જૂની નોટો હજુ ગુજરાતમાં ફેંકી રહ્યા છે, 2018 સુધી કેમ કોઈ પકડાયું નહીં

અમદાવાદમાં દૂધેશ્વર પાસે સાબરમતી નદીમાંથી રૂ.13 લાખની રૂ.500 અને રૂ.1000ના દરની જુની ચલણી નોટો મળી આવી હતી.  પકડાઈ જવાના ડરથી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આ જૂની નોટો નદીમાં ફેંકી દેવામાં આવી હોવાનું માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત કરી હતી. નોટબંધીને ત્રણ વર્ષ વિતવા છતાં પણ જૂની નોટો હજું પણ મળી રહી છે.

ગુજરાતમાંથી જે કરોડો રૂપિયાની ચલણી નોટો પકડાઈ છે તેનું અવલોકન કરતાં એક બાબત સામે આવે છે કે, મોટા ભાગની નોટો 2018માં પકડાઈ હતી. 2016માં નોટબંધી વડાપ્રધાને કરીને મોટી ભૂલ કરી હતી. ત્યારે સતત 3 વર્ષ સુધી તે પકડાઈ ન હતી. પણ 2018માં સૌથી વધું નકલી નોટો પકડાઈ હતી. જે અંદાજે રૂ.500 કરોડથી વધું થવા જાય છે. જેમાં મહેશા શાહની અબજો રૂપિયાની નોટોનો સમાવેશ થતો નથી.

18 ઓગસ્ટ 2018માં સુરતના વેસુ વીઆઈપી રોડ પર જૂની નોટ બદલવા આવેલી એક કારમાંથી પોલીસે 3 કરોડ 37 લાખની જૂની ચલણી નોટો સાથે 3 જણાને ઝડપી લીધા હતાં અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

3 ઓકટોબર 2018માં આણંદમાંથી રૂ. 3.70 કરોડની બંધ થઇ ગયેલી જુની ચલણી નોટો સાથે 4 લોકોને પોલીસે ઝડપી લીધા હતા.

28 મે 2017માં ભરુચમાંથી પોલીસે રૂ.1 કરોડની જૂની નોટો સાથે 4 જેટલા લોકોની ધરપકડ કરી હતી.

16 જૂલાઈ 2018માં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી રૂ.1 કરોડની જુની ચલણી નોટ સાથે 4 લોકોને ઝડપી પાડ્યા હતા.

6 મે 2018માં સુરેન્દ્રનગરમાં રૂ.10 લાખની જૂની નોટો ઝડપી પાડવામાં આવી હતી.

32 મે 2018માં વડોદરામાંથી રૂા. 1 કરોડની જૂની ચલણી નોટ સાથે 4ને ઝડપી પાડ્યા હતા.

11 Feb નવસારીમાંથી 3ની ચલણી નોટો સાથે 4 લોકો પકડાયા હતા.

10 એપ્રિલ 2019 સોજિત્રા તાલુકાના પલોલ ચેકપોસ્ટ પાસે રૂ.14.87 લાખની રદ થયેલી જૂની ચલણી નોટોના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

14 મે 2018 રાજકોટમાંથી રૂ.1.69 કરોડની જૂની ચલણી નોટ પકડાઈ હતી.

જૂનાગઢ બેન્ક કર્મચારી પાસેથી રૂ1.70 કરોડની રદી થયેલી નોટ પકડાઈ હતી.

11 ફેબ્રુઆરી 2019માં નવસારીમાંથી રૂ.3 કરોડથી વધારે ચલણી નોટો પકડી હતી.

02/12/2018 00:12 AM

2 ડિસેમ્બર 2018માં નડિયાદ જૂના બસ સ્ટેન્ડ પાસેથી મહિલા પાસેથી રૂ.5.10 લાખ ઉપરાંતની જૂની રદ થયેલી ચલણી નોટો સાથે ઝડપી પાડી હતી.

1 જાન્યુઆરી 2019માં પાલનપુર શહેરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા 9 નવેમ્બરથી 20 ડિસેમ્બર-2016 સુધી રૂ. 79 હજારની જૂની ચલણી બનાવટી નોટો જમા લીધી હતી.

21 મે 2017માં સુરતના સરથાણામાંથી રૂા.5.81 કરોડની રદ કરાયેલી ચલણી નોટો સાથે 5 લોકો પકડાયા હતા.

અમિત શાહ સામે આંગળી

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના નેજા હેઠળની અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં નોટબંધી વખતે સૌથી વધારે જૂની ચલણી નોટો બદલાઈ હતી. રૂ.745 કરોડ રૂપિયાની જૂન નોટો બદલવામાં આવી હતી. બીજા ક્રમે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક છે. જેના અધ્યક્ષ ભાજપના જ ગુજરાત સરકારના મંત્રી જયેશ રાદડીયા છે. પાંચમા ક્રમે સુરતની સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક છે. જેમાં રૂ.369 કરોડની ચલણી નોટો બદલવામાં આવી હતી. જેના અધ્યક્ષ ભાજપના નેતા નરેશ પટેલ છે.

રિઝર્વ બેંકનો આદેશ બદલી દેવાયો

2016માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુજરાત રાજ્યની સહકારી બેંકો રદ્દ થયેલી જૂની ચલણી નોટો બદલી શકશે નહીં એવો આદેશ કર્યો હતો. ભાજપના નેતા દિલીપ સંઘાણી સહિતના નેતાઓએ વિરોધ વ્યકત કર્યાે છે. ખોરજ ગ્રુપ સેવા સહકારી મંડળીના ચેરમેન અને કારોબારી સભ્યોની બેઠક મળી હતી. તેમણે પણ વિરોધ કર્યો હતો. આમ પછી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પોતાનો સાચો નિર્ણય બદલવો પડ્યો હતો.