જુગાર રમતા પકડાયેલા ગોબર નારોલા પ્રમુખ પદેથી સરકારે સસ્પેન્ડ કર્યા

દામનગર પાલિકામાં એનસીપીના પ્રમુખપદે ગોબર નારોલા હોય તેઓ આજથી 2 મહિના પહેલા ઢસા પોલીસને હાથે જુગાર રમતાં ઝડપાયા બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેથી ગાંધીનગર ખાતેના પાલિકા કમિશ્‍નરે ગોબર નારોલાને પ્રમુખપદેથી બરતરફ કરી દીધા છે. આમ તો પાલિકાનાં પ્રમુખ હોય એ શહેરનાં પ્રથમ નાગરિક ગણાતાં હોય છે.  શહેરને શરમની લાગણી થતી હોય છે.

દામનગર પાલિકામાં પ્રમુખ પદે નારોલા, ઉપપ્રમુખ પદે પરમારની વરણી 29 સપ્ટેમ્બર 2018માં કરાઇ હતી. દામનગરના 6 વોર્ડની 24 બેઠકોવાળી નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ પદના અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં ચુંટણી યોજાઇ હતી. જેમાં ગોબરભાઈ નારોલા અને ઉપપ્રમુખ પદે હરેશભાઇ પરમાર વિજેતા બન્યાં હતા. એનસીપીના 18 સભ્યો ધરાવતાં એનસીપી તરફથી ગોબર નારોલા પ્રમુખ પદ માટે ચૂંટાયા હતા. ભાજપના 6 સભ્યો છે.

2016માં બાટડમાં પણ એનસીપીને વધું બેઠક મળી હતી.