રાજય સરકાર પણ હવે ધર્મનો વેપાર કરી રહી છે. ધર્મને રાજસત્તાથી દૂર રાખવા માટે બંધારણ કહે છે પણ ગુજરાત સરકારને જ્યાં મતનો ફાયદો દેખાતો હોય તે જ્યાં વાહવાહી કરતી જાહેરાત થતી હોય ત્યાં ધર્મનો વેપાર પણ કરી શકે છે. આવું જ જૂનાગઢમાં થશે. એક વર્ષ પહેલાં ભાજપ સરકારે જુનાગઢ શિવરાત્રી મેળાને મિનિ કુંભ જાહેર કર્યો હતો. 27 ફેબ્રુઆરી થી 4 માર્ચ સુધી મીની કુંભ તરીકે જાહેરાત કરી હતી. દર મહાશિવરાત્રીએ મીની કુંભ યોજવાની જાહેરાત કરી હતી. કુંભ એ ધાર્મિક બાબત છે. જે ધાર્મિક મહત્વના આધારે કુંભ નક્કી થયેલા છે. પણ ગુજરાત સરકાર હવે હિંદુ ધર્મમમાં દખલ કરી રહી હોય તેમ મીની કુંભ જાહેર કરીને સ્વપ્રસિદ્ધી મેળવી રહી છે. જૂનાગઢમાં દેશભરના સાધુ સંતો માટે ત્રણ દિવસ સંત સંમેલન જૂનાગઢના ગિરનાર પર્વતની તળેટીમાં યોજાશે.
જૂનાગઢ માટે રૂ.15 કરોડ ગુજરાત સરકાર ખર્ચ કરવાની છે. ઉજવણીને લઈને ખાસ ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી હતી. જે ધાર્મિક કામ કરશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી. 2018માં વર્ષે 6 લાખ કરતાં વધારે લોકો શિવરાત્રીના મેળાની મુલાકાતે આવ્યા હતા. આ વર્ષે તે 7 લાખ સુધી થવાની શક્યતા છે.
મેળામાં નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે. શિવરાત્રી તહેવારની રાતે નાગા સાધુઓનું સરઘસ ‘રવાડી’ નીકળે છે, જેમાં તેઓ અંગકસરતના દિલધડક કરતબો રજૂ કરે છે. જે એક કુંડમાં પડે છે અને ગરકાવ થઈ જાય છે.
ભરૂચમાં 2012માં પણ મીની કુંભ
દર 18 વર્ષે અધિક ભાદરવા માસમાં ભરૂચ તાલુકાનાં ભાડભૂત ગામે ભરાતા ભારભૂતેશ્વર મહાદેવની યાત્રાનાં 10 જ દિવસમાં જિલ્લાનાં અર્થતંત્રમાં વેપાર, ધંધા અને રોજગાર સહિતનાં વિવિધ ક્ષેત્રમાં મળી પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે રૂ.3 કરોડથી વધું ધાર્મિક સ્થળે ખર્ચ કર્યો હતો. 18 હજાર લોકોને રોજગારી, રેલવે ટિકિટના વેચાણમાં 15 ટકાની વૃદ્ધિ થઈ હતી. ભાજપ માટે મતદારોને આકર્ષવાની મતબેંક બની હતી. જેમાં ભાજપની જીત થઈ હતી. કોંગ્રેસની હાર થઈ હતી. સ્ટોલધારકો દ્વારા ચલાવાતી ઉઘાડી લૂંટ ચલાવી હતી. 33 દુકાનોમાંથી બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો આપવામાં આવ્યા હતા. ભરૂચ એસ.ટી. વિભાગે 2.37 લાખ મુસાફરો સાથે 2450 ટ્રિપો દોડાવી હતી.
આવું જ ગીરનારમાં થશે. જ્યાં લોકસભાની ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે ભાજપ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવશે. ધર્મની આડમાં આ રીતે કુંભનો પણ ફાયદો મેળવવામાં આવી રહ્યો છે.