જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ સૌપ્રથમવાર ચાર બેઠક મેળવીને ધમાકેદાર એન્ટ્રી કરી છે.
NCPના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી શંકરસિંહ વાઘેલાએ કાર્યભાર સંભાળ્યા બાદ આવેલી પહેલી ચૂંટણી મા NCPએ સફળતા મેળવી છે. વોર્ડ નંબર ૮ માં NCP ના તમામ ઉમેદવારોને વિજયી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તેમજ ચૂંટણી લડેલા સૌ ઉમેદવારોને પણ ખૂબ ખૂબ અભિનંદન.
NCP ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ બબલદાસ પટેલ, જૂનાગઢ શહેર પ્રમુખ રણમલભાઈ સિસોદિયા તેમજ જૂનાગઢ ચૂંટણી પ્રભારી અને પ્રદેશ મહામંત્રી રેશ્માબેન પટેલની આગેવાનીમાં ચૂંટણી પ્રક્રિયામાં પાર્ટીની વિચારધારા અને ભાવી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતાં NCP 4 બેઠક જીતી છે. ગુજરાત પ્રદેશ NCP ટીમ તથા સ્થાનિક આગેવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન.
ખાસ કરીને NCPને ત્રીજા વિકલ્પ તરીકે સ્વીકારી NCPનાં ઉમેદવારો તરફી મતદાન કરવા બદલ તથા NCPનાં ચાર ઉમેદાવારોને વિજયી બનાવવા બદલ જૂનાગઢ મહાનગરના સૌ મતદારોનો હ્રદય પૂર્વક આભાર માનીએ છીએ. આ વિજયથી એ સાબિત થઈ ગયું છે કે ગુજરાતની પ્રજા ત્રીજા વિકલ્પની શોધમાં છે અને તે NCP જ ત્રીજો વિકલ્પ બની શકે તેમ છે તેમ પ્રદેશ પ્રવક્તા રણજીતસીંઘ ધિલ્લોને એક અખબારી યાદીમાં જણાવ્યું છે