જૂનાગઢમાં રીંગરોડનું કામ ફરી શરૂં થયું, ખેડૂતો ફરી વિરોધમાં

વળતર ચૂકવ્યા વગર જ બાયપાસનુ કામ શરૂ કરાતા ખેડૂતોમાં રોષ જૂનાગઢ બાયપાસનુ કામ ખેડૂતોએ ૯ વર્ષથી રોકેલું હતું, ચૂંટણી પહેલા કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવીયા આવ્યા હતા તેમજ ખાતરી આપી હતી કે ખેડૂતોને વળતર આપ્યા પછી જ નેશનલ હાઈવે પરની જમીનમાં કામ ચાલુ કરાશે. પરંતુ ખેડુતોને વળતર ચૂકવ્યા વગર જ અચાનક કામ શરૂ કરતા, ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને જેસીબીને કામ કરતા રોકી દૃીધા. હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે.

જૂનાગઢના ઉત્તર દૃક્ષીણ ક્ષેત્રે નગરનો વિકાસ થયો સાથે પશ્ર્વિમ દિૃશામાં રાજકોટ-સોમનાથ જોડતા માર્ગનું રાષ્ટ્રીય ધોરીમાં દ્વારા હાથ ધરાયેલ વિકાસ દૃરમ્યાન કોયલી નજીકથી વડાલ ગામ સુધીનાં ૧૧ કીલોમીટરનો માર્ગ ૧૦ ગામનાં આશરે ૨૫૦ જેટલા કૃષિકારોની જમીન કપાતમાં જવાની થતાં જમીન સંપાદૃન ધારા તળે મળવા પાત્ર યોગ્ય વળતરની સામે ખેડુતોએ વધુ વળતર મળે તે દિૃશામાં ખેડુત હીતરક્ષક સમિતીનાં બેનર તળે માગ કરતાં ૯ વર્ષ બાદૃ સુખાંત આવ્યો હતો.

સરકારના નિયમો મુજબ માર્ગ બનાવવા કપાતમાં ગયેલ જમીન ધારોકને ૩૯ કરોડ જેવી રકમ ચુકવવા જણાવાયુ હતુ. ત્યારે સરકાર સમક્ષ ખેડુતોએ વળતર ઓછુ હોવાની રજુઆત કરી હતી. જોકે, બાદૃમાં કેન્દ્ર સરકારને રજુઆત કરાતા જંત્રી મુજબ નક્કી થયેલી રકમ કરતા ચાર ગણું વધારે એટલે કે સવાસો કરોડથી વધું વળતર આપવા સરકારે નક્કી કર્યું હતુ.

જૂનાગઢ બાયપાસમાં ખેડૂતોની જમીન સંપાદન થતા તેનું વળતર નહીં ચુકવાતા ખેડૂતોએ વંથલી મામલતદાર કચેરી ખાતે રામધુન બોલાવી મામલતદારને આવેદન આપ્યું હતુ.જૂનાગઢ નજીક બાયપાસમાં ખેડૂતોની જમીન સંપાદન થતા તેના વળતરની રકમ છેલ્લા ૨ વર્ષથી જમા હોય આ રકમ મેળવવા ખેડૂતોએ તંત્રને અવારનવાર રૂબરૂ રજુઆત કરી હતી. વંથલી મામલતદાર, કલેકટર જૂનાગઢ ને લેખિત રજુઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂત હિત રક્ષક સમિતિના કાર્યકરો તેમજ અન્ય ખેડૂતોએ વંથલી મામલતદારને ઉગ્ર રજૂઆત કરી અને મામલતદાર કચેરીમાં બેસી રામધૂન બોલાવી હતી. ખેડૂત હિત રક્ષક સમિતિએ ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે જો જમીનસંપાદન અધિકારી તાત્કાલીક ખેડૂતોને તેની સંપાદન થતી જમીનમાં પૈસા કે જે તંત્ર પાસે જમા રકમ નહીં ચુકવે તો ના છૂટકે કલેકટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવાની ફ્રજ પડશે.

ચૂંટણી પૂરી થઈ જવા છતાં બાયપાસની રકમ આપવાનું તંત્ર ભૂલી જતા ખેડૂતોમાં નારાજગી અને રોષ પ્રગટ્યો છે અને જો સોમવાર સુધીમાં સંપાદન થયેલી જમીનની વળતરની રકમ ખેડૂતોને આપવામાં નહીં આવે તો આગામી તારીખ 7 થી બાયપાસ માં આવેલા તમામ ગામના ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
લોકસભાની ચૂંટણી પહેલા જૂનાગઢ બાયપાસનું કેન્દ્રીય મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને યોગ્ય વળતરની ખેડૂતોને જાહેરાત કરવામાં આવી હતી બાદમાં જિલ્લા તંત્રને તે રકમ ફાળવી પણ દેવામાં આવી હતી પરંતુ ચૂંટણીને લઇને આજે 47 દિવસ થવા છતાં શાપુર, કોયલી, નાંદરખી ગામના ખેડૂતોને સંપાદિત થયેલા જમીનની વળતરની રકમ લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં મળેલા નથી ત્યારે જો આગામી તારીખ 6 ને સોમવાર સુધીમાં સરકારી હેડે ખેડૂતોની જમા રકમ ખેડૂતોને આપવામાં નહીં આવે તો આગામી તારીખ 7મી મેથી વંથલી મામલતદાર કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવી શાપુરના સુરેશભાઈ મકવાણાએ ખેડૂતો વતી ચીમકી ઉચ્ચારી છે.