જૂનાગઢના 500 સાધુ મોબાઈલ પર કોની સાથે વાત કરશે ?

દત્ત જયંતીની ઉજવણીમાં ઉપસ્થિત સાધુ-સંતોને દાનમાં મોબાઇલ અપાયા

જૂનાગઢ ભવનાથ ખાતે પ્રથમ વખત દત્ત જયંતીની ઉજવણીમાં ઉપસ્થિત 500 સાધુ-સંતોને 6.25 લાખની કિંમતના મોબાઇલ અપાયા હતા. મોબઇલ અંદાજે 1250ના ભાવમાં આવ્યા આ અંગે ભવનાથના પિઠાધિશ્વર જયશ્રીકાનંદજીએ જણાવ્યું હતું કે અમારા અમદાવાદના એક ભક્તને જાણ થતા તેમણે ઇન્ડીયન બનાવટના મોબાઇલ આપવા તૈયારી દર્શાવી હતી. આ મોબાઇલની કિંમત આશરે 2000 જેવી થાય છે પરંતુ બલ્કમાં લેતા આવા મોબઇલ અંદાજે 1250ના ભાવમાં આવ્યા છે.