[:gj]રાજ્યમાં તેલ મીલોને પુનર્જિવીતકરવામાં આવશે [:]

[:gj]રાજ્યમાં ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને પુનર્જિવીત કરવાના લક્ષ્ય સાથે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લી-નાફેડ દ્વારા કૃષિભવન, ગાંધીનગર ખાતે વર્કશોપ યોજાયો હતો.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ વર્કશોપમાં ગુજરાતમાં ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને ફરીથી શરૂ કરવા વિચારણા કરાઇ હતી.
જેમાં ભારત અને ગુજરાતમાં મગફળીના તેલ ઉદ્યોગની ઝાંખી અને પડકારો વિશે ઇન્ડીયન ઓઇલસીડ્સ એન્ડ પ્રોડ્યુસ એકસ્પોર્ટ કાઉન્સીલના પ્રમુખ તેમજ સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોશીએશનના પ્રતિનિધિઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ખાદ્ય અને તેલીબિયાંના આયાત અને નિકાસમાં ટેરિફ અને નોન ટેરિફ અવરોધો બાબતે મીનીસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર  એન.રમેશ દ્વારા હાલની વર્તમાન પરિસ્થિતિ રજૂ કરાઇ હતી.
તેલિબિયાંના પીલાણમાં ઓછા વળતર માટે લેવાના થતા પગલાં સંદર્ભે સોરાષ્ટ્ર ઓઇલ મીલ એસોશીએશન દ્વારા તેલ ઉત્પાદકોને વાજબી ભાવે મગફળી પીલાણનો કાચો માલ મળે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તેમજ તેલ ઉપભોક્તાઓને શુદ્ધ અને સારી ગુણવત્તાવાળું તેલ મળે તે માટે ઉત્પાદકો દ્વારા સકારાત્મક સૂચનો અને મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.

મગફળીનું તેલ અન્ય તેલની સરખામણીએ તંદુરસ્તીની દ્રષ્ટિએ સારું છે તે અંગે ઉપભોક્તા સુધી જવું જોઇએ તથા હાલ મગફળીના તેલનો વપરાશ ૩ ટકા થી વધારી ૭ ટકા સુધી લઇ જવામાં આવે તો તેલ ઉત્પાદકોને ફાયદો થશે તેમ સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોશીએશનના સભ્યો દ્વારા મંતવ્યો રજૂ થયા હતા.
તેલિબિયાંના ઘરેલુ બજારભાવો, ટેકાના ભાવો અને આંતરરાષ્ટ્રીય બજારભાવોમાં ખૂબ જ મોટું અંતર હોવાથી વિદેશ વેપારમાં મુશ્કેલી પડતી હોઇ નિકાસને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા નિકાસકારોને ખાસ સહાય પેકેજ આપવા ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તેમજ તેલ ઉદ્યોગના વિકાસમાં ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન તથા સહકારી સંસ્થાઓ મહત્વની ભૂમિકા ભજવી શકે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાફેડના મેનેજિંગ ડિરેક્ટર એસ.કે.ચઢ્ઢા દ્વારા ઉપસ્થિત રહેલ તમામ ખાનગી સ્ટેકહોલ્ડરોને ટેકાના ભાવે ખરીદીના પ્રવર્તમાન મોડેલમાં સૂચિત પ્રાઇવેટ પ્રોક્યોરમેન્ટ એન્ડ સ્ટોકીસ્ટ સ્કીમના અમલીકરણની યોજના વિશે માહિતી આપવામાં આવી હતી અને તે માટે પ્રોત્સાહીત કરાયા હતા.[:]