જો આમ જ ચાલશે તો અમદાવાદમાં પેટ્રોલ રૂ.90 પહોંચી જશે

અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ.81.45 લીટરે થઈ ગયો છે. ડીઝલનો ભાવ પ્રતિ લીટર 79.28 રૂપિયા છે.. ભાવનગરમાં પેટ્રોલનો ભાવ રૂ.82.54 પ્રતિ લીટર છે, જે સમગ્ર દેશમાં નાના શહેરોમાં સૌથી વધું છે. છેલ્લા 20 દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ.3.80નો વધારો નોંધાયો છે. રાજ્યના મોટા ભાગના શહેરમાં પેટ્રોલ ભાવ રૂ.81ને પાર પહોંચ્યો છે. જો આમ જ ભાવ વધારો ચાલતો રહેશે તો 20 દિવસમાં ભાવ વધીને 85 સુધી પહોંચી શકે છે. જો કેન્દ્રની ભાજપ સરકાર કોઈ પગલાં નહીં લે તો થોડ જ દિવસોમાં મુંબઈ જેટલો ભાવ ગુજરાતમાં એક લિટરે રૂ.90 થઈ શકે છે.

ભાવનગરમાં પેટ્રોલ રૂ.82.54, ડીઝલ રૂ.80.43

અમદાવાદમાં પેટ્રોલ રૂ.81.57, ડીઝલ રૂ.79.04

સુરતમાં પેટ્રોલ રૂ.81.43, ડીઝલ રૂ.79.28

રાજકોટમાં પેટ્રોલ રૂ.81.32, ડીઝલ રૂ.79.16

વડોદરામાં પેટ્રોલ રૂ.81.16, ડીઝલ રૂ.78.99

મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 9 પૈસાનો પ્રતિ લીટર વધારો થયો છે. જેના કારણે મુંબઈમાં હવે પેટ્રોલનો ભાવ 89.69 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલ 78.42 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 82.32 છે. મુંબઈ 89.69, કોલકાતા 84.16 અને ચેન્નાઈમાં 85.58 ભાવ છે. જ્યારે ડિઝલના ભાવમાં દિલ્હી 73.87, મુંબઈ 78.43, ચેન્નાઈ 78.10 અને કોલકાતા 75.72 રૂપિયા થઈ ગયો છે. કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ પેદાશોના ભાવ કાબુમા લેવામાં સદંતર નિષ્ફળ નિવડી છે.