નડિયાદ નજીક આવેલા બિલોદરા જિલ્લા જેલ રાજ્યમાં વિવાદમાં છે. છેલ્લાં કેટલાય સમયથી જેલમાં બની રહેલા બનાવો પોલીસની બેરહેમી અને બેદરકારી જાહેર થઈ છે. પોલીસ દ્વારા કેવો અમાનુષી ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેનો એક કેદી દ્વારા જ પર્દાફાશ કરાયો છે. નડિયાદ જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રા છે. જેલર તરીકે ફિરોઝ મલેક છે.
કાચા કામના કેદી મનોજ ઉર્ફે મનુભાઇ પરમારે બેરેકની બારીમાં દોરડુ બાંધીને ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. તેને લઈને જેલના જ રહેલા કેદી મહીનભાઇ અમથાભાઇ તળપદાએ જેલમાં ચાલતા કાળા કરતૂત અને કૌભાંડ જાહેર કરી દીધા હતા. જેલમાં ચાલતી ગેરરીતીઓને પર્દાફાશ કર્યો હતો. તેમણે કૌભાંડો સામે જેલની અંદર જ અવાજ ઉઠાવતાં જેલરે તેને બીજી જેલમાં મોકલી આપી કૌભાંડ પર પડદો પાડી દીધો હતો.
મહીનભાઇએ લેખિત ફરિયાદ કરી હતી. જેમાં પાકા-કાચા કામના કેદીને સાથે કેવું વર્તન થાય છે તેની વિગતો.
1 – ઘરનું જમવાનું ટીફીન મંગાવવુ હોય તો રૂ.15 હજાર મહિને આપવા પડે છે.
2 – જેલમાં ફોન રાખવો હોય તો રૂ.25 હજાર મહિને આપવા પડે છે.
3 – દારૂ અને નોનવેજ જેલમાં લાવવુ હોય તો રૂ.5 હજાર
4 – કેદીઓને બેરેક બદલવી હોય તો રૂ.10 હજાર.
5 – નાસ્તાના બે થેલા જેલમાં લાવવા હોય તો રૂ.5 હજાર.
6 – જેલમાં ડી.જે પાર્ટી અને ડાન્સ પાર્ટી કરવી હોય તો રૂ. 1 લાખ
7 – ચરસ ગાંજો, અફીણ જેવા નશીલા ઘાતક પદાર્થો એક ગ્રામ પ્રમાણે કેદીની જરૂરીયાત પ્રમાણે પૈસા લેવામાં આવે છે.
8 – કેદીના જામીન માટે કોઈ મળવા આવે તો પૈસા લેવાય છે.
9 – કોઇ સગા આવે તો તેની પાસેથી પણ પૈસા લેવામાં આવે છે.
10 – જેલમાં કોઇપણ કેદી સાથે પ્રાઇવેટ મુલાકાત (સેક્સ કરવા?) કરવી હોય તો રૂા.2 હજાર ભ્રષ્ટાચાર તરીકે લેવામાં આવે છે.
12 – જેલના કેદીએ આપઘાત કર્યો તેના માટે જેલ અધિકારીઓ જવાબદાર છે.
13 – બિલોદાર જેલમાં માત્ર રૂપિયાના સહારે જ સજા કપાય છે. જે કેદી પાસે રૂપિયા ના હોય તેવા કેદીઓ સાથે અહીં પશુઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે.
14 – પશુ પણ ન ખાય એવું ભોજન જેલમાં આપવામાં આવે છે.
15 – કેદીને સારૂ ભોજન જોઇતુ હોય તો રૂપીયા આપવા પડે છે.
16 – બિલોદરા જેલમાં કેદીઓ સાથે શારીરિક અને માનસિક હેરાન કરાય છે.
17 – જે કેદી પાસે પાસે રૂપીયા છે તે લોકોને જેલમાં લહેર પાણી છે.
18 – ગરીબ કેદીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે.
19 – અધિકારીઓની મનમાની અને કેદીઓ પર દાદાગીરી કરે છે.
20 – જે બધી બાબતો જાહેર કરે તેને વડોદરા જેલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.
જેલમાં પૈસાદાર વીઆઇપી કેદીઓને સુવિધાઓ પૂરી પાડવા સાથે ગરીબ કેદીઓ ઉપર ચાલતા અત્યાચારના આક્ષેપ હતો. જેલ એશો આરામનું સ્થળ, જ્યારે ગરીબની હાલત બદતર થતી હોવાનો આરોપ કેદીઓએ મૂક્યો હતો. બાદ LCB અને SOG દ્વારા તપાસ કરી હતી. જેલ અધિકારી ફિરોઝ મલેકે આક્ષેપો ફગાવી લીધા હતા. પણ સિગારેટ પીતા હોય એવો જેલના કેદીઓએ ઉતારેલો વિડિયો જેલમાં ચાલતી પોલ અને ભ્રષ્ટાચાર માટેનો મહત્વનો પૂરાવો હોવા છતાં આક્ષેપો ફગાલી દીધા હતા. કેદીએ લેખિતમાં અરજી આપી હોવા છતાં જેલ અધિકારી તે આરોપો ફગાલી રહ્યાં હતા.
વડોદરા જેમાં મોકલી અપાયા
હત્યાના ગુનામાં બિલોદરા જેલમાં સજા કાપી રહેલા કાચાકામના કેદી મહીનભાઇ અમથાભાઇ તળપદા ભારે હિંમત બતાવીને જેલ પ્રસાશન સામે બાયો ચઢાવી હતી. કેદીને બરોડા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ખરેખર તો તેમની પાસે બધી વિગતો પોલીસ વડાએ લેવી જોઈતી હતી અને ઘટના સ્થળે લઈ જઈને પંચનામું જેલમાં કરવાની જરૂર હતી. પણ તેમ કરવાના બદલે કૌભાંડો ઢાંકી દેવા માટે તેમને વડોદરા જેલમાં મોકલી આપીને પડદો પાડી દેવાનો પ્રયાસ થયો છે. માહિને રાજ્યના મુખ્ય મંત્રી, માનવ અધિકાર પંચ સહિત અન્ય અધિકારીઓને કરેલી અરજીમાં આક્ષેપ કર્યો છે.