પારસી કોમ પછી દેશમાં જૈન સમાજની વસતી નિરંતર ઘટી રહી છે. જૈનાચાર્ય વિમલસાગર સૂરિ મહારાજે 180 વર્ષ પછી ભારતમાં જૈનોનું અસ્તિત્વ જ નહીં રહે તેમ વડોદરામાં જણાવ્યું હતું. હવે ગુજરાતમાં જૈન સમાજની વસતિ ગણતરી તેઓ પોતે કરી રહ્યાં છે. 44.51 લાખ જૈનોની વસતી બતાવી છે. પણ તેના કરતાં વધારે હશે. સરકારી માણસો જ્યારે ઘરેઘરે વસતીગણતરી માટે જાય છે ત્યારે ફોર્મમાં જાતિના કૉલમમાં જૈનને બદલે મોટા ભાગના હિન્દુ લખી નાખે છે. પરિણામે આંકડા ખોટા આવે છે. એવું જૈન ધર્મીઓ માની રહ્યાં છે.
આંકડાઓ તૈયાર કરાશે
શ્રી બૃહદ મુંબઇ જૈન સંઘના ઉપક્રમે સમસ્ત જગતના જૈનોની વસતી ગણના કરવાનું શરૂં કર્યું છે. જનગણના માટે મુંબઇના 780 શ્વેતામ્બર, દિગમ્બર દેરાસરો અને જૈન સ્થાનકોમાં 35,000 અરજી પત્રકો વહેંચવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1480 પરિવારે ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું છે. જૈન ધર્મમાં ચાર મુખ્ય ફિરકા છે અને તેમાં અનેક સંપ્રદાય, ગચ્છ, સંધાડા વિગેરે છે. તેઓ દરેક ભગવાન મહાવીરે સ્થાપેલા જૈન ધર્મને જ માને છે. ધર્મસ્થાનકો પોતાની રીતે તેમની સાથે સંકળાયેલા શ્રાવકોની વસતીગણતરી વગેરે કરે છે, પણ આ દરેકને એકસાથે એક સમૂહમાં સાંકળવાનું કામ કદાચ હજી સુધી નથી થયું. પણ તે કામ જૈન જનગણના પ્રોજેકટ દ્વારા થશે. આખો ડેટાબેઝ તૈયાર કરી રહ્યા છે.
ભારત સરકારને પડકાર
લધુમતી જૈન માને છે કે, ભારત સરકારની વસતી ગણતરી વખતે ગણતરીકારોએ જૈનને હિંદુ ગણી લીધા છે. તેથી તેઓ પોતે સરકારની મદદ વગર જાતે વસતી ગણતરી કરી શરૂ કરી છે. દેશમાં 44 લાખ જૈન બતાવે છે પણ તે વધું વસતી છે. ભારતની વસ્તીગણતરીની કોલમમાં સાતમી કોલમ છે. રિલિજિયન અને આઠમી કોલમ છે એસસી-એસટી શિડયુલર કાસ્ટ-ટ્રાઇબ જૈનો હિન્દુ છે. તેઓ એસસી-એસટીમાં બોકસ ખાલી રાખે છે અને રિલિજિયનના હિન્દુ લખે છે. કારણ કે તેમની મુખ્ય જાતિ હિન્દુ છે. તેથી જૈન ધર્મનો ચોક્કસ આંકડો નથી મળતો.
વધ ઘટ
2001થી 2011નાં દાયકા દરમિયાન દેશનીવસતીમાં 17.7 ટકાનાં દરે વધારો થયો છે. મુસ્લિમોની વસ્તી 24.6 ટકાની ઝડપે વધી છે. હિન્દુઓની 16.8 ટકા, ખ્રિસ્તીઓની 15.5 ટકા, શીખોની 8.4 ટકા, બૌદ્ધોની 6.1 ટકા અને જૈનોની વસ્તી 5.4 ટકાની ઝડપે વધી છે. ભારતમાં હિન્દુ 0.7 ટકા ઘટ્યા, મુસ્લિમો 0.8 ટકા વધ્યા હતા. કુલ 121.09 કરોડની વસ્તીમાં હિન્દુ 96.65 કરોડ, મુસ્લિમો 17.22 કરોડ છે. કુલ વસતીમાં શીખ 02 ટકા અને બૌદ્ધ 0.1 ટકા ઘટ્યા છે. જૈનોની વસ્તી 0.03 ટકાની ઘટી છે.
જૈન નગરીમાં 250 કુટુંબ બચ્યા
પાલિતાણામાં 200-250 ઘર છે, પરંતુ ત્યાં સાધર્મિક વસાહત બનાવીને 1 હજારથી વધુ કુટુંબ વસે તે માટે પ્રયત્ન થવો જોઈએ, એમ જૈનાચાર્ય મહાબોધિસૂરીશ્વરજી મ.સા.એ જાહેર કર્યું હતું. અગાઉ ઘેટી, ગારિયાધાર, વલભીપુર, જેસર, દેથલા વગેરેના ગામોમાં જૈનોની સંખ્યા વિશાળ હતી. પરંતુ ત્યાં રહેતાં જૈનો મુંબઈ પહોંચ્યા છે.
જૈનોમાં યુવાન ઓછા થઈ રહ્યાં છે
2011ની વસતી ગણતરી મુજબ રાજયની અડધી વસ્તી 1990 પછી જન્મેલી છે. રાજયની વસતીના 48.13% વસતી 24 વર્ષ કે એથી ઓછી વયના છે. ગુજરાતની મુસ્લીમ વસતીના 50% થી વધુ આ વર્ગમાં આવે છે. 24 વર્ષ કે એથી ઓછી વયના ફકત 34.30% લોકો જૈન સમુદાયમાં છે. યુવાનોમાં મુસ્લિમોની સંખ્યા (52%), બૌદ્ધ (48.78%) અને હિન્દુઓ (48%) છે.
ગુજરાતની 38.57% વસતી તરુણ-ટીન વયની છે. જેમાં મુસ્લિમોની સંખ્યા 42% છે. બીજી બાજુ, જૈનોમાં સૌથી ઓછા ટીનેજર્સ (26.26%) છે.
2011ના સેન્સસ મુજબ રાજયની કુલ વસતિમાં 88% હિન્દુઓ છે, જયારે મુસ્લીમો 9.6 ટકા છે. રાજયની વસતીના 25% 25થી39 વર્ષની વયના છે. બીજી રીતે કહીએ તો રાજયની 72% વસતી 40 વર્ષથી નીચેની વયની છે.
108 વર્ષ પછી જૈન નહીં હોય
દેશમાં માત્ર 60 હજાર જ પારસીઓ બચ્યા છે, આગામી 25 વર્ષમાં આ કોમનું અસ્તિત્વ જોખમાશે. જૈન ધર્મની પણ આ જ હાલત થશે. વિમલસાગર સુરીજી મહારાજે વડોદરામાં કહ્યું હતું કે, 35 વર્ષ પહેલાં દેશમાં 1 કરોડ જૈન હતા, જે ઘટીને 60 લાખ થઇ ગયા છે. 80 વર્ષ પહેલા દેશમાં જૈન સમાજની વસતી લગભગ સવા કરોડ હતી. 40 વર્ષમાં વસતી ઘટીને એક કરોડ સુધી પહોચી હતી. ત્યાર બાદ હમ દો હમારે એકની પદ્ધતિ આગળ વધતાં આજે જૈન સમાજમાં 30 વર્ષથી મોટી ઉંમરની સ્ત્રીઓ ગર્ભધારણ કરતી નથી. 30 વર્ષથી નાની વયના લોકોની સંખ્યા લગભગ 15 લાખથી પણ ઓછી છે. એ હિસાબે સરેરાસ દર 30 વર્ષે જૈન સમાજની વસતી અડધી થતી જશે. આજે જૈનો જો 45 લાખ હોય તો 30 વર્ષે 22 લાખ, 60 વર્ષે 11 લાખ, 120 વર્ષે પોણા ત્રણ લાખ થઈ શકે છે. ત્યાર બાદ જૈન સમાજનું અસ્તીત્વ સમાપ્ત થઈ શકે છે. આમાં જે નિ:સંતાન રહેશે, ધર્મ પરિવર્તન કરશે, નાની ઉમરમાં મરણ અથવા આંતરજ્ઞાતિય લગ્ન કરશે તે બાબતો ગણી નથી. તેની સામે આર્થિક સમૃધ્ધી વધી, એકલતા વધી અને તીર્થધામો-દેરાસરો વધ્યાં છે.
હમ દો હમારે એક
50 વર્ષ પહેલાં માતા-પિતાને 4, 5 કે 6 સંતાનો રહેતાં હતાં. ધીરેધીરે આ વ્યવસ્થા બદલાતાં બાળકોની સંખ્યા 4, 3, 2 થઇ. હવે ‘હમ દો-હમારે એક’ની ફેશન ચાલી છે. જૈન સમાજમાં ‘હમ દો હમારેં દો’ ની નીતિ અપનાવાઈ રહી છે, ‘હમ દો હમારે દો’ નહીં પણ ‘હમ દો હમારા એક’ ની નીતિ છે, અસ્તિત્વને ટકાવવા માટે આ બાબતમાં ચિંતા કરવી પડશે.
‘હમ દો હમારે તીન’
દિગમ્બર જૈન મહાસમિતિની બેઠકમાં વસતી વધારવા માટે યુગલો વધુ બાળકોને જન્મ આપશે તેમને આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ‘હમ દો, હમારે તીન’ ત્યારે આ નારાથી જૈન યુવાનો વધુને વધુ બાળકો પેદા કરે એવી માંગ કરી હતી. જૈન સમાજમાં જે છુટાછેડા વધી રહ્યા છે, તેને ઘટાડવા માટે તમામ દંપતિઓનું કાઉન્સીલીંગ કરવાની પણ વાત સામે આવી હતી. જૈનોનો ઉત્પતિ દર 1.2 ટકા રહ્યો છે. જયારે હિંદુઓનો 2.13 ટકા અને મુસ્લમાનોના 2.6 ટકા છે.
ઇતિહાસ
ભારતમાં બિહાર,રાજસ્થાન, મહારાષ્ટ્રમાં જૈન સમાજનો સૌથી વધુ પ્રભાવ જોવા મળે છે. ગુજરાતમાં છઠ્ઠી સદીમાં ચૌલુક્ય અને ચાવડા રાજવીઓના સમયમાં જૈન મંદિરો-તીર્થો શોધાયાંનું અનુમાન છે. ધીરેધીરે તીર્થ સ્થાનો-દેરાસરો બંધાતાં ગયાં. ગુજરાતમાં ૧૩મી સદીમાં ઉત્તર ગુજરાત જૈન સમાજના મુખ્ય સેન્ટર તરીકે ઉભરી આવ્યું હતું. હાલ ગુજરાતમાં પાલીતાણા, ગિરનાર, મહુડી, કચ્છમાં માંડવી જેવાં જૈન સમાજનાં મુખ્ય સ્થળો તરીકે ખ્યાત છે. ભારતમાં જૈન સમાજ સંચાલિત ૧૪પ હોસ્પિટલ, ૧ર૦૦ જેટલી શાળા-કૉલેજો, ૧૪૦૦ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ, ૩૬૦૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્યરત છે. ભારતમાં હાલ પપ૦૦ જેટલાં જૈન મુનિઓ અને ર૩૦૦૦ હજાર જેટલાં જૈન સાધ્વીજીછે. ૧૬૦૦૦ જૈન મંદિરો ને આશરે બે લાખ જેટલી પ્રતિમાઓ છે.
2200 વર્ષ પહેલા સમ્રાટ સંપ્રતિના કાળમાં જૈનોની વસતી દેશ-વિદેશમાં 20 કરોડથી વધુ હતી. ઈરાન, ઈરાક, સિરિયા, કુવૈત, તુર્કી, હંગ્રી, બુડાપેસ્ટ, ઈજરાયલ, ઈથીઓપીઆ, મંગોલીયા, તજકીસ્તાન, અફઘાનીસ્તાન, નેપાલ. શ્રીલંકા, તિબ્બેત. ભૂટાન અને ચીનમાં મોટી સંખ્યામાં જૈનો રહેતા હતા. ગોવા જૈન રાજ્ય હતું. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જૈન છે. પણ આગામી સમયમાં જૈનોનું રાજકીય પ્રભુત્વ ગુજરાતમાં નહીં રહે.