જીજ્ઞેશ મેવાણીનો જાદુ, તેના મતદારો પણ અપક્ષમય બની ગયા

બનાસકાંઠાના વડગામ વિધાનસભા વિસ્તારમાં લોકસભાની ચૂંટણી સભામાં કે પ્રચારમાં મતદારો અપક્ષ બની ગયા છે. અહીં અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ચૂંટાયા બાદ લોકો પણ હવે ભાજપ કે કોંગ્રેસની સાભા કે રેલીમાં જવાનો ઉત્સાહ ન બતાવીને પોતે અપક્ષ બની ગયા હોવાના સંકેતો આપી દીધા છે.

ભાજપ – કોંગ્રેસ દ્વારા વડગામના પ્રશ્નો ઉકેલવામાં કોઈ રસ લેતા નથી. તેઓ લોકોની નારાજગી સત્તાધારી પક્ષ ભાજપ પ્રત્યે વધું છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સભાઓમાં લોકોની પાંખી હાજરી હોય છે. ભાજપના ઉમેદવાર ભરત ડાભી તેમજ કોંગ્રેસના જગદીશ ઠાકોર છે.

ખેડૂતો સિંચાઈના પાણીની માંગણી 25 વર્ષથી કરી રહ્યાં છે. જેનો ઉકેલ લાવવા ભાજપ લાવી શક્યો નથી.  ચૂંટણી દરમિયાન તાલુકાના લોકોને વચનો આપવામાં આવ્યા હતા. વચનો વર્ષોથી પૂર્ણ કરવા પ્રયાસો ન કરાતા તાલુકા માં રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં 22 વર્ષથી ભાજપની સરકાર સત્તામાં છે. વડગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ 25 વર્ષથી છે. લોકો પરેશાન થઈ ગયા છે. ભાજપના સાંસદ લીલાધર વાઘેલાની નિષ્ક્રિયતાને લઈ રોષનો સામનો કરવો પડી રહ્યો છે.

આમ વડગામમાં લોકો પોતાના કામ થાય તેવી માંગણી કરતા આવ્યા છે. મતદારોની અપક્ષ બની જવાની ઘટના ભાજપને ભારે પડી શકે અને જીજ્ઞેશ મેવાણી માટે લાલ બત્તી પુરવાર થઈ શકે તેમ છે.