ઝડપી બિનખેતીની મંજૂરી આપવાથી કૃષિની જમીન ખતમ થશે

કૃષિ નીતિ કે અનીતિ – દિલીપ પટેલ

ફેક્ટરી માટે બિન ખેતી 8 દિવસમાં કરવાથી ફળદ્રપ જમીન ઘટશે

ઓનલાઇન એન.એ.ની સંપૂર્ણ પ્રક્રિયા 8 થી 10 દિવસમાં પૂર્ણ કરી મંજૂરી પત્રો આપી દેવાય તેવી કાર્યપધ્ધતિ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરોને સરકારે તાકિદ કરી છે. આખીય પદ્ધતી સરળ બને અને અરજી વરત કરવાનું ઓછું થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરવા કહેવાયું છે. તેનાથી હાલ જ્યાં સારી ખેતી થઈ રહી છે તે જમીન ઓછી થતી જશે. હવે આડેધડ બિન ખેતીની જમીન થતી જશે. જે ખરાબાની કે નકામી જમીન પર ઉદ્યોગો સ્થાપવાની કોઈ કૃષિ નીતિ સરકારે બનાવી ન હોવાથી આમ થશે. ફેક્ટરીનું ઉત્પાદન વધારવા જતાં કૃષિ પેદાઓનું ઉત્પાદન ઘટશે. મોટા ભાગની જમીન ફેક્ટરી કે રહેણાંકના મકાનો માટે બિન ખેતીની કરવામાં આવી રહી છે. સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાએ ગુજરાત સરકારને કૃષિ નીતિ બનાવવા 16 મહિના પહેલાં કહ્યું હોવા છતાં કૃષિ નીતિ બનાવી નથી. કૃષિ પ્રધાન ગુજરાત પાસે કૃષિ નીતિ જ નથી.

8 દિવસમાં બિન ખેતી કરવા સૂચના

સી.એમ. ડેશબોર્ડની કમાન્ડ કંટ્રોલ વોલના માધ્યમથી જિલ્લા કલેકટરો સાથે ઓનલાઇન એન.એ પ્રક્રિયા અંગેની સમિક્ષા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએકરી હતી. આવી પરવાનગી માટેની અગાઉની 90 દિવસની ટાઇમ લીમીટ-સમયમર્યાદા હવે ટેકનોલોજીના ઉપયોગ અને સંપૂર્ણ પારદર્શીતાથી માત્ર 8 થી 10 દિવસમાં પૂર્ણ કરવાની પણ જિલ્લા તંત્રવાહકોને સૂચના આપી હતી. 7/12ના ઉતારા સ્કેન કરવાની પ્રક્રિયા જે હાલ ચાલી રહી છે તે માટે ટેકનીકલ સજ્જતા વ્યાપક બનાવી એ કાર્યવાહીમાં પણ ગતિ લાવવાના સૂચનો આ સમીક્ષા દરમ્યાન કર્યા હતા.

અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ

રાજ્યમાં બિન ખેતી એન. એ. પ્રક્રિયા ઓન લાઈન કરવાનો પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં શરૂ કરાવેલો, તેની સફળતાને પગલે રાજ્યમાં 12 નવેમ્બરથી જિલ્લા કલેક્ટર કચેરીઓમાં આ પદ્ધતિ શરૂ કરવામાં આવી છે તે અનવયે આવતીકાલે આ 1000 એન એ હુકમો નું વિતરણ રાજ્ય સરકારનું પ્રથમ વર્ષ પૂર્ણ થવા અવસરે કરવામાં આવ્યું હતું.

અમદાવાદ અને ગાંધીનગરમાં ખેતીની જમીનમાં ઘટાડો

2016ના વર્ષમાં 1,25,62,784 ચોરસ મીટર ખેતીની જમીન NA માં તબદીલ કરવામાં આવી હતી, એવી જ રીતે વર્ષ 2017માં 10,60,795 ચોરસ મીટર ખેતીની જમીન ને બિન ખેતીમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. અમદાવાદમાં ખેતીની જમીન એનએ કરવાથી સરકારને 23,64,85,407 રૂપિયાની આવક થઇ હતી. અમદાવાદની જેમ ગાંધીનગરમાં 2016માં 17.05.176 ચોરસ મીટર અને 2017 માં 24,46,171 ચોરસ મીટર જમીન એનએ કરવામાં આવી હતી જેના કારણે સરકારને 2,11,48,498 રૂપિયાની આવક પ્રાપ્ત થઇ છે.

રાજ્યનું મોટું એન એ કૌભાંડ

રાજકોટના ઔદ્યોગિક વિસ્તાર શાપરની મોકાની જમીન કે જે રાજુભાઇ દોશીની છે તેમણે જમીનને બિનખેતી કરવા માટે દરખાસ્ત કરી હતી. પહેલાં તે મંજૂર ન કરી પણ પછી એકાએક 71 એકર જમીનને બિન ખેતી કરી દેવાની મંજૂર આપવામાં આવી હતી. સરકારને તેની રૂ.5 કરોડની આવક થવી જોઈતી હતી પણ હવે તે માત્ર રૂ.25 લાખમાં કામ પતી ગયું છે.

જિલ્લા પંચાયતોમાં ભ્રષ્ટાચાર

ગુજરાતની મોટાભાગની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો કોંગ્રેસ સંચાલીત છે. જ્યાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એક મીટર જમીનનો બિનખેતી કરવાનો ભાવ રૂ.200 ચાલે છે. તમામ જમીનોને બિનખેતી કરવા માટેના કામ જિલ્લા પંચાયતમાં આવતાં હોય છે. અમદાવાદમાં પણ જમીનો મંજૂર કરાવવા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો કોંગ્રેસ પર લાગી ચૂક્યા છે. આટલા મોટા પ્રમાણમાં જમીન ખેતી માંથી બિન ખેતીની બનાવી દેવામાં આવી રહી છે. જેમાં કરોડો રૂપિયાનો કાળો કારોબાર થયો હોવાનો આરોપ કોંગ્રેસ પર લગાવવામાં આવે છે.

12 હજાર ગામનું શું થશે

12220 ગામોમાં પ્રમોલગેસન થઈ ગયું છે. જ્યાં સૌથી વધારે પ્રશ્નો આ ગામોમાં છે. સરકાર અને ખેડૂતો દ્વિધામાં છે કે આપણું શું થશે. નમુનાનો સરવે કર્યા બાદ હવે સરકાર પાસે એક જ માર્ગ છે. જે સરવાની કામગીરી થઈ છે તે રદ કરી દેવી. કારણ કે સેમ્પલ ટેસ્ટમાં 149.72% જમીન માપણી ખોટી સાબિત થઈ છે. સેટલમેન્ટ કમીશ્નર સહિત જમીન માપણી અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ હવે થશે. અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ જમીન માનમાં આવે છે. 50 ટકા ખેડૂતોના ખેતરોની માલિકી બદલાઈ ગઈ છે. હવે સરકાર પાસે જમીન માપણી રદ્દ કરવા સિવાય બીજો વિકલ્પ જ નથી. રાજ્ય સરકારે વર્ષ 2009-10થી ગુજરાતના 1 કરોડ 25 લાખ જેટલા સરવે નંબરોને ફરીથી માપી રેકર્ડ આધુનિક અને ઉપગ્રહ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડિજિટલાઈઝ કરવા જમીન માપણી ચાલુ કરી હતી. ઉપગ્રહની મદદથી થયેલી જમીન માપણી એ ગુજરાતની ભાજપ સરકારનું સૌથી મોટું જમીન કૌભાંડ છે, જેમાં ચાર પ્રધાનો અને ભાજપના ટોચના નેતાઓ સંડોવાયેલા છે. ભાજપના એક નેતાની હૈદરાબાદની આઈ આઈ સી ટેક્નોલોજી લિમિટેડ કંપનીને જમીન માપણી કરવાનો રૂ.700 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કંપનીએ બધા જ નિયમો નેવે મૂકી એક ઓફિસમાં બેસી સંપૂર્ણ કામગીરી પૂરી કરી હોવાનું જાહેર કર્યું હતું. પણ ખેડૂતોની જમીનમાં મોટા ગોટાળા થઈ ગયા હતા. સરકાર પાંચ વર્ષથી આ કંપનીને છાવરતી રહી છે.

આ ગામની જમીન એન એ કરવા માટે મુશ્કેલી પડી રહી છે. તે ગામોનું શું થશે.