જિયોને માઈક્રોસોફ્ટ સાથે જોડાણ કરવાની ખુશી છે – મુકેશ અંબાણી

જિયો અને માઇક્રોસોફ્ટે ભારતમાં ડિજિટલ પરિવર્તનને ઝડપથી વેગ આપવા જોડાણ કરવાની જાહેરાત કરી હતી. તેનાથી ગુજરાતને કેટલો ફાયદો થશે તે કેપની તરફથી જાહેર કરાયું નથી.

રેડમોન્ડ, વોશિંગ્ટન અને મુંબઈ – 12 ઓગસ્ટ, 2019: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની રિલાયન્સ જિયો
ઇન્ફોકોમ લિમિટેડ (જિયો) અને માઇક્રોસોફ્ટ કોર્પોરેશને વિશિષ્ટ, વિસ્તૃત, લાંબા ગાળાનાં વ્યૂહાત્મક સંબંધોની શરૂઆત કરી છે, જેનો ઉદ્દેશ ભારતીય અર્થતંત્ર અને સમાજનાં ડિજિટલ પરિવર્તનને વેગ આપવાનો છે. આ 10 વર્ષની સમજૂતી અંતર્ગત બંને કંપનીઓની વૈશ્વિક સ્તરની સંયુક્ત ક્ષમતાઓ ભારતીય વ્યવસાયો માટે કનેક્ટિવિટી, કમ્પ્યુટિંગ, સ્ટોરેજ સોલ્યુશન્સ અને અન્ય ટેકનોલોજી સેવાઓ અને આવશ્યક ઉપયોગિતાઓનો વિસ્તૃત સેટ ઓફર કરશે તેમજ એનાં હાલનાં અને નવા વ્યવસાયો સહિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિસ્તૃત ઇકોસિસ્ટમને આવરી લેશે.

જિયો અને માઇક્રોસોફ્ટ સંયુક્તપણે લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો વચ્ચે ડેટા એનાલીટિક્સ, એઆઈ, કોગ્નિટિવ સર્વિસીસ, બ્લોકચેઇન, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને અત્યાધુનિક કમ્પ્યુટિંગ જેવી અગ્રણી ટેકનોલોજીની સ્વીકાર્યતા વધારવાનો ઉદ્દેશ ધરાવે છે, જે તેમને સ્પર્ધાત્મક બનવા અને વૃદ્ધિ કરવા સજ્જ કરશે, ત્યારે ભારતમાં ટેકનોલોજી-સંચાલિત જીડીપી વૃદ્ધિને વેગ આપવામાં મદદરૂપ થશે અને મોટા પાયે અત્યાધુનિક ટેકનોલોજી સોલ્યુશન્સની સ્વીકાર્યતા વધારશે.
આ કરારના ભાગરૂપે:
1. જિયો ક્લાઉડ-આધારિત ઉત્પાદકતા સાથે એની આંતરિક વર્કફોર્સ પ્રદાન કરશે અને માઇક્રોસોફ્ટ 365 સાથે
ઉપલબ્ધ ટૂલોનું જોડાણ કરશે તેમજ એની નોન-નેટવર્ક એપ્લિકેશન્સને માઇક્રોસોફ્ટ એઝ્યોર ક્લાઉડ પ્લેટફોર્મ
પર સ્થળાંતરિત કરશે.
2. દરેકને, દરેક બાબતોને, દરેક જગ્યાને જોડવાનો ઉદ્દેશ ધરાવતું જિયોનું કનેક્ટિવિટી માળખું જિયોની ક્લાઉડ-ફર્સ્ટ
સ્ટ્રેટેજીનાં ભાગરૂપે સ્ટાર્ટઅપ્સની વધતી ઇકોસિસ્ટમની અંદર માઇક્રોસોફ્ટ એઝ્યોર ક્લાઉડ પ્લેટફોર્મની
સ્વીકાર્યતાને વેગ આપશે.
3. જિયો સમગ્ર ભારતમાં તમામ સ્થળોમાં ડેટા સેન્ટર્સ સ્થાપિત કરસે, જે અત્યાધુનિક ગણતરી, સ્ટોરેજ અને
નેટવર્કિંગ ક્ષમતાઓ ધરાવશે તથા માઇક્રોસોફ્ટ જિયોની ઓફરને સપોર્ટ કરવા આ ડેટા સેન્ટર્સમાં એનાં એઝ્યોર
પ્લેટફોર્મને સ્થાપિત કરશે. 7.5 મેગાવોટ પાવરનો વપરાશ કરતાં આઇટી ઉપકરણ ધરાવી શકે એવા શરૂઆતનાં
બે ડેટા સેન્ટર ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્થાપિત થયા છે. એનો લક્ષ્યાંક કેલેન્ડર વર્ષ 2020 સુધીમાં સંપૂર્ણપણે
કાર્યરત થવાનો છે.
4. જિયો ભારતીય વ્યવસાયોની જરૂરિયાતો પર કેન્દ્રિત ઇનોવેટિવ ક્લાઉડ સોલ્યુશન્સ વિકસાવવા માઇક્રોસોફ્ટ
ક્લાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે. આ જિયોએ વિકસાવેલા સોલ્યુશન્સ દ્વારાઃ
a. ભારતીય સ્ટાર્ટઅપ્સને અસરકારક અને વાજબી ક્લાઉડ માળખા અને પ્લેટફોર્મ સર્વિસીસ સુલભ થશે, જે
તેમને ઇનોવેટિવ ઉત્પાદનો અને સેવાઓ વધારે ઝડપથી અને વધારે વાજબી ખર્ચે વિકસાવવા સક્ષમ
બનાવશે.

b.  ભારતમાં લઘુ અને મધ્યમ વ્યવસાયો ક્લાઉડ આધારિત વિવિધ ઉત્પાદકતા, જોડાણ અને વ્યાવસાયિક
ઉપયોગિતા ધરાવશે, જેમાં ઓફિસ 365 સામેલ છે, જે તેમને ભારતીયબજારમાં વધારે અસરકારકતા સાથ સ્પર્ધા
કરવા સક્ષમ બનાવશે.
c.      મોટી કંપનીઓ નવા જિયો સોલ્યુશન્સનો ઉપયોગ કરીને તેમનાં પોતાનાં ડિજિટલ પરિવર્તનને વેગ
આપવા સક્ષમ બનશે, જે ઘણાં મોટા ઉદ્યોગસાહસોની અંદર અત્યારે ઉપયોગી માઇક્રોસોફ્ટ ઓફર સાથે કામ કરી
શકે છે.
d.     ભારતમાં પાર્ટનર ઇકોસિસ્ટમ તેમનાં ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતો પૂર્ણ કરવા અને તેમનાં વ્યવસાયને
ઝડપથી આગળ વધારવા જિયોની નવી ઓફરોનો ઉપયોગ કરવાની તક ધરાવશે.
5.     જિયો મુખ્ય ભારતીય ભાષાઓ અને બોલીઓને સપોર્ટ કરે એવા સોલ્યુશન્સ વિકસાવવા માઇક્રોસોફ્ટ સાથે
સંયુક્તપણે કામ કરીને ભારતીય ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ સ્પીચ અને કમ્પ્યુટર વિઝન સોલ્યુશન્સનાં એનાં વિઝનનો
અમલ કરશે, જે ભારતીય સમાજનાં તમામ વર્ગો વચ્ચે ટેકનોલોજીની સ્વીકાર્યતા વધારશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “જિયોને તમામ ભારતીયોને
ટેકનોલોજીનો વિસ્તૃતપણે ઉપયોગ કરવા સક્ષમ બનાવવા અમારાં પ્રયાસોમાં માઇક્રોસોફ્ટ સાથે જોડાણ કરવાની ખુશી છે.
આ વિશિષ્ટ અને પ્રથમ પ્રકારની પાર્ટનરશિપ છે, જે ભારતીય ઉદ્યોગસાહસો – લઘુ અને મોટાં ઉદ્યોગો માટે મહત્ત્વપૂર્ણ
મૂલ્ય ઊભું કરવા કેન્દ્રિત બે મોટી કંપનીઓની ક્ષમતાનો સમન્વય કરશે. જિયોનાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં ડિજિટલ માળખા
અને માઇક્રોસોફ્ટનાં એઝ્યોર ક્લાઉડ પ્લેટફોર્મની આસપાસ નિર્મિત ઇનોવેટિવ અને વાજબી ક્લાઉડ-અનેબલ્ડ ડિજિટલ સોલ્યુશન્સ વિકસાવવા સંયુક્તપણે કામ કરીને અમે ભારતીય અર્થતંત્રનાં ડિજિટાઇઝેશનને વેગ આપીશું અને ભારતીય વ્યવસાયોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવીશું. આ દુનિયાને ટેક-સક્ષમ મૂલ્ય સર્જનની ક્ષમતા પ્રદર્શિત કરશે, જે અસાધારણ અને સર્વસમાવેશક છે.”
માઇક્રોસોફ્ટનાં સીઇઓ સત્ય નાદેલાએ કહ્યું હતું કે, “અમે ભારતમાં ઇનોવેટિવ અને વૃદ્ધિનાં માર્ગે અગ્રેસર કંપનીઓને મદદ કરવા અત્યાધુનિક ટેકનોલોજી સેવાઓ પ્રદાન કરવાની અસાધારણ તક ધરાવીએ છીએ. જિયોની અગ્રણી કનેક્ટિવિટી અને એઝ્યોર, એઝ્યોર એઆઈ અને ઓફિસ 365 સાથે ડિજિટલ સોલ્યુશન્સ દેશમાં લાખો વ્યવસાયિકોને ગણતરી, સ્ટોરેજ, ઉત્પાદકતા માટે પ્લેટફોર્મ અને પાવરફૂલ ટૂલ્સ પ્રદાન કરશે.”