જૂનાગઢમાં પાકને નુકસાનીનો તાત્કાલિક સરવૅ કરવા કોંગ્રેસની માગણી

જૂનાગઢ,૦૩ સારા પાકની આશા બાદ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો સમગ્ર પાક અથવા અડધો પાક ધોવાઈ ગયો છે, ત્યારે ખેડૂતની મહેનત અને નાણાં પાણીમાં જતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોના આ નુકસાન અંગે જૂનાગઢ કોંગ્રેસ સમિતિએ તાત્કાલિક પાકના નુકસાનનો સરવૅ કરવાની માગણી કરી છે.

જૂનાગઢ કોંગ્રેસ દ્વારા આ અંગે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરોની સાથે ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને બાબુભાઈ વાજા પણ હાજર રહ્યા હતા. રેલીસ્વરૂપે જઈ ખેડૂતોના પાકના નુકસાન અંગે તાત્કાલિક સરવૅ કરવા માટે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું, જે મુખ્યમંત્રી રૂપાણીને ઉદ્દેશીને લખવામાં આવ્યું હતું