જૂનાગઢ, તા. ૨૮ :. જૂનાગઢ બીએસએનએલ દ્વારા પીજીવીસીએલ કંપનીનું ૧૯ લાખનું મોબાઈલ ટાવરનું બીલ ન ભરતા ૬ જેટલા મોબાઈલ ટાવરોનો પાવર બંધ કરી દેવામા આવ્યો છે.જેને કારણે શહેરના ૩૦ થી ૪૦ ટકા વિસ્તાર માં ઈન્ટરનેટ સેવા બંધ થઈ ગઈ છે. આ બાબતે બીએસએનએલના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને યોગ્ય કરવા રજૂઆત કરી હતી. પરંતુ બીએસએનએલ દ્વારા આવી લાપરવાહી દાખવાતા તેની સામે અનેક સવાલો ઉભા થયા છે. જો કે જૂનગાઢના અગ્રણીઓની દરમિયાનગિરીને કારણે બંધ મોબાઈલ ટાવર ફરી શરુ કરવા માટે તજવીજ હાથ ધરાઈ હતી.