જિયોથી 100 ટકા ડિજિટલ સાક્ષરતા હાંસલ કરવાનું સ્વપ્ન

જિયોએ પહેલી વાર ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર યુઝર માટે ડિજિટલ જાણકારી આપવા માટેનો પ્રોગ્રામ “ડિજિટલ ઉડાન” શરૂ કર્યો ગુજરાતી સહિત 10 પ્રાદેશિક ભાષાઓમાં ઓડિયો-વિઝ્યુલ તાલીમ આપવા સહિત વિવિધ મોડ્યુલ્સ ધરાવતો સૌથી મોટો, સૌપ્રથમ ડિજિટલ સાક્ષરતાં કાર્યક્રમ હાથ ધરવા ફેસબુક સાથે જિયો કાર્યરત મુંબઈ, 3 જુલાઈ, 2019: જિયોએ આજે ભારતમાં ડિજિટલ સાક્ષરતા અભિયાનની જાહેરાત કરી હતી. આ નવી પહેલ છે, જેનું નામ “ડિજિટલ ઉડાન” છે.

આ પહેલનો ઉદ્દેશ ઇન્ટરનેટનો પહેલી વાર ઉપયોગ કરતાં યુઝરને ડિજિટલ જાણકારી અને એની સમજણ પૂરી પાડવાનો છે. જિયોને કારણે 300 મિલિયનથી વધારે યુઝર ડિજિટલ ક્રાંતિમાં સામેલ થયાં છે, જેમાંથી અનેક લોકોએ જિયો સાથે એમની ઇન્ટરનેટ સફર શરૂ કરી છે.ડિજિટલ ઉડાન પહેલનાં ભાગરૂપે જિયો એનાં યુઝર્સને દર શનિવારે જિયોફોનની ખાસિયતો વિશે જાણકારી આપશે, વિવિધ એપનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજાવશે તેમજ ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સાથે ડિવાઇઝ અને પોતાનાં એકાઉન્ટની સલામતી કેવી રીતે જાળવવા એ અંગે ઉપયોગી સમજણ આપશે, જેમાં જિયોફોન પર ફેસબુકનો ઉપયોગ કરીને પોતાનાં મિત્રો અને પરિવારજનો સાથે સરળ, સલામત અને સુરક્ષિત રીતે કેવી રીતે જોડાવું એ પણ સામેલ છે.

આ તમામ જાણકારી ગુજરાતી સહિત 10 પ્રાદેશિક ભાષાઓમાં ઓડિયો-વિઝ્યુઅલ તાલીમ મારફતે આપવામાં આવશે.

ડિજિટલ ઉડાનનાં મોડ્યુલ વિકસાવવા માટે જિયો ફેસબુક સાથે કામ કરે છે, જે આ શહેરો અને સમુદાયોમાં વસતાં લોકો માટે પ્રસ્તુત છે. આ પહેલ ટ્રેનરને ટ્રેનિંગ આપશે તેમજ ટ્રેનિંગ વીડિયો અને ઇન્ફોર્મેશન બ્રોશર્સ પણ પૂરાં પાડશે.આ પ્રોગ્રામની શરૂઆત દેશનાં 13 રાજ્યોનાં આશરે 200 જુદાં જુદાં સ્થળોમાં થઈ છે. ટૂંક સમયમાં આ પહેલ જિયોફોનનાં લાખો યુઝર અને ઇન્ટરનેટનો પહેલી વાર ઉપયોગ કરતાં લાખો લોકોને સક્ષમ બનાવવા 7,000થી વધારે લોકેશનમાં પહોંચશે એવી અપેક્ષા છે.

આ પહેલ વિશે રિલાયન્સ જિયોનાં ડાયરેક્ટર આકાશ અંબાણીએ કહ્યું હતું કે, “જિયો ભારતીય ગ્રાહકોને ડિજિટલ લાઇફનો વધારે સારો અનુભવ આપવા મુખ્ય આંતરરાષ્ટ્રીય પાર્ટનર્સ સાથે કામ કરવા હંમેશા આતુર રહે છે. આનુ એક ઉદાહરણ ડિજિટલ ઉડાન પહેલ છે,જે માહિતીની અસમાનતા આડેનાં અવરોધો દૂર કરવામાં અને રિયલ ટાઇમમાં સુલભતા પ્રદાન કરવામાં મદદરૂપ થશે. આ સર્વસમાવેશક માહિતી, શિક્ષણ અને મનોરંજન માટેનો પ્રોગ્રામ છે, જેમાં કોઈ પણ ભારતીય આ ડિજિટલ અભિયાનમાંથી બાકાત નહીં રહે.

જિયોએ ભારતનાં દરેક નગર અને શહેરમાં આ પહેલ હાથ ધરવાનું અને દેશમાં 100 ટકા ડિજિટલ સાક્ષરતા હાંસલ કરવાનું સ્વપ્ન સેવ્યું છે.”આ પહેલ વિશે ફેસબુક ઇન્ડિયાનાં વીપી અને એમડી શ્રી અજિત મોહને કહ્યું હતું કે, “જિયો લાખો ભારતીયોને ભારતની ડિજિટલ ક્રાંતિમાં સહભાગી બનાવી સક્ષમ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. એનાથી ઇન્ટરનેટનાં વ્યાપમાં વધારો થશે. આ અભિયાનમાં ફેસબુક સાથીદાર સંસ્થા છે અને અમને નવા ઇન્ટરનેટ યુઝર્સને આકર્ષિત કરવામાં તથા ઇન્ટરનેટની સુલભતા થવાથી એમાં રહેલી શક્તિનો તેમને પરિચય કરાવવાની વ્યવસ્થા ઊભી કરવામાં જિયો સાથે જોડાણ કરવાની ખુશી છે.”

આ વિશિષ્ટ પહેલ સહભાગીને દેશ અને દુનિયા સાથે ડિજિટલ રીતે જોડશે. તેઓ ફેસબુક અને જિયોની ઘણી બધી એપ દ્વારા માહિતીનાં મહાસાગરથી પરિચિત થશે, સરકારી લાભો અને કાર્યક્રમોનો લાભ મેળવશે, આવશ્યક સેવાઓ સરળતાપૂર્વક મેળવશે અને સાથે સાથે મનોરંજન પણ મેળવશે.