[:gj]જિંજર સાણંદમાં પોતાની પ્રથમ લીન લક્સ હોટલ શરૂ કરી[:]

[:gj]જિંજરએ ડાયમન્ડ સિટી સુરતમાં એની બીજી હોટેલ લોંચ કરી હતી. આ હોટેલ લોંચ થવાની સાથે બ્રાન્ડે આખા ભારતમાં 50 ઓપરેટિંગ પ્રોપર્ટીની સીમાચિહ્ન સફળતા હાંસલ કરી હતી.

જિંજરનાં મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દીપિકા રાવે કહ્યું હતું કે, “અમને 50મી જિંજર હોટેલ ખોલવાની જાહેરાત કરવાની ખુશી છે. જિંજરની લીન લક્ઝ હોટેલની નવી ઓફરને જબરદસ્ત આવકાર મળ્યો છે. સુરતમાં અમારી આ બીજી હોટેલ છે, જે શહેરનાં વ્યવસાયની વધતી સંભવિતતા પૂરી કરશે.”
જિંજર સુરત સિટી સેન્ટર શહેરનાં હાર્દમાં વ્યૂહાત્મક રીતે સ્થિત છે, જે રેલવે સ્ટેશન અને મહત્ત્વપૂર્ણ વાણિજ્યિક કેન્દ્રોથી થોડી મિનિટનાં અંતરે સ્થિત છે. આ હોટેલ 109 રૂમ, કાફે એટ કેટેરા – ધ ઓલ-ડે ડિનર, કોન્ફરન્સ રૂમ અને ફિટનેસ સેન્ટર ધરાવે છે.

હોટેલ ડાયનેમિક સ્પેસ, વર્ક અને પ્લેનો સુભગ સમન્વય, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સમજણનો સમન્વય પ્રસ્તુત કરીને કોન્ટ્રાસ્ટનું સહઅસ્તિત્વ પ્રસ્તુત કરે છે. વાઇબ્રન્ટ, ક્વિર્કી, સ્વાભાવિક અને સ્માર્ટ અનુભવ પ્રદાન કરવા એને ડિઝાઇન કરવામાં આવી છે. લીન લક્ઝ પ્રવાસીઓને ‘નેવર સ્ટોપ’ લાઇફસ્ટાઇલનો અનુભવ પ્રદાન કરે છે.

સુરત ભારતનાં ગુજરાત રાજ્યનું શહેર છે. આ ડાયમન્ડનું કટિંગ અને પોલિશિંગ સેન્ટર છે. વળી આ શહેર દેશનું ટેક્સટાઇલ કેન્દ્ર કે ભારતનાં સિલ્ક સિટી તરીકે પણ પ્રસિદ્ધ છે. શહેર તાપી નદીનાં કિનારે સ્થિત છે અને ડુમસ બીચ અને 16મી સદીમાં નિર્મિત સુરતનાં કિલ્લા જેવા કેટલાંક સુંદર જોવાલાયક સ્થળો ધરાવે છે.[:]