અમપા દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ પબ્લિક હોસ્પિટલ (SV)નું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. જેમાં ૯૦ કન્સલ્ટેશન રૂમ છે, પહેલા દિવસે માત્ર ૩૨ દર્દીઓને ઓપીડી થઈ હતી. પ્રથમ દિવસે એકપણ દર્દીને દાખલ કરવામાં આવ્યો ન હતો. પહેલા કેઝયુલ્ટીમાં રોજ ૪૦૦ દર્દીઓ આવતા હતા હવે 25 ટકા જ આવે છે. બાળ દર્દીઓને મોંઘી સારવાર અપાય છે. વી.એસ. હોસ્પિટલમાં બંધ કરવામાં આવ્યો છે તે પુનઃ ચાલુ કરવા પણ માંગણી કરી હતી. નવી હોસ્પિટલ બની તેનું ઉદઘાટન મોદીએ કર્યું પછી મોંઘી ફી અને ચાર્જ રાખી દેવામા આવ્યા છે. તેથી ગુજરાતના લોકો કહે છે કે, જ્યાં મોદી ત્યાં મોંઘવારી હોય છે. તેઓ પોતાનું બાળપણ ભૂલી ગયા છે અને લોકોને મોંઘી આરોગ્ય સેવા આપતી હોસ્પિટલો બંધ કરીને ખાનગી હોસ્પિટલોને મદદ કરી રહ્યાં હોવાનો આરોપ છે.
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસ અને મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી ૧૯૩૧માં અમદાવાદ શહેરની ઓળખસમી વી.એસ. હોસ્પિટલ અને ચિનોઈ પ્રસૂતિ ગૃહ શરૂ થયા હતા. જે-તે વખતે દાતાઓએ આ હોસ્પિટલ શરૂ કરવા માટે રૂ.૪ લાખ જેવી માતબર રકમ આપી હતી. હોસ્પિટલની સ્થાપના થઈ તે વખતે આ ૧૨૦ બેડની હોસ્પિટલ હતી, જે પછી ૧૧૫૫ બેડની સંખ્યા સુધી પહોંચી હતી. વી.એસ. હોસ્પિટલને કારણે જ એનએચએલ મેડીકલ કોલેજ મળી હતી. વીરોજ ૧૬૦૦ દર્દીઓને સારવાર અપાતી હતી.
વર્ષે 25 હજાર ઓપરેશન ફ્રી હવે કરોડો ઉઘરાવાશે
વર્ષમાં ૨૫ હજાર જેટલી સર્જરી થતી હતી. આ તમામ સેવાઓ ગરીબ દર્દીઓને વિનામૂલ્યે અપાતી હતી. વી.એસ. હોસ્પિટલના સર્જરી અને મેડીસીન વિભાગ સહિતના તમામ ૧૬ વોર્ડમાં આઈ.સી.યુ. બેડ બંધ કરી દીધા છે. સત્તાધીશોને વી.એસ. હોસ્પિટલના ૧૧૫૫થી ઘટાડીને ૫૦૦ કરવામાં આવ્યા છે. હવે આખી હોસ્પિટલ જ બંધ કરી દેવી છે. વી.એસ. હોસ્પિટલમાં દર્દીઓ લેવાતા નથી. વી.એસ. હોસ્પિટલના મુદ્દે ભાજપના શાસકોની દાનત સારી નથી.
સરકાર આદેશ આપે
રાજ્ય સરકાર વી.એસ. હોસ્પિટલને અગાઉની જેમ ચાલુ રાખવા જરૂરી આદેશ આપે. રૂ.100 કરોડની ગ્રાન્ટ સરકાર આપે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રૂ. ૧૦૦થી ૧૫૦ કરોડનો ખર્ચ કરતી હતી.
ગુજરાતભરના આશરે ૨૮ હજારથી વધુ ડોક્ટરો છે. જો વીએસની સેવા બંધ થાય તો આ લોબીને ગરીબ દર્દીને લૂંટવાનો પરવાનો મળી રહે તેમ છે.