જ્યાં બકરી મારી ત્યાં વૃક્ષ સાથે બાંધી ઢોર માર માર્યો, રૂપિયા ન આપી સકતા એકે આત્મહત્યા કરી

પ્રાંતિજનાં પઢાચરા ગામમાં જાહેરમાં બે વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો હતો, તેમને દોરડા વડે ઝાડ સાથે બાંધીને કેટલાક શખ્સોએ માર માર્યો હતો. જ્યાં બકરી મારી તે જ સ્થળે આ વ્યક્તિઓને મરમારવામાં આવ્યો હતો. જેમાંથી એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે. બકરી કેમ મારી નાખી કહીને 2 શખ્સોને વૃક્ષ સાથે બાંધીને માર માર્યો હતો. વ્યક્તિ પાસેથી વળતરના 3 હજાર રૂપિયા માંગવામાં આવ્યાં હતા, એક વ્યક્તિ પાસે રૂપિયા ન હોવાથી તેને આત્મહત્યા કરી લીધી હતી. દહેગામ પોલીસ સ્ટેશને 15 લોકો સામે ગુનો નોંધાયો છે, 7ની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક આરોપી ભીખાજી મેરાજી છે.

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે બે વ્યક્તિને બાંધીને માર મારવામાં આવે છે, તો માર ખાઇ રહેલા બે વ્યક્તિઓમાં એક વ્યક્તિએ આપઘાત પણ કરી લીધો છે.

2 જુન રવિવારે સવારે રાજુજી રાઠોડ પઢાચડા ગામે ખેતરમાં કામે ગયા હતા, તે દરમિયાન ચાર શખ્સો આવીને તેમનું  બકરું કેમ મારી નાખ્યું છે, એમ કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા. આ દરમિયાન મારરપીટ પણ કરવામાં આવી હતી. બાદમાં તેઓને ઢસડીને એક બકરું જ્યાં મરેલું હતું ત્યાં લઇ ગયા. અહીં વૃક્ષ સાથે બાંધી ઢોર માર મારવામાં આવ્યો હતો.

રાજ્યમાં ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. રાજ્યની ભાજપ સરકાર અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપ જાડેજા સંપૂર્ણ નિષ્ફળ છે. બુટલેગરો બેફામ બન્યાં છે, હથિયારો પકડાઇ રહ્યાં છે, 20 દિવસની બાળકીનું ખૂન થઇ જાય છે અને હજુ સરકાર ચૂપ છે,ત્યાં જ સાબરકાંઠાના પ્રાંતિજ પાસેના એક ગામમાં પોલીસ અને ભાજપની વિજય રૂપાણી સરકારની આબરૂના ધજાગરા થાય તેવી એક ઘટના સામે આવી છે.

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને પોલીસ, તથા ભાજપ સરકાર સંપૂર્ણ બેદરકાર દેખાઇ રહી છે. ગુનાઓ કેમ અટકતા નથી તે સૌથી મોટો સવાલ બની ગયો છે.