જીએસપીસીના ભાજપના ભ્રષ્ટાચારથી તિજોરીને ૨૦,૦૦૦ કરોડનો ફટકો

ગુજરાતના ઉર્જામંત્રીના જુઠ્ઠાણા સામે જી.એસ.પી.સી.ની હકીકત
જી.એસ.પી.સી. નું સત્ય છુપાવવા માટે ઉર્જામંત્રી જુઠનો આશરો લેવાનું બંધ કરે
જીએસપીસીનો ભ્રષ્ટાચાર રાજ્ય અને રાષ્ટ્રની તિજોરીને ૨૦૦૦૦ કરોડનો ફટકો
ભાજપના ભ્રષ્ટાચાર સામે આવે ત્યારે જ ઉર્જામંત્રી અને ભાજપને ગુજરાત યાદ આવે છે
ચકલી ખોલતાં પેટ્રોલ અને ગેસ આવશે તેવા સપના દેખાડનાર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી જવાબ આપે
કેગ જેવી બંધારણીય સંસ્થાએ વારંવાર જી.એસ.પી.સી.માં વિવિધ ગેરરીતિઓ, અનિયમિતતા રજુ કરી હોવા છતાં રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર જાણી જોઈએ આંખ આડા કાન કરી રહી છે

પૂર્વ ભૂમિકા:
ગુજરાત રાજ્ય પેટ્રોલીયમ નિગમ લીમીટેડ (જીએસપીસી)એ ગુજરાત રાજ્યનું જાહેર ક્ષેત્રનું એક એકમ છે, જેની સ્થાપના ૧૯૭૯માં થઇ હતી. જીએસપીસી ઓઈલ અને ગેસ ઉદ્યોગની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે. જીએસપીસીને ૨૦૦૨માં ક્રિષ્ના-ગોદાવરી (કેજી) નદીના બેસિનમાં ડ્રીલીંગ માટે એક બ્લોક ફાળવવામાં આવ્યો હતો. ત્યારપછી તેણે ફેબ્રુઆરી-૨૦૦૩માં તત્કાલીન કેન્દ્ર સરકાર સાથે ઉત્પાદન વહેંચણીનો એક કરાર કર્યો હતો.

ખોટા અને મોટા દાવા:
૨૬ જુન, ૨૦૦૫ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ એવી જાહેરાત કરી કે, જીએસપીસીએ કેજી બેસીનમાં ભારતના સૌથી મોટા ગેસ ભંડારો શોધી કાઢ્યા છે. તેમણે એવો દાવો કર્યો હતો કે, આ ગેસના ભંડારોમાં ૨૦ ટ્રીલીયન ક્યુબીક ફીટ જેટલો ગેસનો જથ્થો છે, જેની કિંમત રૂ.૨,૨૦,૦૦૦ કરોડ છે. આ જથ્થો, તે સમયે ભારતમાં ગેસના કુલ ઉપ્તાદન કરતાં પણ વધારે હતો. તેમણે એવી જાહેરાત કરી કે, જીએસપીસી રૂ.૧૫૦૦ કરોડના ખર્ચે ૨૦૦૭માં આ ગેસનું વ્યાપારી ઉત્પાદન શરૂ કરી દેશે. તેમણે એવી પણ જાહેરાત કરી કે, આ બાબત ગુજરાતને ભારતની આર્થિક મહાસત્તા બનાવશે અને ભારતને તેની ઉર્જા જરૂરીઆતો અંગે સ્વાવલંબી બનાવશે. તે સમયે આપણને ભાગ્યે જ એવો ખ્યાલ આવ્યો કે, આ જાહેરાત તો બેફામ પણે વ્યય કરવા માટે બેંકોમાંથી જંગી ધિરાણ મેળવવા માટેની એક ચાલબાજીના ભાગરૂપ હતી.

“ભારત પાસે પૂરતાં પ્રમાણમાં ઘરેલું ગેસ નથી, તમામ ગેસ પ્લાન્ટ્સ બેંકોના ચોપડે શંકાસ્પદ મિલકતો છે”
૧૪મે, ૨૦૧૬ના રોજ એન.ડી.ટી.વી. ઉપર પ્રસારિત કરાયેલ એક મુલાકાતમાં કેન્દ્રીય ઉર્જા પ્રધાનશ્રી પીયુષ ગોયલ
એ એક વિચિત્ર બાબત છે કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ કરેલી ભવ્ય જાહેરાતના ૧૧ વર્ષ બાદ શ્રીમાન મોદીના વડાપ્રધાન પદ હેઠળના કેન્દ્રીય ઉર્જા પ્રધાન એવો સ્વીકાર કરે છે કે, ભારત પાસે પુરતો ગેસ નથી અને મોટા ભાગના ગેસ પ્લાન્ટ બેંકો માટે શંકાસ્પદ મિલકતો છે.

લુંટ:
છેલ્લાં ૧૧ વર્ષમાં, જીએસપીસીએ બેંકો પાસેથી રૂ.૨૦,૦૦૦ કરોડનું ધિરાણ મેળવ્યું છે અને હજુ સુધી વ્યાપારી ધોરણે કોઈ ગેસનું ઉત્પાદન કર્યું નથી. આ બધા નાણાંનું શું થયું ? તેનો દુર્વ્યય થયો.

ગૌણ કંપનીઓનો રાફડો ફાટ્યો:
જીએસપીસીએ ૨૦૦૫ પછી અનેકવિધ ગૌણ કંપનીઓ સ્થાપી. જીએસપીસીએ, તેણે કેજી બેસીનમાંથી જે ગેસ મળવાનો હતો તે ગેસમાંથી ઉર્જા ઉત્પાદન કરવાના દાવા સાથે જીએસપીસી પીપાવાવ પાવર કંપની શરૂ કરવા લગભગ રૂ.૧૦૦૦ કરોડ ખર્ચ્યા. હજુ સુધી કોઈ ગેસનું ઉત્પાદન ન થયું હોવાથી, આ કંપની પણ ડચકાં ખાય છે. પરંતુ ૨૦૧૦માં, જીએસપીસીએ આ કંપનીનો ૪૯ % હિસ્સો, ઓઈલ અને ગેસ અંગે કોઈ જ અનુભવ નહિ ધરવતી એક ટેક્ષટાઇલ કંપની એવી સ્વાન એનર્જીને આપી દેવાનો નિર્ણય કર્યો. જયારે આ બાબતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી ત્યારે સ્વાન એનર્જી આ મામલામાંથી ખસી ગઈ. જીએસપીસીએ રૂ.૪૫૦૦ કરોડના ખર્ચે એક એલ.એન.જી. ટર્મિનલ વિકસાવવા અદાણી ગ્રુપ સાથે પણ એક સંયુક્ત સાહસની રચના કરી. જીએસપીસી જયારે જંગી દેવા સાથે ડચકાં ખાઈ રહી હતી અને કેજી બેસીનમાંથી વ્યાપારી ધોરણે ગેસનું કોઈ ઉત્પાદન થયું ન હતું. ત્યારે આ બધી ગૌણ કંપનીઓ અને સંયુક્ત સાહસો શરૂ કરવામાં આવ્યા.

વિદેશી સાહસ:
જીએસપીસીએ ૨૦૦૬ અને ૨૦૧૦ની વચ્ચે ઈજીપ્ત, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને યેમેનમાં ૧૧ જેટલા ઓઈલ અને ગેસ બ્લોકસ બેફામપણે હસ્તગત કર્યા. તેના વિદેશી સાહસો માટે તેણે એસ્સાર ગ્રુપ, વિડીયોકોન ગ્રુપ અને અન્ય આવા જૂથોનો સહયોગ કર્યો. ૨૦૧૫ સુધીમાં તો તેણે આવા ૧૦ બ્લોક પાછા આપી દીધા અને રૂ.૨૦૦૦ કરોડ માંડવાળ કર્યા. આવા બ્લોકસના સંચાલનનો અગાઉ કોઈ અનુભવ નહિ ધરાવતી એવી કંપની જીએસપીસીના આ વિદેશી બ્લોક્સના બેફામપણે હસ્તગત કરવાની પ્રવૃત્તિ, તેની વ્યાપારી કુશળતા તેમજ ઈરાદા બંને વિષે પ્રશ્નો ઉપસ્થિત કરે છે.

શંકાસ્પદ વ્યવહારો:
જીએસપીસીએ શંકાસ્પદ એકમો સાથે કોન્ટ્રાક્ટ અને ભાગીદારી કર્યા.

જીયોગ્લોબલ રીસોર્સીસ:
જીએસપીસીની ટેકનીકલ પાર્ટનર એવી આ કંપની બે વ્યક્તિઓની બનેલી કંપની છે અને તે બાર્બાડોસમાં નોંધાયેલી છે અને જીન પોલ રોય નામની વ્યક્તિ તેની માલિકી ધરાવે છે. જીયો ગ્લોબલની સ્થાપના, જીએસપીસી સાથેના કરારના માત્ર ૬ દિવસ અગાઉ જ કરવામાં આવી હતી. જીયોગ્લોબલ અને જ્યુબિલન્ટગ્રુપ ૨૦૦૩માં આ કેજી બેસીન સાહસમાં જીએસપીસી સાથે ભાગીદાર બની, અને તે દરેક કંપનીને તેમાં ૧૦% હિસ્સો આપવામાં આવ્યો હતો. તેના હિસ્સા બદલ જીયોગ્લોબલે કોઈ રોકાણ કર્યું ન હતું. ત્યાર પછી, તુર્ત જ, આશ્ચર્યજનક રીતે, જીયોગ્લોબલે તેની અડધો હિસ્સો, રોય ગ્રુપ નામની એક મોરીશ્યસ સ્થિત કંપનીને વેચી દીધો. આશ્ચર્યજનક રીતે, ૨૦૦૫ના પ્રારંભે, જીયોગ્લોબલના શેરનો ભાવ અમેરિકામાં ૦.૯૬ ડોલર હતો. જુન ૨૦૦૫માં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ગેસના ભંડારો મળી આવ્યાની જાહેરાત કર્યા બાદ આ શેરનો ભાવ ઉછળીને ૧૦ ડોલર થઇ ગયો.

ટફ ડ્રીલીંગ:
આ કંપની કેજી બેસીન સાહસમાં જીએસપીસીની ડ્રીલીંગ પાર્ટનર બની. તેની સ્થાપના શ્રીમાન મોદીની ગેસ ભંડારો મળી આવ્યાની જાહેરાત બાદ ૨૦૦૬માં જ થઇ હતી. આ કંપનીને ગેસ ઉત્પાદનનો કોઈ અનુભવ ન હતો. તેના સ્થાપકને તૈયાર વસ્ત્રોનો ધંધો હતો. તેમ છતાં આ કંપનીને ૨૦૧૦માં જીએસપીસીએ કેજી બેસીનમાં ગેસના ઉત્પાદન માટે અદ્યતન ડીપ વોટર પ્લેટફોર્મ રિગ્સ પૂરી પાડવા માટેનો ઓર્ડર આપ્યો. અખબારી અહેવાલો મુજબ, ટફ ડ્રીલીંગ બેન્કોને તેની રૂ.૧૨૦ કરોડની લોનની રકમ પરત ચુકવવામાં નિષ્ફળ ગઈ છે અને અત્યારે કંપની નાદાર છે.

કેગનો આરોપ:
કમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલે, તાજેતરમાં એક અહેવાલ સહીત અને અહેવાલ બહાર પડ્યા છે, જેમાં જીએસપીસીની કામગીરી અને કેજી બેસીનમાં તેની ખોજ વિષે આકરી ટીકા કરવામાં આવી છે. કેગના અહેવાલમાં એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વગર કેવીરીતે લગભગ રૂ.૨૦,૦૦૦ કરોડનો દુર્વ્યય કરવામાં આવ્યો હતો.

એ યાદ રાખવા જેવું છે કે, જેમાં ખોટનો ‘અનુમાનિત ખોટ’ તરીકે ઉલ્લેખ કરવામાં આવતો હતો. તેવા કેગના અગાઉના અહેવાલોથી વિપરીત આ અહેવાલમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, ખરેખર રૂ.૨૦,૦૦૦ કરોડ ઉછીના લેવામાં આવ્યા હતા અને વેડફી મારવામાં આવ્યા હતા. જો કેગના અહેવાલમાં અનુમાનિત ખોટના આધારે તટસ્થ તપાસ કરીને પગલાં લેવામાં આવતા હોય, તો ખરેખર આંકડા સાથેના કેગના અહેવાલને આધારે ઓછામાં ઓછી આ જ પ્રકારની પ્રતિક્રિયા ના હોવી જોઈએ ?

ગુજરાતના ઉદ્યોગ પ્રધાનનો જુઠ્ઠાણાંઓનો લાંબો ઈતિહાસ:
આક્ષેપોના સંદર્ભમાં તેમના પ્રતિભાવમાં ગુજરાતના ઉદ્યોગ પ્રધાન જણાવે છે કે,
જીએસપીસી પાસે ૧૪ ટ્રીલીયન ક્યુબીક ફીટ જેટલા ગેસના પૂરતાં ભંડારો છે.
આ પ્રધાન છેલ્લાં ૧૧ વર્ષથી આવો જ દાવો કરી રહ્યા છે, પરંતુ, એ નથી કહેતા કે, તેઓ આ ગેસ ક્યારે શોધશે અને તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન ક્યારે કરશે. માત્ર ભોળા લોકો જ આ પ્રધાનની વાત માનશે.
કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે જીએસપીસીના ભંડારોના અંદાજોને માન્ય કર્યા હતા.
આ તો પોતાની અસલી વાત છુપાવવા માટેનું બહાનું છે. સવાલ એ નથી કે ગેસના અંદાજો કોંગ્રેસની સરકારે કે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ – કોણે માન્ય કર્યા. સવાલ એ છે કે, ૧૧ વર્ષ પછી ગેસ ક્યાં છે ?
આર.આઈ.એલ. અને ઓએનજીસીએ પણ આવા પ્રયાસો કર્યા હતા અને નિષ્ફળ નીવડ્યા હતા. ગેસ ઉત્ખનન એ જોખમી ધંધો છે.
હા, એ સાચું કે, ઉત્ખનન એ ખરેખર એક જોખમી અને જટિલ ધંધો છે. આવી આધુનિક ટેકનીકલ કામગીરી માટે, જીએસપીસીએ શા માટે બાર્બાડોસ સ્થિત બે જ વ્યક્તિની કંપનીને ટેકનીકલ પાર્ટનર બનાવી ? શા માટે જીએસપીસીએ રિગ્સ માટેનો કોન્ટ્રાક્ટ તૈયાર વસ્ત્રોના ઉત્પાદકને આપ્યો ? જયારે તેને ખબર છે કે ઉત્પાદન એ જોખમી ધંધો છે ત્યારે જીએસપીસીએ તેને જેનો કોઈ અનુભવ ન હતો તેવા ૧૧ વિદેશી બ્લોકસ હસ્તગત કર્યા ? કોઈપણ જાતની સફળતા વિના ૭-૮ વર્ષો સુધી પ્રયત્નો પછી પણ શા માટે જીએસપીસીએ નાણા ઉછીના લેવાનું ચાલુ રાખ્યું ? તેને ગેસ મળ્યો તે પહેલાં જ શા માટે જીએસપીસીએ વિવિધ ગૌણ કંપનીઓ શરૂ કરી ?
જીએસપીસીએ કોઈપણ રાજકીય હસ્તક્ષેપ વગરની એક તટસ્થ રીતે ચાલતી કંપની છે.
એ વિચિત્ર બાબત છે કે, ગુજરાતના ઉદ્યોગપ્રધાન આવું કહીને જયારે જીએસપીસીનો બચાવ કરી રહ્યા છે ત્યારે તેમને એ કેમ ખ્યાલ નથી આવતો કે જો આ કંપનીમાં રાજકીય હસ્તક્ષેપ નથી તો તેઓ જીએસપીસીનો બચાવ કેમ કરી રહ્યા છે ? કંપનીએ જાતે જ પોતાનો બચાવ કરવો જોઈએ.
જીએસપીસી ટૂંક સમયમાં જ વ્યાપારી ઉત્પાદન કરશે
આ જ પ્રધાને છેલ્લાં ૭ વર્ષમાં ૭ વખત વ્યાપારી ઉત્પાદન શરૂ થવાનું વચન આપ્યું છે. હવે તેમની વાત માનવા કોઈ તૈયાર નથી.
૨૦ પ્રશ્નો
૧. શું રાજ્ય સરકાર દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોને જીએસપીસીને રૂ.૨૦,૦૦૦ કરોડનું ધિરાણ કરવા દબાણ કરાયું હતું ? આવી લોન માટેનો આધાર શું હતો ?
૨. જયારે તેની સંચાલનની આવક તેની લોનના વ્યાજના ખર્ચની અમુક અંશ જ છે ત્યારે શા માટે બેંકો જીએસપીસીની લોનને બિનઉત્પાદક મિલકતો (NPA) જાહેર કરતી નથી ?
૩. જીયોગ્લોબલ અને ટફ ડ્રીલીંગ જેવા જીએસપીસીના વ્યાપારી ભાગીદારો પસંદ કરવામાં તત્કાલીન ગુજરાત સરકારની શું ભૂમિકા હતી ?
૪. જીયોગ્લોબલ શેરનો ભાવ અમેરિકામાં, ૨૦૦૫માં ગેસની શોધની જાહેરાત પછીના ગણતરીના જ દિવસોમાં ૧ ડોલરથી વધીને ૧૦ ડોલર થઇ ગયો. જુનમાં આ દિવસોમાં જીયોગ્લોબલના લગભગ ૪૦-૪૫ લાખ શેરોના સોદા થયા હતાં, જયારે અન્ય દિવસોમાં આ કંપનીના માંડ હજારેક શેરોના સોદા થતા હતા. ગેસની શોધની જાહેરાતના પગલે આ કંપનીના શેરના ભાવોમાં વધઘટનો લાભ લઈને નાણા કમાનાર આ રોકાણકારો કોણ હતા ?
૫. શું એ સાચું નથી કે, ટફ ડ્રીલીંગ અને તેના સ્થાપકો વાઈબ્રન્ટ ગુજરાતના મોટા મદદગારો હતા ? તેમણે કેટલું યોગદાન આપ્યું હતું અને શું તેના બદલામાં જીએસપીસીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ?
૬. જીએસપીસી પીપાવાવ પવારનો ૪૯% હિસ્સો સ્વાન એનર્જીને આપવાનો નિર્ણય કરવામાં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાનની ભૂમિકા શું હતી ?
૭. જીએસપીસી દ્વારા ૧૧ જેટલા વિદેશી બ્લોકસ હસ્તગત કરવામાં તત્કાલીન ગુજરાત સરકારની શું ભૂમિકા હતી ? આવી મંજુરી માટેનો આધાર શું હતો ?
૮. જીએસપીસીના વિદેશી બ્લોકસ માટે એસ્સાર ગ્રુપ અને વિડીયોકોન ગ્રુપને પસંદ કરવામાં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાનની ભૂમિકા શું હતી ?
૯. જીએસપીસીએ આ વિદેશી બ્લોકસ હસ્તગત કરવા માટેના નાણા કેવી રીતે ચૂકવ્યા ? તેણે આમ કરવામાં જરૂરી મંજૂરીઓ લીધી હતી ?
૧૦. આ વિદેશી બ્લોકસ હસ્તગત કરવામાં મદદરૂપ થવા શા માટે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાને જીએસપીસીના ખર્ચે વિદેશ પ્રવાસ કર્યો હતો ?
૧૧. શા માટે કેગના ૨૦૧૧-૧૨ થી ૨૦૧૪-૧૫ સુધીના ઓડિટ અહેવાલો વિલંબિત કરવામાં આવ્યા હતા?
૧૨. શા માટે ગુજરાત વિધાનસભાએ છેલ્લાં દિવસે જ કેગનો અહેવાલ રજુ કર્યો અને તેના ઉપર ચર્ચા કરવાનો ઈન્કાર કર્યો ?
૧૩. કેગના અહેવાલ દ્વારા જીએસપીસી, તેના મેનેજમેન્ટને રૂ.૨૦,૦૦૦ કરોડ જેટલી રકમના ગેરવહીવટ અંગે દોષિત જણાવવામાં આવેલ છે. આ બાબતે શા માટે સંકળાયેલા તમામ લોકોના રાજીનામાં અને વિસ્તૃત ન્યાયિક તપાસની, કેગના અહેવાલના અન્ય કિસ્સાઓની જેમ માંગણી કરવામાં આવતી નથી ?
૧૪. શા માટે જીએસપીસીએ હજુ થોડાક જ અઠવાડિયા અગાઉ સુધી, ૨૦૧૦ થી તેના વાર્ષિક અહેવાલો તેની વેબસાઈટ ઉપર જાહેર કર્યા નથી ?
૧૫. શા માટે જીએસપીસી અને ઓએનજીસી વચ્ચે જોડાણ અંગે વિચારણા કરવામાં આવી રહી છે?
૧૬. આ જોડાણ અને ઓએનજીસી અને જીએસપીસી વચ્ચેની ચર્ચા-વિચારણામાં કેન્દ્રિય સરકારની શું ભૂમિકા છે ?
૧૭. જીએસપીસીએ ૨૦૧૦માં આમ કરવાનું હતું તેમ છતાં શા માટે તે વ્યુહાત્મક ટેકનીકલ પાર્ટનર મેળવવામાં નિષ્ફળ રહી ?
૧૮. તેના ઉછીના નાણા પરત ચુકવવાની જીએસપીસી પાસે શું યોજના છે ? તેમાં કેટલો સમય લાગશે?
૧૯. જીએસપીસી તેણે ઉછીના લીધેલા રૂ.૨૦,૦૦૦ કરોડ અને તેના ચોક્કસ ઉપયોગોની વિસ્તૃત માહિતી જાહેર જનતાને ઉપલબ્ધ કરાવી શકશે ?
૨૦. શા માટે જીએસપીસીના ભૂતપૂર્વ અધિકારીઓને ૨૦૧૪ પછી મલાઈદાર કેન્દ્રીય નિમણુંકો આપવામાં આવી હતી ?