જુનાગઢ: પક્ષપલટો પણ ભાજપને બચાવી નહીં શકે

ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ એક સમયે ગુજરાતનું પાટનગર હતું. હાલ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. સમ્રાટ અશોકના સમયથી પ્રાચીન શહેર છે. અશોકનો શિલાલેખ અહીં છે. જે લોકોના કામો કરવા માટે પ્રેરણા આપે છે. ભારતનું હયાત એવું સૌથી જૂનો બંધ સુદર્શન તળાવ અહીં છે.

Assembly Seats: – 86-Junagadh, 87-Visavadar, 89-Mangrol, 90-Somnath, 91-Talala, 92-Kodinar (SC), 93-Una.

વિધાનસભા બેઠક કૂલ SC દલિત આદિજાતિ મુસ્લિમ OBC ઓબીસી GENERAL સામાન્ય
નામ ઠાકોર કોળી રબારી ચૌધરી અન્ય લેઉવા પટેલ કડવા પટેલ ક્રિશ્ચિયન બ્રાહ્મણ જૈન દરબાર અન્ય
86 junagadh 2,23,070 17,849 610 30,453 0 13,561 7,223 0 29,398 41,786 20,446 220 27,381 5,359 1,965 26,819
87 visavadar 2,21,856 23,614 285 14,569 0 10,587 6,071 0 28,806 1,02,053 4,126 0 7,586 1,852 12,563 9,744
89 mangrol 1,60,802 13,746 0 27,306 0 42,996 7,084 0 23,863 0 3,427 0 1,728 156 6,434 34,062
90 somnath 2,02,351 16,872 8,752 40,358 0 36,987 8,653 0 55,856 1,958 1,479 42 11,262 1,258 3,458 15,416
91 talala 1,78,452 14,500 4,000 11,500 0 31,000 3,247 0 67,263 24,000 8,000 0 3,100 242 4,000 7,600
92 kodinar 1,80,536 19,000 400 21,000 0 65,000 1,200 0 50,200 0 0 0 6,800 750 7,000 9,186
93 una 1,99,745 16,500 540 19,500 0 1,18,545 1,100 0 24,250 11,900 250 0 3,700 450 1,500 1,510
કૂલ  2012 પ્રમાણે 13,66,812 1,22,081 14,587 1,64,686 0 3,18,676 34,578 0 2,79,636 1,81,697 37,728 262 61,557 10,067 36,920 1,04,337

 

પક્ષને મળેલા મત 2014 લોકસભા 2017 વિધાનસભા
BJP 5,13,179 4,41,638
INC 3,77,347 5,56,380
તફાવત 1,35,832 1,14,742

 

2014 લોકસભા

મતદાર : 1485543
મતદાન : 942257
કૂલ મતદાન (%) : 63.42

 

ઉમેદવાર – ઉમેદવારનું નામ પક્ષ કૂલ મત % મત
CHUDASAMA RAJESHBHAI NARANBHAI BJP 513179 54.47
PUNJABHAI BHIMABHAI VANSH INC 377347 40.05
ATUL GOVINDBHAI SHEKHADA AAAP 16674 1.77
KADRI IBRAHIM SAIYED HUSEN SP 2409 0.26
SOLANKI HARIBHAI BOGHABHAI BMUP 2565 0.27
GADHIYA SOYEB HUSHENBHAI IND 1891 0.20
SAIYED ALTAF HUSAIN ABDULLAH MIYAN IND 2717 0.29
HARILAL RANCHHODBHAI CHAUHAN IND 7574 0.80
None of the Above NOTA 17022 1.81

 

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો

2004       Barad Jasubhai Dhanabhai                           INC

2009       Solanki Dinubhai Boghabhai                        BJP

2014       Rajesh Chudasama                                          BJP

13 ઉમેદવારો

  1. પુંજા વંશ – કોંગ્રેસ
  2. રાઠોડ નાથાભાઈ વશરામભાઈ   વ્યવસ્થા પરિવર્તન પાર્ટી
  3. ચુડાસમા રાજેશભાઈ નારણભાઈ ભારતીય જનતા પાર્ટી
  4. વાણવી દેવેન ગોવિંદભાઈ બહુજન સમાજ પાર્ટી
  5. મુકેશભાઈ ભારમાલભાઈ ઝાલા અપક્ષ
  6. વાળા જયપાલ હાજાભાઇ    અપક્ષ
  7. પાંચાભાઈ ભાયાભાઈ દમણીયા અપક્ષ
  8. પ્રદિપભાઇ માવજીભાઇ ટાંક અપક્ષ
  9. ભુત અશોકભાઇ ભીમજીભાઇ રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી(સેક્યુલર)
  10. કારીયા ધીરેનભાઇ અમૃતલાલ અપક્ષ
  11. વઘેરા કિરીટ નાનજીભાઇ બહુજન મુક્તિ પાર્ટી
  12. મુકેશભાઇ ભારમાલભાઇ ઝાલા યુવા જન જાગૃતિ પાર્ટી
  13. ધર્મેન્દ્ર મકવાણા – અપક્ષ

વિકાસના કામો

  • GMIRS સંચાલિત મેડિકલ કોલેજ પરિસરમાં સિવીલ હોસ્પીટલ ભવન શરૂ થયું છે.
  • રૂ.3.68 કરોડના ખર્ચે શામળદાસ ટાઉનહોલ રીનોવેટ કરાયો છે.
  • રૂ.4.16 કરોડના ખર્ચે સાંબલુપર ખાતે પુલ બનાવાયો છે.
  • નરસિંહ મહેતા સરોવરને રૂ.60 કરોડનાં ખર્ચે બ્યુટી ફિકેશનના કામ ચાલુ છે.
  • રૂ.20.79 કરોડનાં ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ શરૂ કરાશે.
  • ફિશરીઝ કોલેજ રૂ.14.60 કરોડના ખર્ચે અને રૂ.4.57 કરોડના ખર્ચે મહિલા હોસ્ટેલ બની છે.
  • જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પરિસરમાં રૂ.5.52 કરોડના ખર્ચે પોલીટેકનીક ઈન એગ્રો પ્રોસેસીંગ શરૂ થયું છે.
  • સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનો મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ શરૂ કરાયો છે.

પ્રશ્નો – ઘટનાઓ

  • જૂડા દ્વારા 42 ગામોનો તૈયાર કરાયેલા વિકાસ નકશા સામે વ્યાપક વિરોધ થયો હતો. સરકારે તેમાંથી 23 ગામો પડતાં મૂકવા પડ્યા હતા અને હવે માત્ર 19 ગામ રાખવાની સરકારને ફરજ પડી છે.
  • ગિરનારની બન્ને સીડી ઉપર છાપરા અને રીલીંગ બનાવવીની લોકોની માંગણી હોવા છતાં બનતી નથી. ગિરનારના દરેક 500 પગથીયે વિસામાની વ્યવસ્થા કરવાની માંગણી છે.
  • ભવનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કરી ને સોમનાથ જેવું બનાવવા સાધુ માંગણી કરે છે પણ તેમાં કંઈ થતું નથી.
  • પર્વત ઉપર યાત્રિક ભવનનું નિર્માણ કરવા અને પરિક્રમા રૂટ સીસી ટીવી મૂકવાની માંગ છે.
  • જુનાગઢના કુલ વિસ્તારના 19.5 ચોરસ કિલોમિટર વિસ્તાર ઝૂંપડપટ્ટીનો છે. જુનાગઢની કુલ વસતીના 24% લોકો ઝુંપડામાં વસે છે. આ એક મોટી સમસ્યા છે.
  • સિંહ અને સોમનાથ માટે દેશમાંથી આવતાં પ્રવાસીઓ માટે યોગ્ય સુવિધા જૂનાગઝમાં નથી.

પ્રભાવશાળી વ્યક્તિઓ

કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, વિમલ ચુડાસમા, પૂંજાભાઈ વંશ, હર્ષદ રિબડિયા અને ભાજપના મહેન્દ્ર મશરૂ અહીં પ્રભાવી નેતા તરીકે છે.

2019ની સંભાવના

  • જૂનાગઢ લોકસભા બેઠકમાં જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તાલાલા, કોડીનાર, ઉના વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. તમામ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની જીત થયેલી છે. માટે વિધાનસભાના પરિણામો અનુસાર આ લોકસભા બેઠક પર કોંગ્રેસ આગળ છે.
  • જૂનાગઢ વિધાનસભા બેઠક પર કોઈ એક જ્ઞાતિનું વર્ચસ્વ ના કહી શકાય, આ વિધાનસભા બેઠક પર પાટીદાર, કારડીયા, આહીર અને કોળી સમાજની વસ્તી વધારે છે. જેમાં જુનાગઢ, વિસાવદર, ઉના વિધાનસભા બેઠક પાટીદારો નિર્ણાયક ભૂમિકામાં છે. પાટીદાર આંદોલન ઉપરાંત ખેડૂતોના પ્રશ્ને પણ પાટીદાર સમાજ ભાજપના વિરોધમાં છે.
  • કોંગ્રેસ માટે જીતની પ્રબળ શક્યતા છે.

ભાજપ

  • ભાજપના રાજેશ ચુડાસમા જુનાગઢ લોકસભા છે. રાજેશ ચુડાસમા જુનાગઢ 74% 455 05
  • ઉનામાં દલિતો પર અત્યાચારના મામલે મુખ્ય પ્રધાન આનંદબેન પટેલ ઉનાનાં સમઢીયાળા પહોંચ્યા હતાં. જ્યાં દલિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. મુલાકાત વખતે પરિવારની વ્યસ્થા સાંભળીને એક સમયે સીએમ ભાવુક થઈ ગયા હતા. આ મુદ્દો સમગ્ર દેશમાં ઊભો થયો હતો, જેની આજે સમગ્ર જૂનાગઢમાં અસર જોવા મળે છે.

કોંગ્રેસ

  • ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને હર્ષદ રીબડીયાનું નામ આવે છે. અહીં પુંજા વંશ માટે સારી છાપ છે. ભાજપ દ્વારા અહીં ઉમેદવાર બદલવા પડે તેવી સ્થિતી છે. તેથી કોંગ્રેસ માટે ઉજળી તક છે. અહીં હાર્દિક પટેલની સભા મોટી થઈ હતી. તેથી તે ભાજપને નુકસાન કરી શકે છે.

વચનો પુરા ન થયા

  • પાંચ વર્ષ પહેલાં ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું પણ આજ સુધી તે અંગે કંઈ જ થયું નથી.
  • ગુજરાતનું સૌથી જૂનું હયાત શહેર જૂનાગઢને સંત નગરી તરીકે જાહેર કરવા માટે રૂ.1200 કરોડોનો પ્રોજેક્ટ પણ 10 વર્ષ પહેલાં બનાવવાનું ચૂંટણી વચન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું પણ તેમાં કંઈ જ થયું નથી. .
  • ઉપરકોટના કિલ્લામા અડીકડીવાવ, નવઘણકુવો, બૌદ્ધ ગુફાઓ, રાણકદેવીનો મહેલ, નિલમ તથા કડાનાળ તોપ, અનાજનો કોઠારો તથા સાત તળાવ તરીકે ઓળખાતો વોટર ફીલ્ટર પ્લાન્ટ વગેરે માટે યોજના બની હતી પણ તેની જાળવણી પણ કરાતી નથી.
  • ગુજરાતનું સૌથી પુરાણું હયાત શહેર જૂનાગઢ છે. ખરેખર તો અમદાવાદને હેરીટેજ સિટી જાહેર કરાયું છે તેનાથી સાત દરજ્જે ચઢી જાય એવો ઐતિહાસિક વારસો જૂનાગઢનો છે. અમદાવાદ કરતાં તો જૂનાગઢનો પહેલો દાવો હતો. પણ તેમ થયું નથી.
  • પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 2012ની ચૂંટણી વખતે જૂનાગઢ ખાતે ગુજરાતમાં 2પ લાખ સસ્તા મકાનો બાંધી આપી યોજનાનો લાભ અપાવવા માટે વચન આપેલું પણ તેનો અમલ થતો નથી.