જ્યાં સુધી રામ મંદિર ન બને ત્યાં સુધી મીઠાઈ નહીં ખાવ, મારે પ્રતિજ્ઞા પૂરી કરવી છે – ભૂપેન્દ્રસિંહ

વિવાદાસ્પદ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એકા એક કહ્યું હતું કે, ફરી જો ભાજપ સરકાર સત્તા પર આવશે તો અયોધ્યામાં ભાજપ ભવ્ય રામમંદિર બનાવશે. આમ લોકસભા ચૂંટણી પહેલા ફરી ભાજપને રામમંદિર યાદ આવ્યું છે. વિકાસ અને યુદ્ધના મુદ્દા ભાજપ ભૂલી ગયો છે. પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાત્રી આપી છે કે, જો ફરી ભાજપ સત્તા સ્થાને આવશે તો આયોધ્યામાં ભવ્ય રામમંદિર બનશે.

પોતાનું અંગત કારણ આપતાં કહ્યું હતું કે, 1998માં જ્યારે આડવાણી સોમનાથથી અયોધ્યા યાત્રા લઈ નીકળ્યા હતા ત્યારે તેઓએ મીઠાઈની બાધા રાખી હતી. જે બાધા જો ભાજપની સરકાર કેન્દ્ર સરકારમાં બને તો તેઓની બાધા પૂરી થાય તેવી આશા રાખી રહ્યા છે. જો કે તેમને ભારે મધુપ્રમેહ હોવાથી આમેય મીઠાઈ ખાતા નથી.

તેમણે 1990 – 91માં જ્યારે અડવાણીએ રામ મંદિરને લઈને રથયાત્રા નીકાળી હતી ત્યારથી બાધા રાખી હોવાનું જણાવ્યુ હતુ. 2014ની લોકસભાની ચૂંટણી સમયે પણ ભાજપે રામ મંદિરનો રાગ આલાપ્યો હતો. પરંતુ 2014 થી 2019 સુધી કેન્દ્રમાં બહુમતીવાળી ભાજપની સરકાર હોવા છતા અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો વણઉકેલ્યો જ રહ્યો છે.

તેઓ બનાસકાઠા પાલનપુર ખાતે બોલી રહ્યાં હતા. જ્યાં રથયાત્રા દરમિયાન નેતાઓ સામે ગુનો નોંધાયો હતો.

ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ એલ. કે. અડવાણી દ્વારા 24 ઓકટોમ્બર1990માં સોમનાથથી અયોધ્યા સુધી રામ રથયાત્રા કાઢી હતી. પોલીસે તેમની અટકાયત કરી હતી. ભાજપ દ્વારા ભારતબંધનું એલાન આપવામાં આવ્યું હતુ. જેના પગલે સમગ્ર દેશમાં તોફાનો થયા હતા. બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે પણ તોફાનો થયા હતા.

ભાજપ અને જનસંઘના કેટલાક પાયાના સ્થાનિક કાર્યકરોએ તે વખતે કરફ્યુભંગ કરતાં તેમની સામે ગૂનો નોંધાયો હતો. જેમાં 18 વર્ષ પછી 2017માં 99 આરોપીઓને ધરપકડના વોરંટ ઇસ્યુ કરાયા છે.

ભાજપના કાર્યકરોએ ગેરકાયદેસર મંડળી રચી દિલ્હીગેટ અને ગઠામણ દરવાજા, ગોબરીરોડ વિસ્તારમાં રોડ ઉપર ટોળા સ્વરૂપે આવી કરફ્યુનો ભંગ કર્યો હતો. આથી 99 ભાજપ અને જનસંઘના કાર્યકરો સામે શહેર પોલીસ મથકે કરફ્યુ ભંગનો ગૂનો નોંધાયો હતો. જેમાં 10 લોકો જો મૃત્યુ પામ્યા છે.

ગાંધીનગરથી છ વખત સાંસદ રહેલા અડવાણી 91 વર્ષના થઇ ચૂકયા છે. તેમને ટિકિટ આપવામાં આવી નથી. ભાજપે ગાંધીનગર સીટ પરથી પોતાના અધ્યક્ષ અમિત શાહને ઉતાર્યા છે. ભાજપના પ્રદેશ એકમે માંગણી કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કે શાહને આ વખતે ગુજરાતથી લોકસભા ચૂંટણી લડવી જોઇએ. નિમાબેન આચાર્ય એ કહ્યું હતું કે ભાજપે 16મી માર્ચના રોજ પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓના મંતવ્ય જાણવા માટે ગાંધીનગરમાં મોકલ્યા હતા અને તેમાંથી મોટાભાગના લોકો એ શાહનો પક્ષ લીધો હતો.

આમ લાલકૃષ્ણ અડવાણીની રાજકીય કેરયિરનો અંત આખરે આવી ગયો છે. ભાજપને શૂન્યમાંથી શિખર સુધી પહોંચાડનાર નેતાનું પૂર્ણ વિરામ મૂકી દેવાયું છે. લાલકૃષ્ણ અડવાણી ભારતના રાજકારણની દિશાને નક્કી કરતા હતા અને તેમને વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર માનવતા આવતા હતા.

અડવાણીના નેતૃત્વમાં ભાજપને 2004 અને 2009ની ચૂંટણીમાં મળેલ સતત બે હાર એ તેમને પાછળ ઝકેલી દીધા. સંસદીય રાજકારણમાં તેઓ ગાંધીનગરની સીટ પર પહેલી 1991મા ચૂંટણી લડ્યા હતા. પછી 1998, 1999, 2004, 2009 અને 2014ની ચૂંટણીમાં જીત્યા. જો કે બાબરી કેસના લીધે અડવાણી 1996ની ચૂંટણીમાં મેદાનમાં ઉતરી શકયા નહોતા. 2009મા અડવાણીના નેતૃત્વમાં ભાજપ કોંગ્રેસથી હારી ગયું હતું અને અહીંથી તેમની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ. 2014મા ભાજપ મોદીના નેતૃત્વમાં જીત્યા ત્યારબાદ અડવાણીને માર્ગદર્શક મંડળમાં મોકલી દેવાયા હતા.