જો ઢાંકી પાણી પંપ ન હોત તો સૌરાષ્ટ્રમાં પાણીની કટોટકી હોત

નર્મદા નેટવર્ક ન હોત અને ઢાંકી ખાતેનું પમ્પીંગ સ્ટેશન નિર્માણ ન થયું હોત તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ હોત. પ્રતિ દિવસ ઢાંકી, માળિયા, વલ્લભીપુર કેનાલ, પરિયેજ-કનેવાલ દ્વારા હાલ ૧૯૦ કરોડ લિટર જેટલું પાણી કચ્છ અને સૌરાષ્ટ્રને આપવામાં આવે છે, જે ગત વર્ષ કરતાં ૨૦ કરોડ લિટર પ્રતિ દિવસ જેટલું વધારે છે.

રાજ્ય સરકારે નર્મદા નેટવર્ક દ્વારા 500 કિ.મી. દૂરના વિસ્તારો સુધી પાણી પહોચાડયું છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, ખાસ કરીને કચ્છ, રાધનપુર, સાંતલપુર, બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રમાં પાલિતાણા, પોરબંદર, દ્વારકા જેવા વિસ્તારોમાં નર્મદા જળ પહોચ્યા છે તેની વિગતો આપી હતી.
વધુ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની સ્થિતીની વિગતો આપતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, કચ્છમાં 465  ઢોરવાડા- કેટલ કેમ્પ અને 155 ગૌશાળામાં 4.10 લાખ પશુઓની નિભાવણી થઇ રહી છે. રાજ્ય સરકારે પશુ દીઠ 35 રૂપિયા સબસીડી આપવાનો જે નિર્ણય કર્યો છે તે અન્વયે રૂ.79.77 કરોડ ચૂકવાયા છે.
આ અસરગ્રસ્ત જિલ્લામાં 1.3 લાખ ઘાસ કાર્ડધારકોના 5 લાખ પશુઓને 7.22 કરોડ કિ.ગ્રામ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે. 1444 કિલો પશુ દીઠ ઘાસ આપવામાં આવ્યું છે. ચોમાસુ પૂરું થયું ઓક્ટોબરથી ઘાસની જરૂર પશુઓને હતી. જે હિસાબે 7 મહિના એટલે કે 210 દિવસમાં આ ઘાસ આપવામાં આવ્યું છે જે રોજનું 7 કિલો ઘાસ આપ્યું ગણાય.