વિસનગર, તા.૨૦
વિસનગર શહેરના મેઇન બજારમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં સોની બીજાની દુકાનમાં ચા પીવા માટે ગયા હતા. તે દરમિયાન અજાણ્યો ગઠિયો દુકાનમાં મુકેલ 20 ગ્રામ સોનું અને 17800 રોકડ મુકેલ થેલો લઇ ફરાર થઈ ગયો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જવા પામી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
વિસનગર શહેરની વસંત વિહાર સોસાયટીમાં રહેતા સોની ચેતનકુમાર લક્ષ્મીનારાયણની મેઇન બજારમાં ચેતન જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. ચેતનભાઇ શનિવારના રોજ નિત્યક્રમ મુજબ દુકાનમાં આવ્યા હતા. જ્યાં તેમની પાસે રહેલ સોનું અને રોકડ મુકેલ થેલો કાઉન્ટર અંદર આવેલ સોફા ઉપર મુક્યો હતો અને તેમનો કારીગર અંદરના ભાગે દિવાળી આવતી હોવાથી સફાઇનું કામ કરી રહ્યો હતો. દરમિયાન અજાણ્યો ગઠિયો દુકાનમાં મુકેલ થેલો લઇ ફરાર થતાં ચેતનભાઇ પોલીસને જાણ કરાતા સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.