જૂનાગઢની દાયકાઓ જૂની ટ્રાફિક જામની સ્થિતિને દૂર કરવા  આખેઆખી રેલવે લાઈન અન્યત્ર ખસેડાશે

જૂનાગઢ :તા:17

જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી મીટરગેજ રેલ્વે લાઇનથી વારંવાર ટ્રાફિક જામ થવાની સમસ્યા નાગરિકો અને તંત્ર માટે માથાના દુખાવા સમાન બની રહી છે.  જેના લીધે શહેરની વચ્ચોવચ આવેલા મીટરગેજ રેલ્વે સ્ટેશનનું સ્થળાંતર કરીને ગ્રોફેડ પાસે નવું સ્ટેશન બનાવવાનો જનહિત અભિગમ અપનાવતાં આ અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ અંગેની દરખાસ્તને કેન્દ્ર સરકારને મંજૂરી માટે મોકલીને તેના ફોલોઅપ કરવાની સૂચનાઓ રાજ્યસરકારે આપી છે. સરકાર દ્વારા નવું રેલવે સ્ટેશન બનાવવાના આ નિર્ણયને લઈને રેલવે સ્ટેશન ઉપર ઊભી કરાયેલી કરોડો રૂપિયાની સુવિધાઓ હવે વ્યર્થ જશે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

મોદી પીએમ બન્યા છતાં છ વર્ષ લટકાવાયાં..

ગુજરાતના નેતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોવા છતાં 6 વર્ષ સુધી જૂનાગઢના રેલવે સ્ટેશનને ખસેડવા માટે ભારે વિલંબ થયો છે. લાંબા સમય બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા નવા રેલ્વે સ્ટેશન માટેની મંજૂરી મળતાં જૂનાગઢ શહેરના વર્ષો જૂના ટ્રાફિક જામના પ્રાણ પ્રશ્નનો અંત આવશે.જૂનાગઢ-વિસાવદર મીટરગેજ રેલ્વે લાઇનનો માર્ગ જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થઈ રહ્યો છે. જેના લીધે આ રેલ્વે લાઇન ઉપર શહેરમાં નવ જેટલા રેલ્વે ફાટકઆવેલા હોવાથી દિવસ દરમિયાન વારંવાર ઊભી થતી ટ્રાફિક જામની સમસ્યા નગરજનો માટે સરદર્દ બની જાય છે.

વર્ષો જૂની આ ટ્રાફિક સમસ્યાના નિવારણ રૂપે શહેરમાં આવેલા હાલના મીટરગેજ રેલ્વે સ્ટેશનનું સ્થળાંતર કરીને ગ્રોફેડ પાસે નવું રેલ્વે સ્ટેશન બનાવવા માટે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાનો અને તેનું સતત ફોલોઅપ કરવાનો નિર્ણય પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

પ્રવાસી સુવિધા સમિતિની મુલાકાત બાદ નિર્ણય ..

રેલવેમાં મુસાફરોને નડતી વિવિધ મુશ્કેલીઓની રજૂઆતો માટે દરેક ઝોનમાં પ્રવાસી સુવિધા સમિતિ(PAC) મુસાફરોને નડતી સમસ્યાને રેલ્વે તંત્ર સુધી પહોંચાડવા માટે તા.૧૫મીથી ૨૩મી ઓક્ટોબર 2019માં દિલ્હીથી ગુજરાતની મુલાકાતે આવી હતી. આ સમિતિએ જૂનાગઢ સહિત જુદા જુદા રેલવે સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં ગત તા.૧૮મીએ જૂનાગઢ રેલવે સ્ટેશનની મુલાકાત લઇને બેઠક કરી હતી. 19મીએ જૂનાગઢથી ગીર સાસણ રેલવે સ્ટેશનની મુલાકાત અને ઇન્સ્પેક્શન કર્યા બાદ રાત્રી રોકાણ દીવ ખાતે કર્યું હતું જ્યાં કોઈ જ ગેજનું રેલ્વે સ્ટેશન કે રેલ્વે લાઇન પસાર જ થતી નથી. આશ્ચર્યની વાત એ કે સાસણ ગીર રેલવે સ્ટેશનમાં દિવસની ૧૦૦ ટિકિટ પણ વેચાતી નથી, તો આ સમિતિએ શું ઇન્સ્પેક્શન કર્યું હશે? તે પણ એક સવાલ છે.

ભાવનગર મંડળ 62 રેલવે સ્ટેશન ઉપર વિવિધ સુવિધાઓ ઊભી કરાશે..

ભાવનગર રેલવે મંડળ (ડિવિજન)નાં 62 રેલવે સ્ટેશન ઉપર દિવ્યાંગો માટે જુદી-જુદી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેના ભાગરૂપે વેરાવળ, પોરબંદર, સોનગઢ, માળિયા હાટીના રેલવે સ્ટેશન પર અલગ ટિકિટ બારી ખોલવામાં આવશે.

ભાવનગર ટર્મિનસ, વેરાવળ, જૂનાગઢ, પોરબંદર, બોટાદ અને ગોંડલમાં સ્નાન ક્ષેત્ર,  સોનગઢ, ધોળા, માળિયામાં ટોઇલેટ અને પીવાનાં પાણીની સુવિધા, પોરબંદર રેલવે સ્ટેશન ખાતે લિફટની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભાવનગર ટર્મિનસ, વેરાવળ, જૂનાગઢ, પોરબંદર,બોટાદ, ગોંડલ, માળિયા, ધોળા ઉપરાંત ઈ અને એફ ગ્રેડનાં રેલવે સ્ટેશનમાં દિવ્યાંગોને છોડવા અને સ્ટેશન સુધી પહોંચવા માટે અલગક્ષેત્ર તથા પીવાનાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

 મુસાફરો માટે વિકસાવાયેલી સુવિધાઓના નાણા હવે પાણીમાં ..

ભાવનગર રેલવે મંડળના 26 રેલવે સ્ટેશન પર બુકિંગ ઓફિસ સુધી તથા 25 રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે રૈંપ બનાવવામાં આવશે. જેમાં જૂનાગઢ રેલવેસ્ટેશનનો સમાવેશ થાય છે. પરંતુ સરકાર દ્વારા આ રેલવે સ્ટેશનનું શહેરની બહાર ગ્રોફેડ પાસે સ્થળાંતર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢ રેલવે સ્ટેશન પર રેલવેએ દ્વારા કરાયેલો કરોડો રૂપિયાનો ખર્ચ હવે વ્યર્થ જશે.

 ગત તા. 14 સપ્ટેમ્બર 2019માં જૂનાગઢ રેલવે સ્ટેશન પર રૂ.5 કરોડના ખર્ચે નવા કવર શેડ બનાવીને તેનું લોકાર્પણ કરાયું હતું. જેમાં ભાજપના સાંસદ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્લેટફોર્મ પર છાપરાં નવા નાંખ્યા છે પરંતુ આજ દિન સુધી મુસાફરોને બેસવા માટેની કોઈ બેઠક વ્યવસ્થા નથી. જેના કારણે રેલવે તંત્ર દ્વારા કરાયેલો આ તમામ ખર્ચ નકામો ગયો છે.

જાન્યુઆરી 2019માં જૂનાગઢ રેલવે સ્ટેશન ઉપર 15 સીસીટીવી કેમેરા રૂ.2 કરોડના ખર્ચે લગાવવામાં આવ્યા હતા. જૂનાગઢના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ, ટિકિટબારી, ગ્રાઉન્ડ, ફૂટ ઓવર બ્રિજ જેવા સ્થળોએ 15 જેટલાં સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવેલા છે તે હવે નકામાં બની જશે. આમ મોદી સરકાર વિચાર્યા વગર નિર્ણયો કરી રહી