જામનગર,તા.13 જામનગરના જોડિયા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકનેટક્કર મારતા બાઇક સવાર દંપતિનું ઘટના સ્થળે મોત થયું હતુ. અકસ્માત નિપજાવી અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ જોડિયાનું દંપતી કુંનડ ગામેથી પરતફરી જોડિયા જતું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો..અકસ્માતની ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોક રાજ્ય ધોરી માર્ગ હોય કે રાષ્ટ્રીય ધોરી માર્ગ પરંતુ તમામ વાહનો બેફામ પણે દોડી રહ્યા છે જેને કારણે દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આ અકસ્માતમાં પણ દંપતીના મોતને કારણે પરિવાર નંદવાયો છે. તેમજ બાળકો અનાથ થયાં છે.બેફામપણે દોડતા વાહનો પર બ્રેકની આવશ્યકતા છે તેવી લોકમાંગ છે.