાજપની સરકાર સત્તા પર આવતા અને કેન્દ્રમાં એનડીએના નેજા હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવતાં ધાતુ પાર્ટસ ઉદ્યોગની સમસ્યાઓ ઉકેલાય તેવી આશા ઉદ્યોગને બંધાઈ હતી, પણ કંઈ થયું નથી.
- મરિન નેશનલ પાર્કમાં બે પેટ્રોલીયમ રિફાઈનરી ઉદ્યોગને કારણે પ્રદુષણનો ખતરો છે.
- રૂ.100 કરોડના ઇવાપાર્ક જમીન કૌંભાડનો કેસ લડી રહેલાં વકીલ કીરીટ જોશીની હત્યાનો કેસ કાયદો અને વ્યવસ્થાને માટે પડકાર આપે છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા પર પોલીસ કોન્સ્ટેબલ દ્વારા જ હુમલો કરાયો હતો.
- પાંચ ટર્મથી ચૂંટાતા કોર્પોરેટર કરશન કરમૂરે પણ ભાજપ સરકારની નિષ્ફળતાઓ વર્ણવી ‘આઘા રહેજો વિકાસ ગાંડો થયો છે’ ની પોસ્ટ પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરતા વિવાદ સર્જાયો હતો.
- જામજોધપુરમાં ભાજપના નેતાઓ દારૂના ધંધામાં જોડાયેલા હોવાથી ભાજપને ફટકો પડ્યો છે.
પ્રભાવશાળી વ્યક્તિઓ
દિનેશ પરમાર, પૂર્વ રાજવી પરિવાર, આર. સી. ફળદુ, ભાજપના મહામંત્રી ભીખુ દલસાણીયા, માડમ પરિવાર, ચંદ્રેશ પટેલ
2019ની સંભાવના
- કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર દક્ષિણ, જામજોધપુર વિધાનસભા બેઠકો પર પાટીદારો નિર્ણાયક છે, આ સિવાય આહીર જ્ઞાતિ પણ આ લોકસભા બેઠક પર મોટું સ્થાન ધરાવે છે.
- જામનગર શહેરમાં પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલ અને હકુભા જાડેજા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતાં કોંગ્રેસની ધ્રોલ, જોડીયા અને જામનગર તાલુકા પંચાયતોના સભ્યો પણ ભાજપમાં જોડાતાં પંચાયતોમાં ભાજપનું શાસન આવ્યું છે. માર્કેટીંગ યાર્ડોમાં ભાજપનું પ્રભુત્વ વધ્યું છે.
- યોગી આદિત્યનાથની સભામાં પાંખી જનમેદનીથી ભાજપમાં ચિંતાનું મોજુ છવાઈ ગયું હતું.
- કાલાવાડ, જામનગર ગ્રામ્ય, જામજોધપુર, જામ ખંભાળિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના તો જામનગર ઉત્તર – દક્ષિણ, દ્વારકા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અને નેતાઓ ભાજપમાં પક્ષાંતર કર્યું છતાં લોકસભા પછી કંગ્રેસનું પ્રભુત્વ વધ્યું છે.
- બન્ને પક્ષો માટે કટોકટ રહેલી આ બેઠક પર ભાજપ વિધાનસભાના પરિણામોને આધારે પાતળી બહુમતીથી આગળ છે.
ભાજપ
- માજી સાંસદ ચંદ્રેશ પટેલ કે જે જિલ્લા ભાજપના પ્રમુખ છે, તેમના પુત્રવધૂની હત્યા કરવાની વિગતો બહાર આવતાં અને કોંગ્રેસમાંથી પક્ષાંતર કરાવવાની ઘટનાઓ બાદ ભાજપની પ્રતિષ્ઠા ધોવાઈ છે.
- જામનગર પુનમ માડમ મોદીની ગુડબુકમાં અને વિસ્તારની કામગીરી સારી છે. તેમને પણ ફરીથી ભાજપ ટિકિટ આપે તેવી પુરેપૂરી સંભાવના છે. પૂનમ માડમ સ્થાનિક ક્ષેત્રે કામગીરી કરવામાં અગ્રેસર રહ્યાં છે. લોકસભામાં ત્રણ વર્ષમાં 83% હાજરી રહી છે અને 286 પ્રશ્નો પૂછીને 30 વખત ચર્ચા કરી છે.
કોંગ્રેસ
- જામનગરમા નારાજ એવા વિક્રમ માડમ સહિતના મજબુત નામો ઉભર્યા છે.
- જામનગર બેઠક પર 3 નામ – વિક્રમ માડમ, હેમંત ખવા અને મેરામણ ગોરીયા.
વચનો પુરા ન થયા
- ભાજપ દ્વારા 2017ની ચૂંટણીમાં કહ્યું હતું કે, અમારી સરકાર આવશે પાર્કીંગ ઝોનની વ્યવસ્થા કરીશું, તે માત્ર ઠાલા વચનો સાબિત થયા છે.
- 1995થી ભાજપે રોજ પાણી આપવાનું ચૂંટણી વચન આપ્યું તેને 22 વર્ષ થયા પછી નળમાં પિવાનું રોજ પાણી આપવામાં આવતું નથી.
- 2007માં ઓકટ્રોય નાબૂદ કરી ત્યારે વાર્ષે રૂ.30 કરોડની આવક હતી. વર્ષે 20 ટકા ગ્રાંટ વધારવાનું વચન આપ્યું હતું, તે પ્રમાણે રૂ.110 કરોડની આવક હોત, જે નહીં પાળીને આર્થીક હાલત ખરાબ કરી છે.
- ખેડૂતોને કપાસના ભાવ રૂ.1300 અને મગફળીનો ભાવ રૂ.1400 આપવા ભાજપે વાયદો કર્યો હતો.
- ઉદ્યોગગૃહો એક એક રમતને દત્તક લઈને રમતવીરોને પ્રોત્સાહન આપશે અને રમતવીરોને અગ્રિમતાના ઘોરણે નોકરી મળે, તે બાબતે પગલાં લેવામાં આવશે. એવું વચન 2002માં આપ્યું હતું. પણ જામનગર ક્રિકેટનું પિયર કહેવાય છે જ્યાં તેનો અમલ થયો નથી.
- સમુદ્ર કાંઠે નદીઓના પાણીને રોકાશે, સેલીનીટીનો પ્રશ્ન હળવો થશે અને ભૂગર્ભમાં જળ વધશે. એવું ચૂંટણી વચન આપેલું અહીં પાણી વધું ખાંરા થયા છે.
- ભાજપે વચન આપ્યું હતું કે, ખેતી માટેનો વીજ પુરવઠો 14 કલાક આપવાનું આયોજન કરીશું. જે ક્યારેય થયું નહીં.
ગુજરાતી
English


