જામનગર લોકસભા બેઠકમાં મતદાન ઓછું કેમ થાય છે

જામનગર લોકસભા બેઠક ઉપર ૧૯પ૭ થી ૨૦૦૯ સુધીમાં માત્ર ચાર વખત જ પચાસ ટકાથી વધુ મતદાન થયું છે. એ સિવાય મતદાનની ટકાવારી પચાસ ટકાથી ઓછી જ રહેવા પામી છે. આ બેઠક ઉપરના વિજેતા ઉમેદવારોમાં પ્રથમ સાંસદ એટલે કે, ૧૯પ૧માં જયારે બેઠકનું નામ હાલાર હતું તેના વિજેતા ઉમેદવાર કોંગ્રેસના મેજર જનરલ એમ. એસ. હિંમતસિંહજી હતા. જેમને બિનહરીફ બેઠક મળી હતી. ૧૯પ૭માં બોમ્બે બેઠકના વિજેતા ઉમેદવાર કોંગ્રેસના હાથી જયસુખલાલ શંકર હતા. તેમને ૯૦૯૧૪ મત મળ્યા હતાં.

જયારે ૧૯૬૨થી જામનગર બેઠક નામ પડયું. ૪-જામનગર બેઠક ઉપર પણ કોંગ્રેસના મનુભાઇ શાહ સાંસદ તરીકે ચૂંટાયા હતાં. તેમને ૧,૨૨,૬૨૮ મત મળ્યા હતાં. ૧૯૬૭માં એન. દાંડેકર સ્વતંત્ર પક્ષના ચૂંટાયા હતા.
તેમને ૧,૧૧,૬૩૬ મત મળ્યા હતાં. ૧૯૭૧માં કોંગ્રેસના દોલતસિંહ જાડેજાૂને ૧,૪પ,૨૭૭ મત મળતા તેઓ વિજેતા થયા હતાં. ત્યારબાદ જામનગરની બેઠકનો ક્રમ ૩-જામનગર થયો અને ૧૯૭૭ના વર્ષમાં બી.એલ.ડી. પક્ષના વિનોદભાઇ શેઠને ૧,૨૧,૭૯૦ મત પડયા હતાં, તેઓ વિજેતા થયા હતાં. ૧૯૮૦માં પણ દોલતસિંહને ૧૩૩૯૭૮ મત અને ૧૯૮૪માં પણ દોલતસિંહને ૧,૭૭,૩૧૭ મત મળતા તેઓ વિજેતા થયા હતાં.
૧૯૮૯માં ભાજપના ચંદ્રેશ પટેલને ૧,૮૨,૩પ૬ મત મળતા વિજેતા થયા હતાં. જયારે ૧૯૯૧માં પણ ભાજપના ચંદ્રેશ પટેલ ૧,૭૮,૦૨૭ મત મળતા તથા ૧૯૯૬માં પણ તેમને ૧,પ૬,પ૪૦ મત મળતા તેઓ વિજેતા થયા હતાં. તેમજ ૧૯૯૮માં પણ તેઓ ભાજપમાંથી જ ચૂંટણી લડી ૨,૩૧,૧૨૪ મત મેળવી સાંસદ થયા હતાં. તો વળી ૧૯૯૯માં પણ તેઓ જ ૧,૯૦,૭૨૬ મત મેળવી વિજેતા થયા હતાં. જયારે ૨૦૦૪માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિક્રમ માડમ ૨,૦૪,૪૬૮ મત મેળવી સાંસદ બન્યા તેમજ ૨૦૦૯માં પણ તેઓ ૨,૭૯,૦૨૪ મત મેળવી સાંસદ થયા હતાં. આ વખતે ૧૨-જામનગર બેઠક બની હતી. આમ, આ બેઠકનો ઇતિહાસ રોચક છે.
હાલારના મતદાનની ટકાવારી ૩પ થી પપ ટકા વચ્ચે જ વધઘટ
જામનગરની લોકસભા બેઠક ઉપર મતદાનની ટકાવારી વધઘટ થતી રહી છે. ૧૯પ૧માં તો બિનહરીફ બેઠક હતી. બાદમાં ૧૯પ૭માં ૩પ.૦૨, ૧૯૬૨માં ૪૨.૧૩, ૧૯૬૭માં પપ.૮૬, ૧૯૭૧માં૪૯.૨૨, ૧૯૭૭માં પ૨.પ૦, ૧૯૮૦માં ૪૭.૨૩ ટકા, ૧૯૮૪માં પપ.૩૧ ટકા, ૧૯૮૯માં ૪૪.પ૦ ટકા, ૧૯૯૧માં ૪૭.૮૬, ૧૯૯૬માં ૩પ.પ૭ ટકા, ૧૯૯૮માં પ૩.૨૩ ટકા, ૧૯૯૯માં ૩૭.૩૩ ટકા, ૨૦૦૪માં ૪૦.૪૬ ટકા અને ૨૦૦૯માં ૪પ.૮૭ ટકા મતદા થયું હતું. જેથી અત્યાર સુધી સૌથી વધુ પપ.૩૧ ટકા ૧૯૮૮માં તથા સૌથી ઓછુ ૧૯પ૭માં ૩પ.૦૨ ટકા મતદાન થયું. જયારે ગત લોકસભા ચૂંટણીમાં એટલે કે ૨૦૦૯માં ૪પ.૮૭ ટકા મતદાન થયું હતું. મતદારોની જાગૃતિ માટે તંત્ર જહેમત ઉઠાવતું હોય છે. પરંતુ કોને ખબર કેમ, મતદાન નોંધપાત્ર થતું નથી. હા, વિધાનસભા ચૂંટણીઓમાં લોકસભા ચૂંટણી કરતા વધુ મતદાન ઘણી વખત થાય છે.
જામનગર બેઠકનું નામ-નંબર બદલતા રહ્યા
જામનગરની લોકસભા બેઠકનું સૌ પ્રથમની એટલે કે પહેલી લોકસભા વખતેનું નામ હાલાર હતું. જયારે ૧૯પ૭માં આ બેઠકનું નામ બોમ્બે થયું. જયારે ૧૯૬૨થી જામનગર બેઠકનું નામ જામનગર થયું અને ૪-જામનગર બેઠક ગણાઇ હતી. તેમજ ૧૯૭૭ના વર્ષમાં આ બેઠકનો ક્રમ ૩-જામનગર થયો હતો અને અંતે ૨૦૦૯ના વર્ષમાં ૧૨-જામનગર લોકસભા બેઠકના નામ-નંબર નિયત થયા હતાં. આમ પ્રથમથી ગણીએ તો આ બેઠકનો પાંચમી વખત ક્રમ કે નામ બદલાયા છે.
ચંદ્રેશ પટેલ પાંચ વખત, દોલતસિંહ ત્રણ વખત અને વિક્રમ માડમ બે વખત સાંસદ બન્યા