જામનગર,તા. 29 જામનગર જિલ્લામાં બપોર સુધી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગર અને તેની આસપાસના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના બધા તાલુકોઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જામજોધપુર તાલુકામાં અનરાધાર બે ઇંચ વરસાદ
જોડિયા તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જામનગર શહેરમાં પણ એક ઇંચથી વધુ વરસાદ અને શહેરમાં વરસાદથી નવરાત્રીના આયોજનોમાં વિઘ્ન આવી ગયા છે. જામનગર મા સવાર ના 6 થી બપોરનાં 12 વાગ્યા સુધી જામજોધપુર….49 મિલીમીટર , જોડીયા….36 મીમી જામનગર…30 મીમી , લાલપૂર .21 મીમી , ધ્રોલ….18 મીમી , કાલાવડ….9 મીમી વરસાદ નોંધાયો હતો. જામનગરના તમામ બંધમાં પાણીની નવી આવકો થઇ રહી છે. આ ઉપરાંત મોરબી , દ્વારકા , ખંભાળિયા , સલાયા સહીત ના વિસ્તારો માં પણ ભારે વરસાદને પગલે સ્થિતિ વણસી હતી. આસપાસના ગામડાઓ અને સીમમાં પાણી ભરાઈ ગયા હતા. રોડ એને રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળતા લોકો ને આવવાજવાની એનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો।