સુરતની હેપ્પી એલેન્ઝા વેસુમાં દર વર્ષની જેમ યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત આ વખતે નવતર પ્રયાસ રૂપે આઈ.પી.એલ.ની જેમ બોક્ષ (જાળી) ક્રિકેટની એલેન્ઝા પ્રિમીયર લીગ ટુર્નામેન્ટ રમાઈ હતી. જેને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો હતો. અલગ પ્રકારની પણ રોમાંચક આ ટુર્નામેન્ટના ૧પ દિવસ અગાઉ સોસાયટીના સ્ટાર ખેલાડીઓની હરાજીથી ખરીદી થયેલી ટીમ માલીકોની હાજરીમાં રસાકસી ભરી હરાજી થઈ હતી. જેમાં પુરૂષોની આઠ ટીમ અને મહીલાઓની ચાર ટીમની પસંદગી થઈ હતી. જે દરેક ખેલાડીની ૩૦૦૦, પ૦૦૦ અને ૧૦,૦૦૦ એમ ત્રણ કેટેગરીમાં પસંદગી થઈ હતી. જે દરેક ટીમની ૩ લીગ મેચ રમાઈ હતી. છેલ્લે બે રોમાંચક સેમી ફાઈનલ બાદ કલિસ્તા ટાઈટન (મહેશભાઈ માંગુકીયા) ટીમ ફાઈનલમાં વિજેતા થઈ હતી. જ્યારે મહીલાઓની ટીમમાં મેસ્જીયસ ગીલીન્ડર્સ (ઉર્વિશાની ટીમ) મેદાન મારી ગઈ હતી. વિજેતા ટીમોના ખેલાડીઓને હર્ષોલ્લાસથી વધાવી લેવાયા હતા. આ ટુર્નામેન્ટમાં બાળકો એટલે કે બચ્ચા પાર્ટીએ શાનદાર દેખાવ કરી દર્શકોના દિલ જીતી લીધા હતા. મોટી સંખ્યામાં સોસાયટીના દર્શકોએ આ ટુર્નામેન્ટને માણી હતી અને અફલાતુન આયોજન બદલ આયોજકોને બિરદાવ્યા હતા.