સોરઠ અને ઉત્તર ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાતા ધરતીપુત્રો ચિંતિત બન્યાં છે. થોડા સમય પહેલાં જ વાવેતર કરેલા ઘઉં અને જીરુંના પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે. વરસાદથી કાજલી અને માણાવદર યાર્ડમાં ટેકાનાં ભાવે ખરીદાયેલી મગફળી પલળી ગઇ છે. આ ઉપરાંત રવી પાકને પણ ભારે નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં બહુચરાજી વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે એરંડા તેમજ કપાસને વ્યાપક નુકસાન થયું છે. નંદાસણદેત્રોજ વિસ્તારના ખેડૂતોના એરંડાના ઉભા પાકનો ભારે પવનના કારણે સોથ વળી ગયો અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં અપર એર સાયકલોનીક સરક્યુલેશન સક્રિય થયું ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદના કારણે બહુચરાજી પંથકમાં તારાજી સર્જાઇ છે. ખાસ કરીને માળો તૈયાર થયેલા એરંડા તેમજ બીટી કપાસને વ્યાપક નુકસાન થયું છે. તો ઘઉં અને જીરુંના વાવેતર કરેલા ખેતરોમાં પાણી ભરાઇ જતાં તે પણ નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. કડીમા ગુરૂવારે રાતે અચાનક કમોસમી વરસાદ પડતા કડીનંદાસણદેત્રોજ વિસ્તારના ખેડૂતોના એરંડાના ઉભા પાકનો ભારે પવનના કારણે સોથ વળી ગયો હતો.જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે.કડી તાલુકા ચાલુ સીઝન દરમિયાન 19 હજાર હેક્ટરમાં એરંડાના પાકનું વાવેતર થયેલ હોવાનુ ખેતીવાડી વિભાગે જણાવ્યુ હતુ. સોરઠમાં પણ ફરી વરસાદી માહોલ સર્જાતા ધરતીપુત્રો ચિંતીત બન્યાં છે.
અને આ વરસાદથી કાજલી અને માણાવદર યાર્ડમાં ટેકાનાં ભાવે ખરીદાયેલી મગફળી પલળી ગઇ છે. આ ઉપરાંત રવિ પાકને પણ ભારે નુકશાન થયું છે. પોરબંદર પંથકમાં જીરૂના પાકમાં ભારે નુકસાન થયું છે. અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં અપર એર સાયકલોનીક સરક્યુલેશન સક્રિય થયું છે. જેથી વેરાવળ પંથકમાં શુક્રવારે વહેલી સવારે સરેરાશ 1 ઇંચ વરસાદ થયો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત માણાવદર પંથકમાં અડધો ઇંચવરસાદ પડ્યો હતો. પાટણ વરસાદ પડવાથી ખેતરોમાં ચોમાસાની જેમ પાણી ભરાયા હતા પાટણના ટુવડ ગામમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતાં. કડી સહિત નંદાસણઅલદેસણ માથાસુર તેમજ દેત્રોજ રોડ અને તાલુકામાં પણ વાવાઝોડાં સાથે ભારે વરસાદ પડ્યો હતો. માણાવદર માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલળી માણાવદરમાં સેડની વ્યવસ્થા ન હોવાથી ખુલ્લામાં મગફળીનો તોલ કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદમાં મગફળી પલળી ગઇ હતી. હાલમાં પણ સેડની વ્યવસ્થા ન હોવાથી ખરીદી બંધ કરી દેવામાં આવી હતી. વેરાવળના કાજલીમાં પણ માગફળી પલળી ગઈ હતી.
સુત્રાપાડા પવનથી જુવાર કપાસનો પાક ઢળી ગયો સુત્રાપાડાનાં લોઢવા ગામે પણ પવન સાથે માવઠું થયું હતું. જેથી ખેતરમાં ઉભેલો જુવારનો પાક જમીન દોસ્ત થઇ ગયો હતો ઉત્તર ગુજરાતમાં પણ નુકશાન થયું છે. હિંમતનગર તૈયાર કપાસ પલળી જતાં બગડી ગયો હિંમતનગર પંથકમાં વાવાઝોડા અને કરા સાથે પડેલા વરસાદથી ઉ.ગુ.માં સૌથી વધુ એરંડા તમાકુ કપાસ જીરૂ ઇસબગુલ તેમજ શાકભાજીના પાકોને નુકસાન થયું છે. એરંડાનો પાક જમીનદોસ્ત કપાસ-ઘઉંમાં પણ નુકસાન આ વરસાદથી પિયત એરંડાના પાકમાં જ્યાં માળો બેસી ગઇ હતી તે જમીનદોસ્ત થઇ ગયા છે. જ્યારે બીટી કપાસનો ફોલ પલળી જતાં ખેડૂતોને ભાવમાં નુકસાન વેઠવું પડશે. ઘઉંમાં પણ નુકસાન છે.-સતિષ પટેલ ખેડૂત શંખલપુર સાત વીઘા જમીનના વાઢેલા પડેલા મઠ કાળા પડી ગયા અમારા સાત વીઘા જમીનમાં મઠ વાઢેલા પડ્યા હતા. વરસાદના કારણે પલળી જતાં કાળાં પડી જવાથી ભાવમાં મોટું નુકસાન વેઠવું પડશે. ખેડૂતોની જુવાર પણ પલળી જતાં નુકસાન થયું છે.-ભાવિન પટેલ ખેડૂત પ્રતાપગઢ એરંડામાં નવો ફાલ નહીં આવે વાવાઝોડા સાથે વરસાદ પડવાથી ખાસ કરીને માળો આવી ગયેલા એરંડા પડીને ભોંય ભેગા થઇ ગયા છે. જેના કારણે બીજી વીણીઓ મળશે નહીં જેનું નુકસાન ખેડૂતોએ ભોગવવું પડશે.-લક્ષ્મણસિંહ ઝાલા ખેડૂત સાપાવાડા