જોડિયા દિકરીઓનું બેન્ડવાજા સાથે સુરતમાં સ્વાગત

સુરતમાં તાજી જન્મેલી બે દિકરીઓને હોસ્પિટલથી ઘરે લઈ જવા માટે બેન્ડવાજા સાથે રસ્તા પર નૃત્ય સાથે પોતાના ધરે આવકારી હતી. ટ્રાવેલ કંપની ચલાવનારા આશિષ જૈનની પત્ની પ્રિયમે બે જોડિયા દિકરીઓને જન્મ આપ્યો હતો. બાળકીઓને ઘરે લાવતા પહેલા પોતાના ઘરને લગ્ન પ્રસંગની જેમ શણગાર્યુ હતું. જેમાં સબંધીઓ અને મિત્રોને બોલાવવામાં આવ્યા હતા. બાળકીઓને હોસ્પિટલથી પોતાના ઘરે શણગારેલી બગ્ગી ગાડીઓમાં ઘર સુધી લાવવામાં આવી હતી.

બેન્ડબાજાવાળાની સાથે લોકો નાચતા-ગાતા ઘર સુધી પહોંચ્યા. આ ઘરને પણ ફુલો અને લાઇટોથી શણગારવામાં આવ્યું હતું. આ કોઇ વરરાજા નહીં પણ બે નવજાત દીકરીઓ અને તેની માતા એ.સી. બગીમાં બેઠા હતા. જેમને વાજતે ગાજતે ઘરે ગયા હતા. સમાજને એવો સંદેશો આપી શકે કે દીકરી અને દીકરો એકસમાન છે. હવે તેમને વધુ બાળકની ઇચ્છા નથી. તેમણે દીકરીઓના જન્મની ઉજવણીમાં રૂ.15 લાખ ખર્ચ કર્યો હતો.